પરદેશમાં રહેતા ભારતીય સાથે લગ્ન કરતા પહેલા આટલું વિચારો, જાણો અને સમજો

73

ભારતમાંથી પરદેશ જઈને વસનારા લોકોની સંખ્યામાં વધારો થવાની સાથે સાથે વિદેશમાં વસનારા ભારતીયો સાથે લગ્નોની સંખ્યામાં પણ ઉત્તરોત્તર વધારો થતો જોવા મળે છે. તેના પરિણામના ફળ સ્વરૂપે લગ્નોમાંથી ઉદ્ભવતી સમસ્યાઓમાં પણ અનેક ગણો વધારો થતો જાય છે. બિનનિવાસી ભારતીયો સાથેના લગ્નની બાબતમાં ફક્ત ભારતીય કાયદા કાનુન જ નહિ પણ વિદેશની વધુ જટિલ કાનૂની પ્રથા સાથે જોડાયેલા પ્રાઇવેટ ઇન્ટરનેશનલ લો પણ લાગુ પડતા હોય છે. પરદેશમાં વસતા યુવક કે યુવતી સાથે લગ્ન કરવા સમયે ધ્યાનમાં રાખવામાં આવતી સામાન્ય અને પરંપરાગત બાબતો તપાસવાનું પણ વડીલો ચુકી જાય છે. અથવા તો તે તરફ ખાસ ધ્યાન આપતા નથી. આમ ઘણીવાર યોગ્ય કાળજી અને સાચી માહિતીના અભાવે બંને પક્ષે રાખવામાં આવેલી અપેક્ષાઓ પૂરી ન થતા કે અન્ય કારણોસર લગ્નમાં ભંગાણ પડે છે. આવા કિસ્સાઓમાં સામાન્ય રીતે આ સમસ્યાઓ ઊભી થવાની શક્યતાઓ રહેલી જણાય છે.

૧.) જુદા જુદા કારણોસર પતિ પત્નીને કે પત્ની પતિને છોડી દયે છે.

૨.) ઘરેલું હિંસા કે ઘર કંકાસ કારણરૂપ બને છે.

૩.) લગ્નેત્તર કે પતિ પત્નીના અન્ય બીજી વ્યક્તિ સાથેના ઘરબહારના શારીરિક સંબંધો.

૪.) પતિ કે પત્નીના વિઝા અને/અથવા ઈમિગ્રેશન મેળવવામાં થતો વિલંબ.

૫.) પતિ કે પત્ની તરફથી એક પક્ષીય કે એક તરફી છુટા છેડા.

ભારતમાં રહેતા યુવક કે યુવતીઓના વડીલોએ પરદેશમાં રહેતા યુવક કે યુવતી સાથે લગ્ન કરાવતા પહેલા આટલું જાણી લેવું.

૧.) વિદેશમાં લગ્ન કરાવતા પહેલા વિદેશ સાથે જોડાયેલ સાંસ્કૃતિક, સામાજિક અને કાયદાકીય કાનૂની પાસાઓની પૂરતી જાણકારી મેળવી લેવી.

૨.) ભાષા, ખોરાક, સંસ્કૃતિ, જીવનશૈલી, ટાઈમઝોનનો તફાવત, હોમસિકનેસ, વાતાવરણ, નાણાકીય અને સામાજિક પૂર્વ ધારણાઓ, રોજગાર, તબીબી સુવિધાઓઅને આરોગ્યલક્ષી વીમો.

૩.) પરદેશમાં રહેતા યુવક કે યુવતીનો ભૂતકાળ અને તેના દસ્તાવેજો બારીકાઈથી તપાસવા અને સાચા હોવાની ખાતરી કરવી. જેમાં યુવકના વિઝા, પાસપોર્ટ, વોટર અથવા એલીયન રજીસ્ટ્રેશન કાર્ડ, સોશ્ય સીક્યુરીટી નંબર, અગાઉના ત્રણ વર્ષના ટેક્સ રીટર્ન્સ, બેંક એકાઉન્ટસને લગતા પેપર્સ અને મિલકતને લગતા દસ્તાવેજોની ચકાસણી કરવી.

૪.) બિન નિવાસી ભારતીય પતિ કે પત્નીના લગ્ન સંબંધિત અધિકારો તેમજ સામાન્ય અધિકારોની જાણકારી અને સ્ત્રીઓના વિશેષ અધિકારોની માહિતી. પ્રાઇવેટ ઇન્ટરનેશનલ લો વિશેની જાણકારી મેળવવી.

૫.) છૂટાછેડા મેળવવા માટેના જરૂરી આધાર પૂરાવાઓ, પરસ્પર એકબીજાની સહમતીથી છૂટાછેડા લેવા માટેના યોગ્ય કારણો, છૂટાછેડા માટે નહિ પણ અલગ અલગ રહેવા માટે અદાલતમાં દાદ માંગવા માટેના વ્યાજબી કારણ અને દામ્પત્ય જીવનના અધિકારોની પુન: સોપણી મેળવવાનો અધિકાર.

૬.) સ્ત્રીઓને થતી ઘરેલું હિંસા જેવી કે શારીરિક, માનસિક, ભાવનાત્મક, શાબ્દિક, સામાજિક, જાતીય અને આર્થિક સતામણી સામે રક્ષણ આપતા કાનૂની અધિકારીની જાણકારી.

૭.) સ્ત્રીઓના લગ્ન સંબંધી અને જીવનનિર્વાહ સંબંધી અધિકારો અને બાળકનો કબજો મેળવવા માટેનો અધિકાર, છુટાછેડા કેસની અદાલતી કાર્યવાહી દરમ્યાન જીવનનિર્વાહનો ખર્ચ મેળવવાનો અધિકાર.

૮.) દહેજ પ્રતિબંધ અધિનિયમ દહેજની વ્યાખ્યાની જાણકારી મેળવવી, દહેજ માટેનાકોઈ કરાર થઇ શકતા નથી કે કાયદેસર હોતા નથી, સ્ત્રી ધન વિશેની જાણકારી,દહેજ પ્રતિબંધ અધિનિયમ અંગે ભારતીય દંડ સંહિતા, દહેજ અંગે સજા, ઘરેલું હિંસા અધિનિયમ વગેરેની જાણકારી મેળવવી.

૯.) લગ્નની નોંધણી કરવા માટેની કાર્યપદ્ધતિ વિશે જાણકારી મેળવવી. લગ્નના રજીસ્ટ્રાર કોણ હોય ? તેનું કાર્ય શું ? વગેરે વિશે જાણકારી મેળવવી

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment