*ખુશી ક્યાં છે??* – ખરેખર કોઈની પાછળ આપણું બધું આપણે છોડી દેવું ના જોઈએ..

1369

ખુશી ક્યાં છે??

રાધિકા એટલે સુંદર સુશીલ સંસ્કારી છોકરી. બધા જ કામમાં એકદમ હોશિયાર. એક મોટા કુટુંબમાં ઉછેરાયેલી છોકરી અને નાનાં-નાનાં સપનાઓ જોતી. મર્યાદાઓનું હંમેશા ખ્યાલ રાખતી અને ઘરના કામ માં એક્કો. બોલવાનું ઓછું, સાંભળવાનું અને સમજવાનું વધારે. આવા કંઇક સ્વભાવની હતી રાધિકા.

ગામડામાં ઉછેર હતો, આથી ફેશનેબલ કપડાં થોડા પહેરાય ? એવી ગામ લોકોની માન્યતા હતી. ધોરણ ૧૨ સુધી ગામડામાં અભ્યાસ કર્યા પછી, ઉચ્ચ અભ્યાસ માટે રાધિકા અમદાવાદ ગઈ. અમદાવાદ ગયા પછી જાણે પક્ષીને પાંખ મળી ગઈ અને અર્જુનને આંખ મળી ગઈ. રાધિકા નું લક્ષ્ય હતું ખૂબ જ સારી રીતે study કરવાનું. રાધિકાને સ્વતંત્રતા મળવા લાગી. રાધિકાને એક સરસ ગ્રુપ મળી ગયું હતું અને બધા જ એકસાથે કોલેજ લાઈફ માણવા નીકળી પડ્યા હતા. એક દિવસ કોલેજમાં ગરબા હતા બધા જ ગ્રુપમાં ગરબા રમી રહ્યા હતા. રાધિકાનો એક મિત્ર હતો ચિંતન ,ચિંતન સાથે ગરબા રમી રહી હતી ત્યારે જ રાધિકાની નજર પડી ચિંતનના એક મિત્ર પ્રીત ઉપર. રાધિકા પ્રીતને જોઈ રહી હતી, પ્રીત પણ રાધિકાને જોઈ રહ્યો હતો. પ્રીતની નજર રાધિકા ઉપર થી હટતી જ ન હતી. બીજા દિવસે ચિંતને, રાધિકાને પ્રીત સાથે ઓળખાણ કરાવી અને પ્રીતની બધી જ વાતો રાધિકાને કરી. દિવસો પસાર થતા ગયા રાધિકા અને પ્રીત એકબીજાની સંપર્કમાં આવવા લાગ્યા.

એક સરખા બે માણસો ભેગા થતાં અને બન્ને એક સરખા બેકગ્રાઉન્ડમાંથી હોય તો ખૂબ જ સરસ રીતે એકબીજામાં ભળી જતા હોય છે. આ લોકો સાથે પણ કંઈક આવું જ થયું . બંને એકબીજાને સમજવા લાગ્યા પ્રીત બોલતો હતો ત્યારે રાધિકા સાંભળતી હતી અને રાધિકા બોલે ત્યારે પ્રીત સાંભળતો હતો. બંને પોત પોતાના ઘરથી દૂર એકબીજાનો ધીરે-ધીરે સહારો બની રહ્યા હતા. દિવસે દિવસે બંને વચ્ચેની મુલાકાત ગોઠવાતી ગઇ. અને એ બંનેને પણ ખબર ન હતી કે આ મિત્રતા એ કોઇ સામાન્ય દોસ્તી ન હતી. દોસ્તીના સંગ મા ક્યારે પ્રેમનો રંગ ભળ્યો એ આ બંનેને ખ્યાલ જ ના આવ્યો. પ્રેમ શું એક લાગણી છે? એ ઉંમર સમજી રહી ન હતી પણ હાં બંનેને એકબીજા સાથે રહેવું ગમતું હતું. રાધિકાના મગજમાં રહેલા dream બોય ના બધા જ લક્ષણો પ્રીત માં દેખાઈ રહ્યા હતા. રાધિકા હોસ્ટેલમાં રહેતી હતી આથી રાધિકાનું બધું જ ધ્યાન પ્રીત રાખી રહ્યો હતો . બીમાર પડે ત્યારે દવાઓનું પણ એ ધ્યાન રાખતો હતો. આ કદાચ અા સંબંધમાટે ની સંભાળ જ ક્યાંક પ્રેમમાં પરિણમી હોય અેમ લાગી રહયુ હતુ. ફરી એકવાર સવાલ થયો કે શું સંભાળને પ્રેમ કહેવાય છે?

એક દિવસ રાધિકા ખૂબ બીમાર પડી. બીમાર રાધિકા પડી હતી, પણ એનો દદૅ પ્રિતને થઈ રહ્યું હતું. દવાઓ લાવી આપી. ફળો લાવી આપ્યાં અને દવાનો time થતાં જ પ્રિતનો ફોન આવી જતો. સંભાળ હતી સ્વાર્થ વગરની અને એકબીજા માટે જીવી રહ્યાં હતાં. ફરી એકવાર સવાલ થયો કે શું ખરાબ સમયમાં આપેલા સાથ ને પ્રેમ કહેવાય છે?

ધીમે-ધીમે લાગણીઓ બંધાતી જતી હતી અને બંને નક્કી કર્યું કે શું આપણી લાગણીઓ લગ્નમાં પરિણશેે ખરી?. પ્રીત રાધિકા કરતાં પાંચ વર્ષ મોટો હતો. બંનેનું ભણતર પૂરું થઈ ગયું હતું અને બંને પોતપોતાના ઘરે હતા. કહેવાય છે ને કે અંતર બંને વચ્ચેની લાગણીઓ ઓછી ના કરી શકે. અને થયું પણ એવું જ. જેટલા બંને એકબીજાથી દૂર હતા એટલો જ બંને વચ્ચેનો સંબંધ ગાઢ થઈ રહ્યો હતો. પ્રીત ના ઘરે છોકરીઓ જોવાનું શરૂ થઇ ગયું હતું.આ દબાણમાં આવીને રાધિકાએ પોતાના ઘરે લગ્ન માટેનો પ્રસ્તાવ મુક્યો રાધિકાની વાત સાંભળીને બધા જ રાધિકા સાથે સહમત થયા પણ આ વાત રાધિકાના પિતાનથી સહન ના થઈ.

રાધિકાના પિતાની તબિયત બગડવા લાગી પિતા પિતાની લાગ્યું કે પુત્રી મને સમજી નથી રહી. મારા સંસ્કારોમાં શું કઇ ખોટ રહી હશે, કે મારી પુત્રીએ આવું કદમ ઉપાડવું પડયું , શું મારી પુત્રી મારા વિરુદ્ધ છે .દિકરી તરત જ પિતાની વાત અને લાગણી ને સમજી ગઇ ગઇ. દીકરીમાં પિતાના સંસ્કાર ના બીજ ખૂબ ઊંડે સુધી રોપાયેલા હતા. એટલા માટે જ પિતા સાથે’ ગાળેલા 22 વર્ષના સમયગાળાને , પોતાના પ્રિયતમ સાથે ગાળેલા 3 વર્ષ કરતા વધારે મહત્વ આપ્યું હતું. એનો મતલબ એવો થયો કે પ્રેમ સમયની સાથે વધતો જાય છે અને લાગણીઓ સમયની સાથે વધારે ગાઢ બનતી જાય છે.

રાધિકાના પિતાએ થોડા દિવસ પછી છોકરાઓ જોવાનું શરુ કરી દીધું હતું રાધિકા પણ હવે મગજથી શ્યોર થઈ ગઈ હતી કે લગ્ન ખૂબ જ ઝડપથી કરી લેવા જોઈએ પિતાને યોગ્ય લાગે તે બરાબર છે આવી માન્યતા સાથે પિતાએ બતાવેલા છોકરાને રાધિકાએ પાંચ જ મીનીટ ના ના પરિચય માં હા પાડી દીધી. અહીં એક વાત સમજાઈ કે જીવનમાં એક વ્યક્તિ જ્યારે બીજા વ્યક્તિને લાગણીને સમજે છે ત્યારે ખરેખર ખીલી ઉઠે છે. પણ રાધિકા માટે આ નિર્ણય ખૂબ જ કઠોર હતો. બીજીબાજુ પ્રીતે પણ રાધિકા ની લાગણીઓને સમજી ને એવું કહ્યું હતું કે રાધિકા તું મેરેેજ કરે પછી જ હું મેરેજ કરીશ. પ્રીતે પણ રાધિકાનાં નિર્ણયને સમર્થન આપ્યું કેમકે પ્રીત રાધિકાને ખુશ જોવા ઇચ્છતો હતો અને રાધિકાની ખુશી, પિતાની ખુશી મા હતી એટલા માટે પ્રીતે પણ એક પિતા અને દિકરી ની લાગણીઓને ખૂબ જ હૃદય પૂર્વક આવકારી અને રાધિકા તું ખુશ છે એટલા માટે હું પણ ખુશ છું એમ કહી વિદાય આપી.

પછી પ્રીતના પણ મેરેજ થઈ ગયાં અને રાધિકાના પણ બીજી જગ્યાએ મેરેજ થઈ ગયા બન્ને અત્યારે પોતપોતાની જિંદગીમાં ખૂબ જ ખુશ છે બંનેને પોતાના સંતાનો પણ છે. રાધિકાએ પોતાના પતિને પ્રેમ આપવામાં કોઇ જ કસર રાખી ન હતી અને સામે પ્રીતે પણ પોતાની પત્નીને પ્રેમ આપવામાં કંઈ જ બાકી રાખ્યું ન હતું.

એક અજાણ્યા માણસની ઝંખના હતી રાધિકાને તે આજે ભૂતકાળ બની ચૂક્યો હતો રાધિકાએ બધું જ ગુમાવીને બધું જ જતું કરીને એક સ્ત્રી તરીકેની પોતાની સમજણથી બધાના પ્રેમ જીતી લીધા હતા.રાધિકાએ પ્રીત ને જેટલો પ્રેમ આપ્યો હતો એના જેટલું જ પ્રેમ તેના પતિને આપ્યો હતો એટલા માટે જ કહેવાય છ ને કે દીકરીએ વ્હાલનો દરિયો છે પિતા માટે અને દીકરી પત્નીએ પ્રેમનો સાગર છે પતિ માટે.

જે માણસ મળે એને પોતાનું કરી લેવાનું ,જે મળે છે એને દિલથી પ્રેમ કરી લેવાનું અને જે મળ્યું છે તેને દિલથી ચાહવાનું કોઈ રાધિકા પાસેથી શીખે. ટેકનોલોજીના જમાનામાં બહુ બધું હતું રાધિકા ને કે તે પ્રિત સુધી આરામથી પહોંચી શકે ,પોતાના પતિ ની ગેરહાજરીમાં પણ આ ટેક્નોલોજીના યુગમાં રાધિકાએ જો પ્રીત પાસે પહોંચવું હોત તો બહુ જ સરળ હતું પણ રાધિકા પતિવ્રતા થઈને ખૂબ જ પ્રેમથી સંબંધમાં વિશ્વાસ રાખીને પતિને છેતર્યા વગર પોતાનો બધો જ પ્રેમ જેટલો પ્રીત સાથે કર્યો હતો એનાથી દસ ગણો વધારે પોતાના પતિને આપ્યો હતો. બધું જ પોતાનું ગમતું છોડીને પોતાની લાઈફ પોતાના પતિ અને બાળકના નામે કરી દેનાર આ રાધિકાના ત્યાગ માટે કયો એવોર્ડ આપીશું .

રાધિકા હંમેશા કહે છે કે જે ના મળ્યું એના પસ્તાવામાં જિંદગી કાઢી નાખવા કરતાં , જે મળ્યું છે એને દિલથી ચાહતા મને આવડે છે. મારા પ્લાનિંગ કરતા, મને વિશ્વાસ છે કે મારા ભગવાનનું પ્લાનિંગ હંમેશાં બેસ્ટ હોય છે એટલા માટે ભાગ્યવિધાતાએ લખેલી દરેક વાતો મને મંજુર છે. કોઈએ સાચું જ કીધું છે દિવસો સારા હોય કે ખરાબ આ દિવસો પણ પસાર થઈ જશે, આ દિવસો પણ જતા રહેશે. don’t worry એન્જોય, જે થાય છે તે હંમેશા સારા માટે થાય છે.

ભગવાન ચોક્કસ પૂછે છે કે મેં જે આપેલું છે , શું તેની તે ક્યારે પણ વેલ્યુ કરી? એટલામાં શું તમને ખુશ થતા આવડે છે? જો જવાબ હા હોય તો માનજો કે ખરેખર તમને ગમે તેવી પરિસ્થિતિમાં ખુશ થતાં આવડે છે. જેમ પૈસાે પૈસાને ખેંચે છે, તેમ ખુશી ખુશી ને ખેંચે છે.દુનિયાની એટલી બધી ખુશીઓને મળશે કે તમે વિચાર્યું પણ નહીં હોય. કેમકે ખુશી બહાર નથી આપણી અંદર છે.

સવાલ હતો કે ખુશી ક્યાં છે ?
ખુશી આપણા દ્રષ્ટિકોણમાં છે.

લેખક – નિરાલી હર્ષિત ત્રિવેદી

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે અથવા કોઈ રસપ્રદ માહિતી છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ તેવું તમને લાગે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે જોડાઓ FacebookTwitter અને YouTube પર.

Leave a comment