સિંગર નેહા કક્કડ જોઈ ચુકી છે એવી ગરીબી કે જે આપણે વિચારી પણ ન શકીએ, તેના નાનપણની વાત સાંભળી તમારી આંખોમાં પણ આવી જશે આંસુ…

53

ટીવી ઇન્ડસ્ટ્રીમાં ગાયિકામાં જાણીતું નામ એટલે નેહા કક્કડ, આને લઈને હંમેશા કઈ ને કઈ ખબરો આવતી રહે છે. હમણાં હમણાં જ નેહા કક્કડનો બોયફ્રેન્ડ એક્ટર હિમેશ કોહલી સાથે બ્રેકઅપ થયાના સમાચારો આવ્યા હતા. આ બ્રેકઅપ થયાના સમાચાર સાંભળ્યા પછી હર કોઈ નેહા કક્કડ વિશે જાણવા ઉત્સુક છે. બધા જ લોકો જાણવા માટે બેતાબ છે કે આ નેહા કક્કડ કોણ છે અને કેવી છે તેની લાઈફ ? તમને જણાવી દઈએ કે દેશમાં ફેમસ થયેલી સિંગર નેહા કક્કડ ક્યારેક એવા સમયમાં પણ હતી કે થોડા રૂપિયાઓ માટે જંખતી હતી. અત્યારના સમયમાં આટલી સફળ સિંગરે ગરીબીનો એવો પણ સમય જોયેલો કે જેને તમે સાંભળીને જરૂર તમારી આંખ છલકાય આવશે.

નેહા કક્કડનો પરિવાર પહેલા એટલો સધ્ધર હતો નહિ. એ લોકોને ઘર ચલાવા માટે પણ બહુ જ તકલીફ પડતી હતી. તમને જણાવી દઈએ કે થોડા સમય પહેલા નેહાએ પોતાના જ જુબાને પોતાની નાનપણની આખી વાત જણાવી હતી. આ દરમ્યાન તે ચાલુ શોમાં રડવા લાગી હતી. નેહા કક્કડના પિતા પોતાના પરિવારનું પેટ ભરવા માટે એક સ્કુલની બહાર સમોસા વહેચવાનું કામ કરતા હતા જેના કારણે તે લોકોને બીજા લોકોની સામે શર્મીન્દગીનો સામનો કરવો પડતો હતો.

નેહા કક્કડે જી ટીવીનો પોપ્યુલર રીયાલીટી સિંગિંગ શો “સા રે ગા માં પા લિટલ ચેમ્પસ સીજન ૬” માં જજની ભૂમિકા અદા કરી હતી. આ શો ના લોન્ચિંગ દરમ્યાન નેહાએ પોતાના પિતા વિશે વાત જણાવી હતી. નેહાએ કહ્યું હતું કે “આજે જયારે હું બાળકોને રિયાલીટી શો ના ભાગ બનતા જોઈ, મને મારા સંઘર્સની યાદ આવી જાય છે. પહેલા મારા પિતા અમને લોકોને સારું જીવન આપવા માટે બહુ જ સંઘર્સ કરતા હતા. હું આજે પણ એ દિવસોને નથી ભૂલી શક્તી જયારે મારા પિતા અને સોનું દીદી સ્કુલની બહાર સમોસા વહેચવાનું કામ કરતા હતા. આ કામના કારણે બહેનની કોલેજના છોકરાઓ તેને બહુ હેરાન કરતા હતા.”

નેહાએ આગળ વધારતા કહ્યું, “થોડા સમય પછી હું દિલ્હી રેવા માટે આવી ગઈ. સોનું દીદી અને મારો ભાઈ જાગરણમાં ગીત ગાવાનું કામ કરતા હતા. મેં ૪ વર્ષની ઉંમરથી ગાવાનું શરુ કરી દીધું હતું. એ સમયે ગાવા માટેની કોઈ સમય સીમા હતી નહિ, જેના કારણે ઘણી વખત સવાર સવાર સુધી ગાવું પડતું હતું. ઘણા લોકો અમારા આ ગાવાના પ્રયત્નોના વખાણ કરતુ નહિ. આવી રીતે આખી રાત ગાવાના કારણે ઘણી વખત બીજા દિવસે સ્કુલે પણ ન જઈ શકતી. મારા જીવનમાં યુ-ટર્ન ત્યારે આવ્યો જયારે મેં એક સિંગિંગ રિયાલીટી શો માં ભાગ લીધો.”

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment