પતિએ જોયુ ગૂગલ મેપ પર તો પત્ની કરી રહી હતી બોયફ્રેન્ડને કિસ, પછી થયું એવું કે…

139

એક ખુબજ આશ્ચર્યમાં નાખી દે એવો મામલો સામે આવ્યો છે. આના વિશે જાણીને ખરેખર તમને પણ આશ્ચર્ય થશે. હકીકતમાં, થયું એવું કે ગૂગલ મેપ દ્વારા પત્નીના અફેયરની પોલ ખુલી ગઈ. તમે વિચારી રહ્યા હશો કે ગૂગલ મેપનો ઉપયોગ તો ઈન્ટરનેટ દ્વારા રસ્તો શોધવા સુધી સીમિત છે તો આ ચમત્કાર કેવી રીતે થઇ ગયો. ખરેખર માણસને કેવી રીતે ગૂગલ મેપ દ્વારા પત્નીના અફેયરની વાતની ખબર પડી ગઈ ?

વધારે વિચારશો નહિ. ચાલો અમે તમને જણાવીએ કે આ કમાલ ખરેખર થયો કઈ રીતે. હકીકતમાં, મહિલાના પતિએ રસ્તો શોધવા માટે જ ગૂગલ મેપ ઓન કર્યો હતો પરંતુ એને ત્યાં કઈક એવું દેખાયું જેને જોઇને એને પણ જોરનો ઝટકો લાગ્યો. ગૂગલ મેપની સ્ટ્રીટ વ્યૂ ફોટોમાં એને પોતાની પત્ની દેખાય ગઈ. વાત કરવા પર ખબર પડી કે એની પત્નીનું કોઈ બીજા સાથે અફેયર ચાલી રહ્યું હતું.

જી હા, લોકોને રસ્તો દેખાડનાર ગૂગલ મેપએ જાણતા અજાણતા પત્નીની પોલ ખોલી નાખી. આ કારણે આ જોડામાં છૂટાછેડા પણ થઇ ગયા. ડેલીમેલના સમાચાર અનુસાર, આ મામલો દક્ષિણી અમેરિકી દેશ પેરૂમાં સામે આવ્યો છે. એક માણસ પ્રખ્યાત પુલ પર જવા માટે સરળ અને સૌથી સહેલો રસ્તો ગૂગલ મેપ પર શોધી રહ્યો હતો કે ત્યારે જ એની આંખો સામે એક એવો ફોટો આવી રહ્યો હતો જેને જોઇને એના પગ નીચેથી જમીન ખસકી ગઈ.

વાત એવી છે કે, એ માણસને મેપના સ્ટ્રીટ વ્યૂમાં એક જાણીતો ચહેરો દેખાય છે. ફોટોમાં એને એક મહિલા સફેદ ટોપ, જીન્સ અને હિલ્સમાં દેખાય રહી હતી. તેણી એક બેંચ પર બેઠી હતી અને પોતાના ખોળામાં સુતેલા એક માણસના વાળોને સહેલાવતા એને કિસ કરી રહી હતી. એ માણસે જ્યારે ફોટો ઝૂમ કર્યો તો એને ખબર પડી કે એ મહિલા બીજી કોઈ નહિ એની પત્ની જ છે.

બસ પછી શું હતું. ગુસ્સામાં પતિએ પત્નીને એ ફોટો લઇ જઈને પુછતાછ કરી તો એણે અફેયરની વાત કબૂલ કરી લીધી. એના પછી બંને વચ્ચે છૂટાછેડા થઇ ગયા. ગૂગલએ દુનિયાના ઘણા દેશોમાં સ્ટ્રીટ વ્યૂનું ફીચર લોંચ કર્યું છે. જેના દ્વારા મુખ્ય રસ્તાઓના ફોટા એકદમ ચોખ્ખા ગૂગલ મેપ પર દેખાય છે.

ગૂગલએ કારો અને બાઈકો પર લાગેલા ૩૬૦ ડીગ્રી કેમેરા દ્વારા આ ફોટાઓ લીધા છે. તમારી જાણકારી માટે જણાવા માંગશું કે ભારતમાં આ ફીચર પર અમુક બંધી લાગેલી છે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment