રાત્રે અઢી વાગ્યે ઊંઘમાંથી જાગી જવાનું કારણ છે સફળતા, આ રાજ તમે ન જાણતા હોઈ તો જાણી લો….

53

વર્તમાન સમયમાં મોટા ભાગના લોકોની દિનચર્યા અને રાત્રી ચર્યા ઘડિયાળના કાટે ચાલતી હોય તેવું લાગે છે. નિંદ્રા કરવાને બદલે જાગવામાં વધારે સમય પસાર કરે છે. કવિતાની એક પંક્તિ યાદ આવે છે, “મંદિરે ઝાલર વાગે કેમ ? સાંજ પડી. પંખી માળે આવે કેમ ? સાંજ પડી.” નિશાચર પક્ષીઓ સિવાય દિવસના ખોરાકની શોધમાં ગયેલા પક્ષીઓ સાંજ પડે ત્યારે તેમના માળામાં પાછા ફરે છે. અને બચ્ચા હોય તો તેમની સાથે જંપીને સુઈ જાય છે. જ્યારે મનુષ્યને કોઈ ચોક્કસ સમય જ નથી રહ્યો જેથી તેની બોડી કલોક પણ કુદરતી સમયને અનુસરતી નથી. તો ચાલો આજે અમે તમને ગાઢ ઊંઘમાંથી અચાનક જગાડી દેતી બોડી કલોક વિશે જણાવીએ.

હોલીવુડ સ્ટાર અને બે વખત ઓસ્કાર પુરસ્કાર માટે નોમીનેટ કરવામાં આવેલ માર્ક વોલ્બર્ગ કહે છે કે તે રાત્રે અઢી વાગ્યે ગાઢ ઊંઘમાંથી જાગી જાય છે. જ્યારે તમે રાત્રે ઘસઘસાટ ઊંઘતા હો છો ત્યારે માર્ક વોલ્બર્ગ જીમમાં કસરત કરતા હોય છે. જીમમાં એકસરસાઈઝ કરવા માટે તે દોઢ કલાક વિતાવે છે. પછી ગોલ્ફ રમે છે અને પ્રેયર કરે છે. જો કે માર્ક વોલ્બર્ગ સાંજે વહેલા સુઈ જાય છે. એપલના સીઈઓ ટીમ કુક પણ વહેલી સવારના (રાતના) પોણા ચાર વાગ્યે ઉઠી જાય છે.

ડિઝનીના બોસ બોબ આઈગર વહેલી સવારના સાડા ચાર કલાકે પોતાનું વર્ક આઉટ શરુ કરી દયે છે. અમેરિકાના એનબીએના ખેલાડી પણ વહેલી સવારે જીમમાં એકસરસાઈઝ કરવા પહોંચી જાય છે. કોર્પોરેટ જગતના સફળ લોકોની પ્રોફાઈલમાં એક વાત સર્વ સામાન્ય જોવા મળે છે કે તેઓ વહેલી સવારથી પોતાનું વર્ક આઉટ શરૂ કરી દયે છે. જો તમારે પણ જીવનમાં સફળ થવું હોય તો વહેલી સવારે ઊઠીને કસરત, યોગ કે પ્રાણાયમ વગેરે કરીને ફ્રેશ થઈને તમારા કામમાં લાગી જવું જોઈએ.

(૧) વહેલી સવારે ક્યારે ઉઠવું જોઈએ ?

વહેલી સવારે મતલબ કે રાત્રે અઢી વાગ્યે દિવસની શરૂઆત કરવાનો મતલબ છે કે દિવસ બહુજ લાંબો અને આરામ નહીવત ! વહેલા ઉઠીને કામે લાગી જવાનો મતલબ સાંજે માર્ક વોલ્બર્ગની વહેલા સુઈ જવું. માર્ક વોલ્બર્ગ સરેરાશ સાત કલાક જરૂર ઊંઘે છે. અને કામ કરવા માટે તે ખુબજ જરૂરી પણ છે. જો તમે ઊંઘ સાથે બાંધછોડ કરશો તો તમારું સ્વાસ્થ્ય બગડી શકે છે. મગજ પણ સારી રીતે કામ કરી શકે નહિ. આ વિષય પર અમેરિકાની વોશિંગટન યુનીવર્સીટીના પ્રોફેસર ક્રિસ્ટોફર બાર્ન્સ અને મિશિગન યુનીવર્સીટીની ગ્રેચેન સ્પ્રીટજરે ખુબજ ઊંડો અભ્યાસ અને રીસર્ચ કર્યું છે.

આ બંને પ્રોફેસર સામે એ પ્રશ્ન હતો કે શું દરેક કંપનીઓએ એ બાબત સુનિશ્ચિત કરવી જોઈએ કે તેમના કર્મચારીઓ પૂરતી ઊંઘ લ્યે છે ? રાત્રે સમયસર સુઈ જાય છે ? આનો એક ગેરલાભ એ છે કે તમે સાંજે સાડા સાત વાગ્યે બધી બાબતથી પરવારીને બેડરૂમમાં જઈ સુઈ જાઓ. તો પછી આનો મતલબ એ થયો કે તમે પરિવારની સાથે સાંજનું ડીનર લઇ શકશો નહિ. અને ફેમીલી સાથે કે મિત્ર સર્કલ સાથે સામાજિક કાર્યક્રમમાં પણ હાજર રહી શકશો નહિ.

(૨) અન્ય પક્ષીઓ અને ઘુવડ જેવા નીશાચર પક્ષીઓ.

મનુષ્યને સુવાનો અને જાગવાનો સમય તેમના શરીરની આંતરિક બાયોલોજીકલ બોડી કલોકના નિયંત્રણમાં હોય છે. ખુદ શરીર તમને સિગ્નલ આપે છે કે ક્યારે સુવાનું છે અને ક્યારે ઊઠવાનું છે. કેટલાક લોકો એવા છે કે તેઓ નિયમિત ચોક્કસ સમયે સુવે છે અને ઉઠે છે. જેથી ક્યારેક અલગ બીજા દેશમાં અલગ ટાઈમ ઝોનમાં જાય છે ત્યારે તેમનાં શરીરની બાયોલોજીકલ બોડી ક્લોક ખરાબ રીતનો શિકાર બને છે. સુવાના અને ઉઠવાના સમયના આધાર પર સંશોધન કર્તાઓ મુખ્ય રૂપે બે ભાગમાં વિભાજિત કરે  છે. વહેલા ઉઠતા અને વહેલા સુતા  લોકોને તેઓ પક્ષીની વ્યાખ્યામાં ગણતારી કરે છે. જ્યારે મોડા સૂતા અને મોડા ઉઠતા લોકોને તેવો ઘુવડની વ્યાખ્યામાં ગણતરી કરે છે. બાર્ન્સ કહે છે કે બાળપણમાં લગભગ દરેક લોકો સામાન્ય પક્ષીની માફક હોય છે. તેઓ જલ્દી ઉઠી જાય છે અને જલ્દી સુઈ જાય છે. અને યુવાન થતા જ તેઓ ઘુવડ જેવા બની જાય છે, નિશાચર, રાતના રાજા. તેમને મોડી રાત સુધી ઊંઘ આવતી નથી. રહે છે.

વૃદ્ધાવસ્થામાં કે ઘડપણમાં લોકો જલ્દી વહેલા સૂઈ જાય છે અને સવારે વહેલા ઊઠે છે . બાર્ન્સનું માનવું એમ છે કે  છે માર્ક વોલ્બર્ગની માફક રાતના અઢી વાગ્યે સુધી જાગતા રહેતા લોકો ખરેખર વિરલ હોય છે. “મનોવૈજ્ઞાનિક અને વ્યાવહારિક રીતે તમે સૌથી સારું ત્યારે અનુભવી શકો જ્યારે તમારા શરીરની બાયોલોજીકલ ઘડીયાળને અનુસરો. જે લોકો તેમના શરીરની આંતરિક ઘડિયાળને નજર અંદાઝ કરીને પોતાની સાથે જબર જસ્તી તો કરે જ છે પણ સાથે સાથે બીજાઓને પણ તેમ કરવા માટે પ્રેરિત કરે છે. ”

(૩) બીજા પર રોફ જમાવવાની કોશિશ.

વહેલા ઉઠી જનારા લોકો બીજાઓ પર પોતાનો રૂઆબ શા માટે દેખાડતા હોય છે ? શું એમ બતાવવા માંગે છે કે અમે વહેલા ઉઠીને તમારા કરતા વધારે કામ કરીએ છીએ ? મુખ્ય સવાલ એ છે કે આમ કરીને તેઓ સાબિત શું કરવા માગે છે ? શું મેળવવા માગે છે ? શું તેઓ ફક્ત લોકોને પ્રભાવિત કરવા માટે જ આમ કરે છે ? જો તમે સમજી શકતા હો તો તમારા શરીરને સમજો. શરીરની બાયોલોજીકલ ઘડિયાળને સમજો કે તમારા શરીરને  ક્યારે શાની જરૂર ? બાર્ન્સ કહે છે કે જબરજાસ્તી જાગવું અને શરીરને કામે લગાડવું તે બાબત અનૈતિક છે. જો તમે કામમાં મન ચિત્ત લગાવી નહી  શકો તો કામમાં અવશ્ય ભૂલી કરશો.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment