ઓફીસના AC માં શા માટે લાગે છે મહિલાઓને વધારે ઠંડી, જાણો આ માહિતી….

21

ઓફિસમાં હંમેશા જોવામાં આવ્યું છે કે ગરમીઓની ઋતુમાં જયારે એસી ખુબ જ ઓછા તાપમાન પર ચાળે છે તો ઘણી બધી મહિલાઓ ઠંડીથી પરેશાન થઈને સ્ટોલ વગેરે પાસે રાખે છે. પણ શું તમે જાણવાનો પ્રયત્ન કર્યો છે કે આવું શા માટે થાય છે. હાલમાં જ થયેલા એક શોધ વિશે રોચક તથ્યો વિશે ખબર પડી છે. તો આવો જાણીએ શું કહે છે શોધ.

ગરમીના મહિનામાં જયારે પણ ઓફીસમાં ખુબ જ ઓછા તાપમાને એસી ચાલે છે તો સૌથી વધારે ઠંડી મહિલાઓને લાગે છે. આ વિશે શોધમાં આ વાત સામે આવી છે કે મહિલાઓ વધારે તાપમાનમાં સારું પરફોમ કરે છે. જયારે પુરુષો ઓછા તાપમાનમાં ખુબ જ સારું પરફોર્મન્સ આપે છે.

શોધમાં અંદાજે 500 લોકોનો સમાવેશ થાય છે, જેમાં 24 ગ્રુપ બનાવવામાં આવ્યા હતા. આ ગ્રુપથી 61 થી 91 ડીગ્રી ફારેનહાઈટ પર ઘણા સવાલ કરવામાં આવ્યા. અંતમાં તે જ પરિણામ નીકળ્યું કે મહિલાઓએ વધારે ત્પ્મ્ન પર ખુબ જ સારું પરફોમ કર્યું. શોધમાં એ વાત સામે આવી કે ઠંડીમાં મહિલાઓની પ્રોડ્કટીવીટી પર અસર પડે છે.

મહિલાઓને વધારે ઠંડી લાગવાના કારણે તેના શરીરની સંરચના થાય છે. મહિલાઓમાં મેટાબોલિક રેટ ઓછો થાય છે અને તેનું શરીર ઓછુ હીટ રીલીઝ કરે છે એટલા માટે તેના શરીરમાં ગરમાહટ ઓછી હોય છે. આશ્ચર્યની વાત એ છે કે મહિલાઓને એટલું કામ કરવા ઉપરાંત ઓફીસના એસીનું તાપમાન પુરુષો અનુસાર સેટ થાય છે.

મહિલાઓ મતે ઉચિત તાપમાન 77 ડીગ્રી ફોરેનહાઈટ એટલે કે 25 ડીગ્રી સેલ્સિયસ તાપમાન હોય છે જયારે પુરુષો માટે 72 ડીગ્રી ફોરેનહાઈટ એટલે કે 22 ડીગ્રી સેલ્સિયસ સાચું હોય છે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment