પાનના પાંદડામાં છુપાયેલા છે ઘણા ઔષધીય ગુણ, તમે પણ જાણી લો આ માહિતી…

19

ઉતર ભારતમાં પાન ઘણું પ્રસિદ્ધ છે અને લોક સંસ્કૃતિનો પણ હિસ્સો રહી ચુક્યા છે. પણ બનારસનું હોય કે કાનપુરનું લોકો શોખ માટે ખાય છે. સ્વાદ બદલવાવાળા પાન અને તેમાં ઉપયોગ થવાવાળી ઘણી વનસ્પતિઓમાં ઘણા પ્રકારના ઔષધીય ગુણ છે, જેના વિશે ખુબ ઓછા લોકો જાણે છે.

પાનના પાંદડાના ફાયદા

પાનના પાંદડાનો ઉપયોગ પૂજા પાઠ અને હવનમાં પણ કરવામાં આવે છે. પાન ભારતીય સંસ્કૃતિનો ભાગ હોવા સાથે એક મહત્વપૂર્ણ ઔષધી પણ છે. પાનાના પાંદડાઓમાં પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ, કૈલ્શિયમ, ફોસ્ફોરસ, લોહ, આયોડીન અને પોટેશિયમ જેવા તત્વો પણ મળી આવે છે. શરદી, ઉધરસ અને તાવ આવવા પર સેકેલી હળદરનો ટુકડો પાનમાં નાખીને ખાવાથી આરામ મળે છે. આંગળીઓમાં સોજાની ફરિયાદ ઘણા લોકોને રહે છે, તેને ઓછી કરવા માટે પાનના પાંદડઓને ઓછી કરવા માટે પાનના પાંદડાઓને આંગળી પર લપેટવાથી લાભ મળે છે. જેની પાયરીયાની ફરિયાદ છે તો પાનના એક પાંદડામાં નાનો કપૂરનો ટુકડો નાખીને ચાવો અને પ્રવાહીને થુકતા જાઓ. ભૂલીને પણ પાનના પ્રવાહીને ન ગળો.

વરિયાળીના ફાયદા

ખાધા બાદ વરિયાળી ખાવી, પાણીમાં વરિયાળી નાખીને પીવું અથવા વરિયાળીવાળી ચા પીવી જો તમને પસંદ છે તો તમે સ્વાસ્થ્ય તરફ અગ્રેસર છે. જાણ્યા અજાણ્યે વરિયાળી ખાવા તમને સારું લાગતું  હોય પણ શું તમે જાણો છો તેના કેટલા બધા ફાયદાઓ છે. વરિયાળી પાચનમાં મદદ કરે છે. તે ઉપરાંત પેટમાં ગૈસની તકલીફ હોય, પેટ ફૂલ લાગી રહ્યું હોય, તો વરિયાળીથી રાહત મળી શકે છે. વરિયાળી એક ખુબ જ અસરકારક એટાસીડ પણ છે. વરિયાળીમાં કોપર, પોટેશિયમ, ફોસ્ફરસ, કૈઇલ્શિયમ, ઝીંક, મૈગઝીન, આયરન, સેલેનીયમ અને મેન્નીશિયમ જેવા મિનરલસથી પણ ભરપુર હોય છે. વરિયાળી ખાવાથી હદયના સ્વાસ્થ્યને ઘણા ફાયદાઓ થઇ શકે છે, કારણ કે તે ફાઈબરથી ભરેલા હોય છે. ફાઈબર તે પોષક તત્વ હોય છે જે ઊંચા કોલેસ્ટ્રોલ જે હદયરોગના જોખમી કારકોને ઓછા કરવા માટે સહાયક છે.

એક અધ્યયનમાં, સ્તનપાન કરાવવાવાળી મહિલાઓને ચા પીવા માટે વરિયાળી પાવડરના 7.5 ગ્રામ, કાળી ચા ના ૩ ગ્રામ, જે શિશુઓની માતા ચા પીવે છે, તેની ફીડીંગ ફ્રીક્વેન્સી, વેટ ડાયપરની સંખ્યા, સૌચની આવૃત્તિ, વજન વધારવો અને બાળકના માથાની પરિધિમાં થોડીક વધારે વૃદ્ધિ થાય છે.

સોપારીના ફાયદા

પણની સાથે લેવામાં આવતી સોપારીના પણ ઘણા બધા ફાયદા છે. સોપારીના નાના નાના ટુકડા પાણીમાં ઉબાડીને અને જયારે પાણી અડધું રહી જાય ત્યારે તેને ગાળીને પી લો, આવું સવાર સાંજે રોજ કરવાથી અમાશય એન આંતરની કમજોરીથી થવાવાળા દસ્ત બંધ થઇ જાય છે. સોપારીના નાના ટુકડાને કાપી લેવામાં આવે અને હલકું એવું હલાવીને તેનું ચૂર્ણ બનાવી લેવામાં આવે અને તેનું મંજન કરવામાં આવે તો દાંતમાં દુઃખાવાથી આરામ મળે છે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment