ઓફીસની રજામાં ઇમેલ ચેક ન કરો, કારણ જાણી લેશો તો ક્યારેય પણ હાથ નહી લગાવો…

7

રજાના દિવસોમાં તમે ઓફિસનું કોઈ કામ કરો કે ન કરો, પણ તમે ત્યાના ઈમેલ જોતા રહો તો કામથી અલગ નહિ થઈ શકો. કોઈ નોકરીવાળા આદમી માટે વિકેન્ડની રજા પહેલા ઓફીસનું કોમ્પ્યુટર લોગ ઓફ કરવા સિવાય કોઈ બીજો સમય નથી. કોમ્પ્યુટર બંધ તો સમજો કામ બંધ. ઈમેલ બંધ અને તેની સાથે આવવાવાળો તણાવ પણ બંધ, પણ આવું થઇ નથી શકતું.

વિશેષજ્ઞોને લાગે છે કે અમે કામથી દુર થઇ જ નથી શકતા. રજાના દિવસે પણ અમે ઘરે ઓફીસના ઈમેલ જોતા રહી છીએ, જેના ગંભીર પરિણામો થઇ રહ્યા છે. અસામાન્ય રીતે વધારે કામ કરવાથી ડીપ્રેસન ચીડચિડીયાપણું, અને ત્યાં સુધી કે હદય રોગ પણ થઇ શકે છે. અઠવાડિયાના અંતમાં મળેલી રજા પર કામ કરવાની ક્ષમતાને બનાવી રાખવા માટે અને કઈક નવું કરવા માટે ખુબ જ જરૂરી છે, પણ નોકરીની વધારે જરૂરિયાતો આપણને ઓફિસથી અલગ જ થવા દેતી નથી.

રજાના દિવસે ઈમેલ શા માટે ?

રોમેન ગોર્નાડ ફ્રાન્સની એક આઈટી સર્વિસ પ્રોવાઇડર કંપની ‘સ્માઈલ’ માં ટેકનીકલ એક્સપર્ટ છે. ગોર્નોડે શરૂઆતમાં ઓફીસના ઈમેલ એટલા માટે જોવા હતા તેથી કોઈ મહત્વપૂર્ણ સુચના છુટી ન જાય, પણ હવે તેને તેની આદત થઇ ગઈ છે. ગોર્નોડ હવે ફેસબુક અથવા ટ્વીટર ટાઇમલાઈનની જેમ ઓફીસના ઈમેલ પણ ચેક કરે છે. ફ્રાન્સની સરકારે સપ્તાહાતની રજાઓને બચાવવા માટે પાછલા વર્ષે એક મોટો નિર્ણય કર્યો હતો.

ફ્રાન્સે એક કાનુન બનાવ્યો જેના દ્વારા 50 અથવા વધારે કર્મચારીઓ વાળી કંપનીના લોગ ઓફિસમાં કામના કલાકો પૂરા કર્યા બાદ ઈમેલ ચેક કરવા માટે મજબુર નથી. સપ્ટેમ્બર 2015માં આવેલી એક રીપોર્ટમાં જણાવવામાં આવ્યું હતું કે સુચનાઓની વધારે મહત્વ ફ્રાંસના કામકાજ કરનારા વ્યક્તિઓનું સ્વાસ્થ્ય બગાડી શકે છે. ત્યાર બાદ ફ્રાંસ સરકારે ‘રાઈટ ટુ ડિસ્કનેકટ’ કાનુન બનવ્યો.

રજા છે તો થકાન મટાડો

જર્મન ઓટો કંપની ફોક્સવેગન તે પસંદીદા કંપનીઓમાં સામેલ છે કે, જેઓએ શરૂઆતથી જ આ વાત માની લીધી. ફોક્સવેગન કંપનીએ નિયમ બનાવ્યો છે કે કોઈ પણ કર્મચારીને કામ શરુ થયાના અડધી કલાક પહેલા અને કામ ખતમ થયાના અડધી કલાક પછી કોઈ ઇમેલ મોકલવામાં નહિ આવે. વીકેન્ડમાં પણ કોઈ ઈમેલ મોકલવામાં નહિ આવે. ઓટો કંપની ડેમલરના કર્મચારીઓ રજાના દિવસે પોતાનું ઈમેલ નથી ખોલી શકતા.

સામંતા રુપેલ જર્મનીમાં બે પાર્ટ ટાઇમ જોબ કરે છે કે યુનિવર્સીટીમાં અને બીજી ચેરીટીમાં. રુપેલને ઓફીસ તરફથી એક લેપટોપ આપવામાં આવ્યું છે. તે તેને સારું લાગે છે તો લેપટોપને તેને ઓફીસ ડેસ્ક સાથે બાંધી દીધું. તે કામથી અલગ થઇ જ નથી શકતી. “વીકેન્ડમાં પણ ઈમેલ ચેક કરવાની સુવિધા સારી છે પણ ઘણી વાર લોકો એટલા માટે કામ છોડી ડે છે કારણ કે તે જાણે છે કે તમે દરેક કલાકે જોડાયેલા છો.”

સ્માર્ટફોને બગડ્યું બેલેન્સ

મેન્ચેસસ્ટર બીઝનેસ સ્કૂલમાં મનોવૈજ્ઞાનિક ના પ્રોફેસર અને સિઆઇપીડીના પ્રેસિડેન્ટ કેરી કુપર તેના માટે સ્માર્ટફોનને જવાબદાર ગણાવે છે. “તમે ડીનર માટે બહાર જાવ છો તો તમારું લેપટોપ નથી લઇ જઈ શકતા, પણ મોબાઈલ ફોન હંમેશા સાથે રાખો છો. આ સ્માર્ટફોને જ બધું બદલી નાખ્યું છે.” લેહાઈ યુનિવર્સીટીની એસોસિયેટ પ્રોફેસર લ્યુબા બેલ્કીન જણાવે છે કે, “ઓફીસના ઈમેલ જોવાની ઉપેક્ષા જેટલી વધારે હશે, તેના પર ખર્ચ થવાવાળો સમય પણ એટલો જ હશે અને ભાવાત્મક થાકન પણ વધારે હશે.”

ઈમેલ્વારે વારે ન જોવો તો પણ અસર પડે છે. બેલ્કીન જણાવે છે કે, “ તમે તેના પર કેટલો સમય ખર્ચ કરો છો તેનાથી કઈ ફર્ક નથી પડતો તમે તેને જોવો તો પણ નકારાત્મક અસર થાય છે.” બેલ્કીન અને સહયોગીઓએ બે રીસર્ચ પેપર પર બતાવ્યું છે કે જો તમારામાં ક્યારેય પણ ઓફીસના ઈમેલ જોવાની ઉમ્મીદ થાય છે તો તેનાથી બેચેની વધે છે. તમારા માટે અને તમારા પરીવાર માટે પણ. વર્જીનીયા ટેક યુનીવર્સીટીના રિસર્ચમાં તારણ મળ્યું કે જે લોકો રજામાં ઓફીસના ઈમેલ નથી જોતા, પણ તેને આવું કરવાની અપેક્ષા કરવામાં આવે છે તો ગભરાહટ રહે છે.

પરિવાર અને દોસ્તો પર અસર સિવાય સ્વાસ્થ માટે પણ ગંભીર બીમારી ઉભી થાય છે. યુનીવર્સીટી કોલેગ લંડનની પ્રોફેસર અન્ના ફોકસ જણાવે છે કે,”જો તમે ઓફીસના કામમાં અલગ ન થતા હોય તો થકાનથી પણ ઉભરી શકતા નથી.” શરૂઆતમાં તેની અસર તમારા ઉત્પાદકતા પર પડે છે. જયારે તમે કામ કરો છો તો થાકેલા હોવ છો. જો તમે આ થાકાનમાંથી બહાર ન નીકળી શકો તો તમામ પ્રકારની શારીરિક અને માનસિક સમસ્યાઓ થવા લાગે છે.”

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment