રાતે વધેલા ભાત માંથી બનાવો તેના હેલ્ધી પકોડા, સ્વાદ જ નહિ સ્વાસ્થ્યનો પણ છે ખજાનો

52

ભાત તો આપના બધાના ઘરમાં દરરોજ બનાવવામાં આવે છે, પણ શું તમે ભાતના પકોડા બનાવીને ખાધા છે. જો નહિ તો જટપટથી રેસીપી લખી લો. આ પકોડા ખાવામાં એટલા ટેસ્ટી છે કે તમારી બધી જ પાર્ટીમાં આવેલા મહેમાનોની પહેલી જ વારમાં પસંદ આવી જશે.

સામગ્રી

એક કપ ઉકાળેલા ભાત, એક કપ બારીક કપાયેલ સબ્જી (ગાજર, બીટ, સીમલા મિર્ચ, લીલી ડુંગળી), એક નાની ચમચી વાટેલું લસણ, એક નાની ચમચી બારીક કપાયેલ લીલું મરચું, બે મોટી ચમચી બારીક કપાયેલ કોથમીર, ત્રણ મોટી ચમચી કોર્ન ફ્લોર, બે મોટી ચમચી સફેદ તલ, ૧/૨ નાની ચમચી કાળા મરચાનો પાવડર, મીઠું સ્વાદ મુજબ, તેલ તળવા માટે

રીત

એક કડાઈમાં તેલ નાખીને લસણ અને લાલ મરચું પકવી લો. તેના પછી તેમાં લીલા કાપેલા શાકભાજી નાખીને થોડા સમય સુધી પકાવો. તેના પછી મીઠું અને કાળું મરચું નાખીને બે-ત્રણ મિનીટ સુધી પકવા દો. થોડા સમય પછી ગેસ બંધ કરીને સબ્જીને ઠંડી થવા દો.

આ પકવેલી સબ્જીમાં ભાત, કોર્ન ફ્લોર, કોથમીર ભેળવીને સારી રીતે મસળી નાખો. ત્યાર પછી આ મિશ્રણને લીંબુના આકારનો ગોળ બનાવી દો. આ ગોળોને ફ્રીજમાં ૧૫ થી ૨૦ મિનીટ માટે રાખી લો. પછી ફ્રિજમાંથી કાઢીને આ ગોળોને તલ સાથે લપેટીને રાખી દો, તેના પછી એક કડાઈમાં તેલ ગરમ કરીને ધીમા ગેસ પર સુનેરી થઇ જાય ત્યાં સુધી તળો. સારી રીતે તળાઈ જાય પછી આ પકોડાને લીલી ચટણી અને ટોમેટો સોસની સાથે પરોસો.

ઘરે આવેલા મહેમાનોને ખુબ જ પસંદ આવશે ભાતના પકોડા

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment