પલાઠી મારીને ધ્યાન લગાવવાના ફાયદાઓ જાણી લો, અને આજે જ તમે પણ શરુ કરી દો…

42

ભારતમાં લોકોની સંખ્યા ઘણા પ્રમાણમાં છે, જેને પલાઠી મારીને બેસવાનો અભ્યાસ છે ( હા પણ તે સંખ્યા ઓછી થતી રહે છે), પણ ભારતની બહાર પલાઠી મારીને બેસવાવાળા વધારે નથી. પછી પણ તેને ઓમનું જપ કરવાનું શીખવવામાં આવે છે. ચિકિત્સા વૈજ્ઞાનિકોનું કહેવું છે કે થોડી વાર રોજ પલાઠી મારીને બેસવાથી જુના દુખાવા, ચિંતા અને તણાવમાં છુટકારો મેળવવામાં મદદ મળે છે.

ચિકિત્સા વિજ્ઞાની અને હળુરોગ વિશેષજ્ઞ ડો. હરબટ બેનસન પાછલા ત્રીસ વર્ષથી સ્વાસ્થ્ય પર ધ્યાનની અસર પર શોધ કરી રહ્યા છે. તેના પ્રયોગ અને નિષ્કર્ષ બતાવે છે કે ધ્યાન તેનું કામ કરે છે. ધ્યાન કરતી વખતે એમઆરઆઈ નામની મગજનું સ્કેન એ દર્શાવે છે કે વ્યક્તિ મેટાબોલીજમની ક્ષમતા અને હદયની ધડકનને નિયંત્રિત કરવાવાળા ક્ષેત્રોમાં ગતિવિધિ વધી જાય છે.

શોધમાં એ પણ સામે આવ્યું છે કે ખુરશી પર બેસીને અથવા ઉભા રહીને કરવામાં આવેલ ધ્યાનની તુલાનામાં, બેસીને કરવામાં આવેલું ધ્યાન વધારે અસરકારક છે. પલાઠી મારીને બેસવાથી એકાગ્રતાની સાથે સાથે માનસિક શક્તિઓમાં વધારો થાય છે. અટલાંટા ના એમોરી હેલ્થકેર ના મનોચિકિત્સક સ્ટેન ચેપમેનની નજીક 12 વર્ષ વર્ષ પહેલા કરવામાં આવેલી ભારતયાત્રાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. યાત્રા વખતે તે યોગ વિદ્યાલય પુદુચેરીના સ્વામી અનીર્વાનને પણ મળ્યા હતા.તેઓએ કહ્યું કે પલાઠી મારીને ધ્યાન કરવાથી શરીરના સાત ચક્રોને સક્રિય કરવામાં સહાયતા મળે છે. પોતાના પ્રયોગો અને અનુભવનો હવાલા આપતા ચેપમેનએ કહ્યું કે પલાઠી મારીને કરવામાં ધ્યાનથી વિશ્રામની જેવીક પ્રતિક્રિયા હોય છે. આ અનુભવો પ્રમાણે જોતા ધ્યાન સાધનાના નવા વિદ્યાર્થી ઘુટણોમાં અથવા પગ વાળીને બેસવામાં તકલીફ હોવા છતાં પણ પલાઠી મારીને બેસવાનું શીખી રહ્યા છે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment