પાણીપુરી બહુ જ ભાવે છે ? પણ આ નહિ જાણતા હો પાણીપુરી વિશે, જાણીને ચક્રાવા લાગશે તમારો મગજ…

43

પાણીપુરી એક એવી ડીસ છે જેનો વિચાર આવતા જ મોઢામાં પાણી આવી જાય છે. આ ઇન્ડિયન સ્ટ્રીટફૂડના ચાહકો ઘણા છે. કદાચ જ કોઈ એવું હશે જેને પાણીપુરીનો સ્વાદ પસંદ ન હોય. ઘણા લોકોને ઘઉંના લોટની પૂરી પસંદ છે તો ઘણા એવા પણ છે જેને રવાના લોટની પૂરી પસંદ છે.

ભારતના લગભગ બધા વિસ્તારોમાં આ મળી આવે છે. જો કે અલગ અલગ વિસ્તારોમાં આને અલગ અલગ નામથી ઓળખાય છે. જેમ કે મહારાષ્ટ્ર, ગુજરાત, મધ્યપ્રદેશ, તમિલનાડુ, કર્ણાટક અને નેપાળમાં આને પાણીપુરીના નામથી ઓળખાય છે. ભારતના પૂર્વ બાજુના રાજ્યોમાં આને ફૂચકાનું નામ આપવામાં આવ્યું છે. ગુજરાત અને કચ્છના અમુક ભાગમાં પકોડીના નામથી ઓળખાય છે. આની સાથે સાથે જ ક્યાંક ગુપચુપ, ક્યાંક ફૂલકી તો ક્યાંક પાણીના બતાસાના નામથી પણ આ પ્રખ્યાત વ્યંજન પ્રસિદ્ધ છે.

હવે પશ્નો આવે છે કે ગોલ ગપ્પાને ઈંગ્લીશમાં શું કહેવાય છે ? શું તમે કહી શકશો કે ઇંગ્લીશમાં આને ક્યાં નામથી બોલવામાં આવે છે ? કદાચ આનો જવાબ આપવો કોઈના ગજ્જાની વાત નથી. આવું એટલા માટે કે આ એક ભારતીય આઈટમ છે અને આનું અંગ્રેજીમાં કોઈ નામ નથી, પરંતુ ઇંગ્લીશના અમુક ડીક્ષનરીમાં આના શેપને ધ્યાનમાં રાખીને અમુક ઈંગ્લીશ નામ આપવામાં આવ્યા છે. તો ચાલો જાણીએ એ નામ ક્યાં છે ?

Water Balls, Fried Wheaten Cake, fried Puff-pastry balls, Watery Bread, Crisp Sphere આ છે પાણીપુરીના અંગ્રેજીમાં નામ

જો કે આ નામ ખાલી ડીક્ષનરી સુધી જ મર્યાદિત છે કારણ કે લોકો અંગ્રેજીમાં પણ આને ગોલગપ્પા અથવા પાણીપુરીના નામે ઓળખે છે. આ બધા નામના ચક્કરમાં પડવા કરતા તેનો ખાટો મીઠો અને ચટપટો સ્વાદનો આનંદ માણીએ

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment