નેપાળમાં બસ અને ટ્રકની વચ્ચે એક્સીડેન્ટ, 2 ભારતીય શ્રદ્ધાળુઓનું મૃત્યુ 21 જખમી…

56

રૌતાહાત જીલ્લાના ચંદ્રપુરમાં એક બસ અને ટ્રકની વચ્ચે ટક્કર થઇ ગઈ. ઘટનામાં 2 ભારતીય શ્રદ્ધાળુઓનું મૃત્યુ થઇ ગયું, જયારે 21 થી વધારે ઘાયલ છે. તેમાં પણ ત્રણની હાલત નાજુક છે. બસમાં 60 ભારતીય શ્રદ્ધાળુઓ સવાર હતા. દુર્ઘટના સોમવારે મોડી રાત્રે પૌરઇ જંગલ ક્ષેત્રમા પૂર્વી પશ્ચિમી હાઇવે પર થયું. ડીએસપી નબીન કર્કીના જણાવ્યા અનુસાર, મૃતકોની ઓળખાણ ઓડિશા નિવાસી બીજય કુમાર જેના (52) અને ચરણ બિશાલ (54) દ્વારા થયું.

આરામ માટે થોભ્યા હતા યાત્રી, ટ્રકે ટક્કર મારી દીધી

ડીએસપીના જણાવ્યા અનુસાર, બસ જનકપુરથી કાઠમાંડુ જઈ રહી હતી. રસ્તામાં મંગલપુર પર ડ્રાઈવરે યાત્રીઓના યાત્રીઓના આરામ અને કેટલાક ખાવા પીવા માટે બસને એક તરફ રોકવાનો પ્રયત્ન કર્યો. આ દરમિયાન પાછળથી આવી રહેલા ટ્રકે ટક્કર મારી દીધી. બે ની ઘટના સ્થળ પર જ મૃત્યુ થઇ ગયું. ત્રણ શ્રદ્ધાળુ સર્બેશ્વર જેના (55), શેશાદેવ જેના (63) ની હાલત નાજુક છે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment