ફક્ત 4 કે 5 ખજૂર ખાઈને તમે દૂર કરી શકો છો અનેક ભયંકર બીમારીઓને, જાણો કઈ રીતે…

32

નાના દેખાતા ખજૂરમાં વિટામીન અને મિનરલની સાથે સાથે ભરપૂર માત્રામાં પ્રોટીન મળી રહે છે. આ ઉપરાંત ખજૂર ફાઈબરના ગુણોથી પણ ભરેલી છે. તમને જણાવી દઇએ કે, ખજૂરનો મુખ્ય પાક અરબસ્તાન, ઈરાન અને એની આસપાસના દેશોમાં વધારે થાય છે. આપણે ત્યાં ખજૂરીનાં વૃક્ષો ઊગે છે તો ખરાં, પણ એને ફળ નથી બેસતાં. જો કે ખજૂર પોતે જ એટલું મીઠું હોય છે કે, એમાં સાકર ઉમેરવાની જરૂર નથી હોતી. તમને જાણીને નવાઇ લાગશે કે, અરબસ્તાનના લોકોનો મુખ્ય ખોરાક ખજૂર હોય છે. એ લોકોની હાઇટ અને બાંધો કદાવર હોય છે એનું કારણ ખજૂર છે. આજકાલ તો ખજૂરનો અન્ય મીઠાઈઓમાં નેચરલ સ્વીટનર તરીકે પણ ઉપયોગ થાય છે. આમ, આ એક હેલ્ધી ઓપ્શન છે જે દરેક લોકોએ જરૂર અપનાવવો જોઈએ. તો જાણી લો તમે પણ ખજૂર ખાવાથી શરીરને થતા આ અઢળક ફાયદાઓ વિશે

સવારમાં ઉઠીને 3 ખજૂર ખાવાથી ત્વચા એકદમ ચમકી ઉઠે છે.

દરરોજ સવારમાં 5 ખજૂર ખાવાથી લોહીની ઉણપ દૂર થાય છે.

ખજૂરને પાણીમાં ઉકાળીને તેમાં 2-3 ગ્રામ મેથી દાણાનું ચૂર્ણ ભેળવીને રોજ ખાવાથી મહિલાઓને કમરના દુખાવામાં રાહત થાય છે

એક ખજૂરને 10 ગ્રામ ઓસામણ સાથે પીસીને બાળકોને પીવડાવવાથી સૂખા રોગમાં લાભ થાય છે અને બાળક તદુંરસ્ત થાય છે. આ એક ઉત્તમ ટોનિક પણ છે. સ્ત્રીઓના હિસ્ટોરિયાના રોગમાં ખજૂર ઉત્તમ દવા છે.

નિયમિત 5-5 ખજૂર સવાર-સાંજ દૂધની સાથે સેવન કરવાથી હિસ્ટોરિયા રોગનું નિવારણ થાય છે. આ પ્રયોગ બે મહિના સુધી કરવો જોઈએ.

જે લોકોને કબજિયાતની તકલીફ હોય તેમને થોડા ખજૂરને રાત્રે પાણીમાં પલાળી દઈ અને સવારમાં ઉઠીને ખાવાથી આ ખજૂર ખાવાથી કબજીયાતની સમસ્યામાંથી મુક્તિ આપે છે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment