પર્યાવરણની સુરક્ષા માત્ર વાતોથી નહિ આમ પણ થઇ શકે છે, તેના માટે જોઈએ “56” ની છાતી….

8

તમે સાંભળ્યા હશે કે વાંચ્યું હશે કેમ ખરૂ ને ! પણ પાનને ગલ્લે કે ચાની કીટલીએ ખાલી મોટી મોટી વાતો કરવાથી પર્યાવરણની જાળવણી થઇ શક્તિ નથી. તેના માટે ગાંધીજીએ કહ્યું છે તેમ શરૂઆત આપણા ઘરથી જ આપણે જાતે કરવી જોઈએ. તો ચાલો, આજે અમે તમને એક એવી સ્કુલ વિષે જણાવીએ કે તે સ્કુલના બાળકો પાસેથી સ્કુલની ફીઝના રૂપમાં રૂપિયા પૈસા નહિ પણ પ્લાસ્ટીકનો કચરો એટલે કે વેસ્ટ પ્લાસ્ટિક લ્યે છે.

દરેક મોટી સ્કૂલના સંચાલકો તેમની સ્કુલની સુવિધાઓ અને અવનવી પ્રવૃતિઓ વિષે અવાર નવાર સમાચારો આપતા રહે છે. જેમ મોટી સ્કુલ અને સગવડતાઓ વધારે તેમ તે સ્કુલની ફીઝ પણ તોતિંગ વધારે હોતતે સામાન્ય બાબત થઇ ગઈ છે. પણ આસામમાં આવેલઅનોખી, અસામાન્ય અને જરા હટકે એવી એક સ્કુલ છે જેની સૌથી મોટી ખાસિયત એ છે કે આ સ્કુલમાં અભ્યાસ કરવા આવતા બાળકો પાસેથીસ્કુલની ફીઝનાસ્વરૂપેનગદ નારાયણ નહિ પણ પ્લાસ્ટીકનો કચરો એટલે કે વેસ્ટ પ્લાસ્ટિક લેવામાં આવે છે. જી હા, તમે બરોબર વાંચું છે. અને હા, આ સ્કુલ આ સામના મોહીમાં આવેલ છે.

એક વાત ખાસ જણાવી દઈએ કે વર્ષ 2013 માં માજીન મુખ્તાર એક ખાસ પ્રોજેક્ટ માટે ન્યૂયોર્કથી ભારત આવ્યો હતો. ભારતમાં તેના કામ બાબતેતેની મુલાકાત ટાટા ઇન્સ્ટીટયુટ ઓફ સોશ્યલ સાયન્સીઝ (TISS)માં સામાજિક કાર્ય ક્ષેત્રમાં પરસ્નાતાકનો અભ્યાસ કરતી પરમીતા શર્મા સાથે થઇ. સંજોગોવસાતતે પણ શિક્ષણ ક્ષેત્રમાં કામ કરવાનું વિચારી રહી હતી. આ મુલાકાત બાદ માજીન અને પરમીતાએ સાથે મળીને સામાજિક પડકારોનો સામનો કરીને “અક્ષરા” નામની એક સ્કુલ શરૂ કરી. જેપરંપરાગત શૈક્ષણિક અને વ્યાવસાયિક શિક્ષણ વચ્ચેના અંતરની ભેદ રેખાને અને તેની ઊંડાઈના તફાવતને ભંગ કરી શકો છે. “અક્ષરા” સ્કૂલને ખોલવા માટે માજીન અને પરમીતાનો સંઘર્સ કાબીલેદાદ પ્રશંસાને લાયક છે.

પરમીતા શર્માનું કહેવું એમ છે કે અમે બંને દરેક માટે ફી વગરની એક સ્કુલ શરૂ કરવા ઈચ્છતા હતા. પરંતુ આ શૈક્ષણિક ક્ષેત્રમાં સૌથી મોટી સામાજિક અને ઇકોલોજી કલ સમસ્યાના કડવા અનુભવોનો એહસાસ થયા પછી અમે આ વિચાર પર અટકી ગયા. પરમીતા વધુમાં કહે છે કે, મને આજે પણ યાદ છે કે, કેટલાક લોકો અમારા સ્કુલની આસપાસ નકામાં વેસ્ટ પ્લાસ્ટીકના કચરાને સળગાવતા હતા જેથી અમારા ક્લાસરૂમો દરેક વખતે ઝેરીલા ધુમાડાથી કેવા ભરાઈ જતા હતા. અહિયાં તેને ગરમ રાખવા માટે વેસ્ટ પ્લાસ્ટિકને સગાવવાનો એક આદર્શ હતો. અમે બંને આ પરિસ્થિતિને બદલવા ઈચ્છતા હતા. જેથી મેં અને માજીને નક્કી કર્યું કે શાળાના વિદ્યાર્થી પાસેથી સ્કુલની ફીઝના રૂપમાં રૂપિયા પૈસા નહિ પણ પ્લાસ્ટીકનો કચરો એટલે કે વેસ્ટ પ્લાસ્ટિક લેવું અને તેના માટે વિદ્યાર્થીઓને અમે વેસ્ટ પ્લાસ્ટિક લાવવા માટે પ્રોત્સાહિત કરવાનું શરૂ કર્યું.

પરમીતા શર્માના જણાવ્યા મુજબ આ સ્કુલની સ્થાપના વર્ષ 2016 માં થઇ હતી. પરમીતાના કહેવા મુજબ અમે અનુભૂતિ કરી કે શિક્ષણને આ બાળકો માટે સામાજિક, આર્થિક અને પર્યાવરણીય રીતે પ્રાસંગિક હોવું ખાસ આવશ્યક છે, જરૂરી છે. બધા પડકારોમાંથી સૌ પ્રથમ પડકાર સ્થાનિક પ્રજાજન એટલે કે ગામમાં રહેતા લોકોના બાળકોને અમારી સ્કુલે મોકલવા માટે  બાળકોના વાલીઓને સમજાવીને રાજી કરવા તે હતો. કારણ કે આમાંથી મોટા ભાગના લોકો નજીકમાં ચાલતી પથ્થર ખોદકામની ખાણમાં મજુર તરીકે કામકરવા જતા હતા. જેથી અમારો પહેલો ધ્યેય એ હતો કે બાળકો માટે એવો પાઠ્ય પુસ્તક ક્રમ તૈયાર કરવો જોઈએ કે જે તેમની જરૂરીયાતોને પૂરી કરે અને સાથે સાથે રોજગાર અને શિક્ષણ કાર્ય પછી સર્જનાત્મક ચેઈન એટલે કે એક સાંકળ તૈયાર થાય.

હકીકતમાં, નજીકમાં ચાલતી પથ્થર ખોદકામની ખાણમાં બાળકો મજુર તરીકે કામકરવા જતા તો તેને કામ કરવાના બદલામાં રોજના 150 થી 200 રૂપિયા મળતા હતા. જેથી અમે ક્યારેય પણ આ નાણાકીય સ્વરૂપથી મેળ બેસાડી શકીએ નહિ. જેથી નાણાકીય વ્યવહારને બદલે અમેમેન્ટર પીયરટુ પીયર લર્નિગ મોડેલનો પ્રસ્તાન રજુ કર્યો. જેમાં મોટા વિદ્યાર્થીઓ નાના વિદ્યાર્થીઓ કે બાળકોને ભણાવે. તેના બદલામાં વળતર રૂપે તેને રમકડા ચોકલેટ વગેરે ચલણી નોટ્સના રૂપમાં ચૂકવવામાં આવે છે.

પરમીતાના કહેવા મુજબ રમકડાના ચલણનો ઉપયોગ નજીકની દુકાનમાં કરી શકાય છે. જેમ કે, સ્નૈક્સ, રમકડા, ચોકલેટ વગેરે જેવી નાની ચીજ વસ્તુઓની ખરીદી કરવામાં વાપરી શકાય છે. આવી રીતે બાળકોના માધ્યમથી આખા સમુદાયના સ્વાસ્થ્યને અને પર્યાવરણને નુકશાન કરતા ખતરાથી શિક્ષિત અને જાગૃત કર્યા જે ખુદ બાળકો તેનાથી જાગૃત થઇ રહ્યા હતા. ઠંડી ઋતુમાં અહિયાં મોટા ભાગના લોકો ઠંડીથી બચવા માટે વેસ્ટ પ્લાસ્ટીકના કચરાનો ઉપયોગ બોનફાયર કરવામાં વાપરે છે.

પરમીતા કહે છે , મેં અને માજીને આ જોયું તો અમે બંને દંગ રહી ગયા. જેથી અમે બંને એ આ સમુદાયના બાળકોને શિક્ષિત કરવાનો નિર્ણય કર્યો. આ સંદેશાને વધુ ફેલાવવા માટે અમે અમારી“અક્ષરા” સ્કુલના અભ્યાસ ક્રમમાં પણ એવા ફેરફાર કર્યા જેથી બાળકોને તેના વિષે વધુ સમજણ અને જ્ઞાન મળે. હવે પછી અમારે નકામા વેસ્ટ પ્લાસ્ટીકનો કચરો એકત્ર કરવો અને તેને ફરીથી રીસાયકલીંગ કઈ રીતે કરવું તે સમજાવવાનું હતું. ગ્રામજનોએ પણ તેનો અમલ તરત જ શરુ કરી દીધો.

“અક્ષરા” સ્કુલ ફક્ત 20 બાળકોથી શરૂ કરવામાં આવી હતો. અત્યારે શાળામાં 4 થી15 વર્ષના 100 બાળકો અભ્યાસ કરી રહ્યા છે. દરેક બાળક સોમથી શનિમાં ઓછામાં ઓછા 25 નકામો વેસ્ટ પ્લાસ્ટિક કચરો લાવે છે જે તેમના સમુદાતના ભવિષ્ય માટે અને પર્યાવરણ મારે લાભકારક સાબિત થશે.

પરમીતા અને માજીને વર્ષ 2018માં લગ્ન કરી લીધા છે. માજીન અને પરમીતાની ઈચ્છા છે કે દેશ ભરમાં પાંચ વર્ષમાં આવી“અક્ષરા” જેવી 100 સ્કૂલો ખોલે. આપણે આશા કરીએ કે તે બંનેની દૂરંદેશી દ્રષ્ટિ અને વિચારથી પર્યાવરણ સંબંધી સમસ્યાઓનો કૈંકહલ નીકળે. જે જીવ માત્ર મારે આવશ્યક સાબિત થશે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment