પાર્ટનરને ધોખો આપવાથી પણ મોટી છે આ 4 વાતો…

44

જયારે તમે કોઈ સાથે સબંધમાં હોવ છો તો ભરોસો જ સબંધની સૌથી મોટો તાકાત હોય છે જે સબ્નાધને જીવંત બનાવી રાખે છે. પણ ક્યારેક ક્યારેક જાણ્યા અજાણ્યા એવા કામ કરી દઈએ છીએ કે સબંધની ડોરને કમજોર કરી નાખે છે. કેટલીક ભૂલો આપણે કરી બેસીએ છીએ જે પાર્ટનરને ધોખો દેવા કરતા પણ વધારે ખરાબ છે.

ખોટું બોલવું

આપણે લોકો બાળપણથી જ શીખતા આવીએ છીએ કે ખોટું લાંબા સમય સુધી ટકતું નથી. તો પણ આપણે પોતાના પાર્ટનરથી કોઈ પણ પ્રકારનું ખોટું બોલતા જ રહીએ છીએ. હા પણ જુઠથી આપણે બચવું જોઈએ તે પણ ત્યારે વધારે બચવું જોઈએ જયારે રીલેશનશીપ બિલકુલ નવું જ હોય. કારણ કે સબંધની શરૂઆત જ જુઠ પર થશે તો તેમાં જીવનનો કોઈ પણ આનંદ નહિ આવે.

સુવિધા માટે રીલેશનશીપમાં બની રહેવું

એવું જરૂરી નથી કે રિલેશનશિપ દરેક વખતે એકસરખું જ ચાલતું રહે. સમયની સાથે જયારે તમે એકબીજાને સારી રીતે સમજવા લાગો છો તો એકબીજાના મતભેદ સામે આવે છે અથવા એકાબીજા વગર રહી શકાટ નથી. તો પણ તમે તે સબંધને રાખી રહ્યા છો, પછી તે સમાજની બીકે હોય કે એકબીજાથી સુવિધા મેળવવાની ઈચ્છા હોય અથવા કોઈ નવા રીલેશનશીપમાં નથી જવા ઈચ્છતા. આ વસ્તુ ધોખો દેવા કરતા પણ વધારે ખતરનાક છે.

વાત ન કરવી

અવાર નવાર સાંભળવામાં આવ્યું છે કે નાની નાની વાતો મોટી બની જાય છે. સબંધમાં આ વાત ખુબ જ મહત્વ ધરાવે છે. તમે એકબીજા સાથે ઝઘડો કરો છો અથવા બીજા કોઈ કારણોસર સબંધ સારો ચાલી રહ્યો નથી તો વાત કરવાનું બંધ ન કરી દો. સૌથી શ્રેષ્ઠ કામ છે પોતાના પાર્ટનર સાથે વાત કરો.

મતલબી હોવું

સબંધમાં સમાનતાનો ભાવ જ બંને પાર્ટનરોને એકબીજા સાથે બાંધી રાખે છે. જો ફક્ત રીલેશનશીપમાં ફક્ત તેની ખુશી, તમારી ઈચ્છાઓનો ખ્યાલ રાખો છો તો તમારા પાર્ટનરને દરેક સમયે દુઃખ પહોચશે. એટલા માટે પોતાના સ્વાર્થીપણાને રીલેશનશીપ વચ્ચે ન આવવા દેવું જોઈએ.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment