પેરીસથી ઉડવાનું હતું પાકિસ્તાન એરલાઈન્સનું પ્લેન, કૃ મેમ્બર એરહોસ્ટેસની રાહ જોતા રહ્યા, પરંતુ તે ન આવી, જાણો શું થયું એરહોસ્ટેસ સાથે ?…

37

પાકિસ્તાનથી પેરીસ પહોચેલી એરહોસ્ટેસ ખોવાઈ ગઈ, સામે આવી રહી છે આ હકીકત

પાકિસ્તાનના ઇન્ટરનેશનલ એયરલાઈન્સના વિમાનથી ફ્રાંસ પહોચેલી એક વિમાનની એરહોસ્ટેસ અચાનક ત્યાં ખોવાઈ ગઈ. એયરલાઈન્સ પ્રશાસને પેરિસના ઓફિસરોને ઇન્ફોર્મ કર્યા કે તેમની એક એરહોસ્ટેસ ખોવાઈ ગઈ છે. PIA ના પ્રવક્તા મશુદ તઝવારે પાકિસ્તાનના અખબાર ડોનને જણાવ્યું કે ૩૦ વર્ષની શાજીયા સઈદ 6 એપ્રિલે સીયાલકોટ પેરીસ ફ્લાઈટ કૃની સભ્ય હતી.

PIA ના મત અનુસાર, શાજીયા તે સમયે ખોવાઈ ગઈ હતી, જયારે પેરીસ લાહોર ઉડવાનું હતું. તેના પછી પીઆઈએના સ્ટેશન મેનેજરે પેરિસના ઓફિસરોને આ બાબતની માહિતી આપી. તેના સિવાય તેમણે એ પણ જણાવ્યું કે એયરલાઈન્સે એરહોસ્ટેસના વિરોધમાં વિભાગીત તપાસ ચાલુ કરી દીધી છે.

લાહોરની રહેનારી એરહોસ્ટેસ યુરોપમાં આશ્રય માંગી શકે છે અને તે સ્થિતિમાં PIA તેને સેવાથી હટાવી શકે છે. કૃ મેમ્બરમાં આ એરહોસ્ટેસના એક સાથીએ જણાવ્યું કે શાજીયા પેરિસમાં હોટલથી કોઈને કહ્યા વગર જતી રહી. પછી ખબર પડી કે તે બેલ્જીયમ માટે નીકળી હતી.

પહેલા પણ આવી બબત સામે આવી ચુકી છે.

મીડિયા રીપોર્ટ મુજબ, તેણે બેલ્જીયમ જતા પહેલા નોકરીથી રાજીનામું આપી દીધું હતું, પરંતુ એયરલાઈન્સે તેની નોંધ લીધી ન હતી. છતાં પણ યુરોપ અને નોર્થ અમેરિકામાં PIA ના કૃ સભ્યોનું એક પછી એક ગાયબ થઇ જવું એ કોઈ નવી વાત નથી. ગયા વર્ષે સપ્ટેમ્બરમાં એક અન્ય એયરહોસ્ટેસને ઇન્ટરનેશનલ રૂટ પર મુસાફરી કરતા રોકી દેવામાં આવી હતી, જે પોતે પણ બે વર્ષ પહેલા કેનેડાથી ખોવાઈ ગઈ હતી.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment