નો બોલની ફરિયાદમાં અમ્પાયર સાથે લડી પડ્યા કેપ્ટન ધોની, હવે ધીનીને ભોગવવી પડશે આ સજા…

28

કેપ્ટન એમએસ ધોની (૫૮) અને અંબાતી રાયુડુ (૫૭) ની જોરદાર અર્ધશતક પારીઓના કારણે ચેન્નઈ એ ગુરુવારે જીતનો ‘છક્કો’ માર્યો. ત્યારેજ આ મેચમાં અમ્પાયરોની સાથે બોલાચાલી કરતા ધોનીને સજા મળી. અમ્પાયરના નિર્ણયનો વિરોધ કરવાના કારણે ધોનીએ તેમની મેચની ફીસના ૫૦ ટકા ભાગ સજાના ભાગ રૂપે ચુકવવો પડશે.

ધોનીના આ સ્વભાવને ઇન્ડિયન ટી-૨૦ લીગના કોડ ઓફ કંડકટના વિરોધમાં માનવામાં આવ્યું છે. તેમણે લેવલ ૨ ના ૨.૨૦ ગુનાનું ઉલ્લંઘન કર્યું છે, જેના કારણે તેમને દંડ ફટકારવામાં આવ્યો છે. ધોનીએ પોતાનો ગુનો સ્વીકારી પણ લીધો છે.

ફેંસને જણાવી દઈએ કે આ ઘટના મેચની છેલ્લી ઓવરમાં બની હતી જયારે બેન સ્ટોકની એક બીમરને પહેલા અમ્પાયરે નો બોલ આપ્યો, પરંતુ પછી તેમણે પોતાનો નિર્ણય ફેરવી નાખ્યો અને આ બોલને માન્ય ગણ્યો.

આ નિર્ણય લેનારા અમ્પાયર ઉલ્હાસ ગાંધે હતા. તેના પછી જાડેજા અમ્પાયર સાથે વાત કરવા લાગ્યા અને એમએસ ધોની પોતાના ડગઆઉટથી મેદાનમાં આવી ગયા. તેમણે બંને અમ્પાયર સાથે બોલાચાલી પણ કરી. પરંતુ અમ્પાયર પોતાના નિર્ણય પર અડગ રહ્યા અને ચેન્નઈને નો બોલ ન આપવામાં આવ્યો.

તેમ છતાં ચેન્નઈને સુપર કિંગ્સને જીત મળી હતી. ચેન્નઈ સુપર કિંગ્સને આ જોરદાર જીત મિચેલ સેન્ટનરના કારણે મળી. છેલ્લા બોલ પર ચેન્નઈને ત્રણ રનોની જરૂરત હતી પરંતુ બેન સ્ટોકના બોલ પર સેન્ટનરે છક્કો મારી દીધો.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment