પતિના મૃત્યુના 3 વર્ષ પછી પત્નીએ આપ્યો દીકરાને જન્મ, જાણો કઈ રીતે થયું આવું ???

30

એક મહિલાએ તેના પતિના મૃત્યુ બાદ ત્રણ વર્ષ પછી એક દીકરાને જન્મ આપ્યો છે. આ સાંભળીને તમને જરૂર એમ થતું હશે કે આવું કઈ રીતે શક્ય બને ? પણ આ સત્ય ઘટના છે. હકીકતમાં, આ મહિલાના પતિનું મૃત્યુ એક કાર દુર્ઘટનામાં ત્રણ વર્ષ પહેલા જ થઇ ચુક્યું હતું  જેના ત્રણ વર્ષ બાદ સુપ્રિયાએ મુંબઈની જસલોક હોસ્પિટલમાં આ દીકરાને જન્મ આપ્યો.

મીડિયા રીપોર્ટના જણાવ્યા અનુસાર આ મામલો મહારાષ્ટ્રના મુંબઈ વિસ્તારનો છે. માર્કેટિંગ કન્સલ્ટેટ ગૌરવ અને સુપ્રિયા જૈનના લગ્નના પાંચ વર્ષ પુરા થઇ ચુક્યા હતા. પણ તેને સંતાનનું સુખ મળી રહ્યું ન હતું. બંને ઈચ્છી રહ્યા હતા કે તેના ઘરના આંગણામાં પણ કિલકારી ગુંજે, પણ તેના પ્રય્તનો સફળ થઇ રહ્યા ન હતા. ત્યાર બાદ બંનેએ નિર્ણય લીધો કે આઈવીએફ ટેકનીકની મદદ લેશે. આની વચ્ચે ઓગસ્ટ 2015માં એક કાર અકસ્માતમાં ગૌરવનું મૃત્યુ થઇ ગયું.

પતિના મૃત્યુની ખબર સંભાળીને સુપ્રિયાની જીંદગીમાં તોફાન આવી ગયું. તે ખુબ જ તણાવમાં રહેવા લાગી. પોતાના દુઃખને થોડું હલકું કરવા માટે સુપ્રિયાએ બ્લોગ લખવાનું શરુ કર્યું. આ બ્લોગમાં સુપ્રિયાએ પોતાના પતિની જૂની યાદો તાજી કરી. ત્યાં સુધી કે સુપ્રિયાએ પતિના મૃત્યુના એક દિવસ પહેલાની પણ બધી જ વાતો લખી. સુપ્રિયા લખે છે કે ‘જે દિવસે તે ગયા તેને પોતાના આગળના વેંચરનો લોગો ફાઈનલ કર્યો હતો. તે ગામ જતા પહેલા પોતાના માં બાપના ઘરે જતા ન હતા પણ તે દિવસે તે ગયા.

તેની સાથે થોડો સમય વિતાવ્યા બાદ તે પોતાના ભત્રીજા અને અને પોતાના પ્રેમાળ કુતરાને પણ મળ્યો. બંનેને ખુબ પ્રેમ પણ કર્યો અને જતા જતા તેને જણાવ્યું કે તે જલ્દી પાછો આવશે અને સારી ખબર દેશે. જયારે સુપ્રિયાને પતિના મૃત્યુની ખબર પડી તો તેને પગ નીચેથી જમીન ખસી ગઈ.

ત્યાર બાદ સુપ્રિયાએ નિર્ણય કર્યો કે તે પોતાના પતિના બાળકને જન્મ આપશે. તે માટે તેને આઈવીએફની મદદથી “માં” બનવા માટે એક મશહુર ડોક્ટર સાથે મુલાકાત કરી. સુપ્રિયા માં તો બની ગઈ પણ તેના માટે તેને ખરેખર લાંબો સફર પસાર કર્યો છે. હકીકતમાં, આ ઘટના પહેલા આઈવીએફની પ્રક્રિયા શરુ થઇ ચુકી હતી. ત્યારે ડોક્ટરે ગૌરવનું સ્પર્મ સુરક્ષિત રાખી દીધું હતું.

પણ થોડા દિવસો બાદ ગૌરવનું મૃત્યુ થઇ ગયું. તેનાથી સુપ્રિયાને ખુબ જ આઘાત લાગ્યો. ત્યાર બાદ સુપ્રિયાએ આઈવીએફની મદદથી એક દીકરાને જન્મ આપ્યો. સુપ્રિયાને તે ખુશખબરી ત્યારે મળી જયારે તે બાલીમાં હતી. હકીકતમાં, દર વર્ષે પતિના મૃત્યુની પુણ્યતિથીના ઠીક પહેકા સુપ્રિયા બહાર ચાલી જતી હતી. આ વખતે તેને ફોન થયો અને આ ખુશખબરી મળી.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment