પંજાબી મસાલા છોલે બનાવવાનો સૌથી સરળ ઉપાય, ખાવાવાળા પણ કહેશે શું સ્વાદ છે…

23

સામાન્ય રીતે દરેક લોકોને ચોળે ખાવાનું પસંદ હોય છે. કોઈને છોલે ભટુરે તો કોઈને પૂરી છોલે પસંદ હોય છે, તો કોઈ આને પરાઠાની સાથે ખાવાનું પસંદ કરે છે. છોલે બનાવવાની ઘણી રેસિપી હોય છે, પણ પંજાબી છોલેની વાત અલગ જ હોય છે.આવો જાણીએ બેસ્ટ કડાઈ છોલે બનાવવાની સરળ રેસિપી

પંજાબી કડાઈ મસાલાછોલે બનાવવાની સામગ્રી

કાબોલી ચણા 1 કપ, લીલી કોથમીર ૩ ચમચી, જીરું ¼ નાની ચમચી, આદુ લાંબુ કાપેલું, ધાણા જીરું પાવડર 1 નાની મરચી, આમચૂર પાવડર ¼  નાની ચમચી, ગરમ મસાલા પાવડર ¼ નાની ચમચી, ટામેટા 2, અજમો ¼ નાની ચમચી, લીલા મરચા 5 (2 નાની કાપેલી અને ત્રણ લંબાઈમાં કાપેલી), લાલ મિર્ચ પાવડર ½ નાની ચમચી, બેકિંગ પાવડર 1/8 નાની ચમચી, મીઠું 1 નાની ચમચી

પંજાબી મસાલા છોલે બનાવવાની રીત

પંજાબી ચોલેને બનાવવા માટે એક રાત પહેલા ચણાને ધોઈને પાણીમાં પલાળવા માટે રાખી દો. આગળના દિવસે ચણાને ધોઈને કુકરમાં પાણી, મીઠું, બેકિંગ સોડા અને એક ટી બેગ નાખીને ઉકાળવા માટે રાખી દો. ચારથી પાચ સીટી થઇ ગયા બાદ ગેસને બંધ કરી દો અને ચણાને પ્રેશર કુકરમાં જ પાકવા દો.

હવે ટમેટાને મોટા બટકા કાપી લો. એક પેનમાં 2 ટેબલસ્પુન ઘી નાખીને ગરમ કરી લો પછી તેમાં જીરું નાખો. જીરાને શેક્યા બાદ અજમો નાખો. હવે તેમાં કાપેલી લીલું મરચું અને લંબાઈમાં કાપેલું લીલું મરચુ અને આદુ નાખીને હળવી રીતે શેકી લો.

હવે તેમાં ચણા નાખી દો. ત્યારબાદ તેમાં સ્વાદાનુસાર મીઠું, લાલ મિર્ચ પાવડર, ધાણા જીરું પાવડર, ગરમ મસાલા પાવડર,આમચૂર પાવડર, કાપેલા ટામેટા અને ઝીણું કાપેલી લીલી કોથમીરને નાખીને સારી રીતે મિકસ કરી લો. તમારા પંજાબી છોલે બનીને તૈયાર છે. તમે તેને તંદુરી રોટી, પૂરી, પરોઠા અથવા લચ્છા પરાઠા સાથે સર્વ કરી શકો છો.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment