પાકિસ્તાનમાં ડોક્ટરની બેદરકારીથી 400 થી વધુ લોકો એચઆઈવી પોજીટીવના થયા શિકાર, તમારા પગ નીચેથી જમીન ખચી જશે પૂરી વાત જાણીને…

15

ઉત્તરી પાકિસ્તાનના એક ગામમાં સેકડો લોકો કહેવાનુસાર એચઆઈવીથી પીડિત થઇ ગયા છે. એવું એટલા માટે કેમ કે અહી એક ડોકટરે દુષિત સીરીજનો ઉપયોગ કર્યો છે. આ બીમારીની જપેટમાં ન માત્ર મોટા લોકો પરંતુ બાળકો પણ આવી ગયા છે. બાબતના પાકિસ્તાનના લરકાનાની છે.

ગયા મહીને વહીવટીતંત્રને શહેરના બહારના ભાગમાં ૧૮ બાળકોના એચઆઈવી પોજીટીવ હોવાનું સુચના મળી હતી. તેના પછી વ્યાપક સ્તર પર તપાસ થઇ અને ડોક્ટરની બેદરકારી સામે આવી.

સ્વાસ્થ્ય અધિકારીનું કહેવું છે કે ૪૦૦ થી વધુ લોકો એચઆઈવી પોજીટીવ જોવા મળ્યા છે. એમાંથી મોટાભાગે બાળકો છે. વિશેષજ્ઞોનું કહેવું છે કે પાકિસ્તાનમાં આ સંખ્યા વધી શકે છે. આ ગરીબ ગામના લોકો ઘણા ભયભીત થયેલા અને ગુસ્સામાં છે. અધિકારીઓનું કહેવું છે કે આ ઘટના સ્થાનીય બાળ રોગ ચિકિત્સકીય બેદરકારીના કારણે થઇ છે.

અહી ડોકટરોનું કહેવું છે કે હજારોની સંખ્યામાં લોકો તેમની પાસ નિદાન માટે આવી રહ્યા છે. તેમના નિદાન માટે કર્મચારી અને સાધનોની અછત છે.  અહી પોતાના બાળકોને લઈને આવી રહેલા માતાપિતા ઘણા ભયભીત થયેલા છે. ઘણાનો ભય હકીકતમાં બદલાય રહ્યો છે. આશ્ચર્યની વાત એ છે કે એક વર્ષના બાળક પણ આ બીમારીની જપેટમાં આવી ગયા છે. લોકો ડોક્ટર પર ગુસ્સો કાઢી રહ્યા છે, જેના કારણે બાળકોને આ બીમારી થઇ છે.

અહી રહેનાર ઈમામ જાદીના પૌત્રને એચઆઈવી થઇ ગયો છે, જેના પછી તે પોતાના ઘરના બધા બાળકોને તપાસ માટે લાવી છે. તેમનો આખો પરિવાર ભયભીત થયેલો છે. ગરીબ દેશ પાકિસ્તાનમાં લોકો આ બીમારીને લઈને વધુ જાગૃત નથી, તેમજ અહી તેન નિદાન પણ સરળતાથી થઇ રહ્યું નથી.

લોકોના જીવન પર સંકટ ???

પાકિસ્તાન એક એવો દેશ છે જ્યાં એચઆઈવીને લઈને ઓછો પ્રચાર પ્રસાર થાય છે. પરંતુ બીમારીનો દર વધતો જાય છે.  સંયુક્ત રાષ્ટ્રની રીપોર્ટ મુજબ પાકિસ્તાન એશિયાનો બીજો દેશ છે, જ્યાં એચઆઈવીનો દર સતત વધતો જાય છે. ૨૦૧૭ માં ૨૦ હજાર એવી બાબત પાકિસ્તાનમાંથી જ હતી.

મોંઘવારીના સમયમાં આ દેશના લોકો નિદાન કરાવા માટે પણ સક્ષમ નથી. અહી ગરીબીનું સ્તર પણ વધતું જઈ રહ્યું છે. યુએનઆઈડીએસની રીપોર્ટમાં કહેવામાં આવ્યું છે, “અમુક સરકારી રીપોર્ટ મુજબ આખા દેશમાં છ લાખ બનાવતી ડોક્ટર કામ કરી રહ્યા છે અને એમાં લગભગ ૨ લાખ ૭૦ હજાર સિંધ રાજ્યમાં કામ કરી રહ્યા છે.

સિંધ એડ્સ કંટ્રોલ પ્રોગ્રામ રાજ્યના મેનેજર સિકંદર મેમેનનું કહેવું છે, ‘પૈસા બચાવવા માટે બનાવટી ડોક્ટર એક જ સીરીજથી ઘણા દર્દીનું નિદાન કરે છે. જે એચઆઈવીને વધારવાનું મુખ્ય કારણ છે.” એક વિશેષજ્ઞનું કહેવું છે કે મોટી સંખ્યામાં અયોગ્ય ડોક્ટર એક જ સીરીજનો ઘણીવાર ઉપયોગ કરે છે. જેના કારણે આ બીમારી ફેલાઈ રહી છે.”

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment