પતિએ 27 વર્ષ સુધી પત્ની પાસેથી કરાવ્યું આ કામ, અદાલતે 1.27 કરોડ રૂપિયા આપવાનો હુકમ કર્યો…

132

અર્જેટીનામાં એક ચોકવનારી બાબત સામે આવી છે. અહી એક પતિ પોતાની પત્ની પાસેથી ૨૭ વર્ષ સુધી એવું કામ કરાવતો રહ્યો કે હવે અદાલતે તેને આના બદલામાં લગભગ ૧.૨૭ કરોડ રૂપિયા દેવાનો હુકમ કર્યો છે.

મહિલાની ઉંમર હવે ૭૦ વર્ષ થઇ ચુકી છે. તે ભણેલીગણેલી છે. તેની પાસે અર્થશાસ્ત્રની ડીગ્રી છે, પરંતુ લગ્ન પછીથી તેણે પોતાનું કરિયર છોડી દીધુ હતું, કેમ કે બંને આ નિર્ણય લીધો હતો કે પતિ નોકરી કરશે અને પત્ની ઘર સંભાળશે.

મહિલાનું નામ એમએલ અને તેના પતિનું નામ ડીબી છે. બંનેના લગ્ન વર્ષ ૧૯૮૧ માં થયા હતા, પરંતુ વર્ષ ૨૦૦૯ માં બંનેએ એકબીજાથી અલગ થવાનો નિર્ણય લીધો. જેના પછી વર્ષ ૨૦૧૧ માં બનેના તલાક થઇ ગયા.

તલાકના સમયે મહિલાની ઉંમર લગભગ ૬૦ વર્ષ હતી. તેની પાસે કમાણીનું સાધન પણ ન હતું અને ન તો આ ઉંમરમાં તેને કોઈ નોકરી પર રાખવા માટે તૈયાર હતું. પરિણામે બાબત અદાલતમાં પહોચી.

એમએલે અદાલતમાં જણાવ્યું કે તે આર્થિક અછતનો સામનો કરી રહી છે, જેના પછી જજ વિક્ટોરિયા ફામાંએ નિર્ણય લીધો કે મહિલાના પૂર્વ પતિએ પોતાની ડીગ્રીધારક પત્નીને ૨૭ વર્ષ સુધી ઘરનું કામ કરવાના ભાગરૂપે ૧.૨૭ લાખ રૂપિયા આપવાનો હુકમ કર્યો.

જજે પોતાનો નિર્ણય જણાવતા કહ્યું કે સમાજમાં આજે પણ મહિલાઓ દ્વારા કરવામાં આવતા કામની કોઈ કદર હોતી નથી. તેમણે કોઈ પગાર આપવામાં આવતો નથી. એવામાં અદાલતે મહિલાની આર્થિક સ્થિતિ અને તેની ડીગ્રી જોઇને રકમ નક્કી કરી છે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment