નર્સે કાગળ પર લખ્યું એવું કઈક કે દર્દી થઇ ગયો બેહોશ, લોકોએ ઉડાવ્યો મજાક…

46

ભાષાઓ અનેક અને સમસ્યાઓ પણ અનેક! જી હા, જીવનમાં ક્યારેક ને ક્યારેક તો આ મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હશે. જયારે સામે વાળો કોઈક એવી ભાષામાં વાત કરી રહ્યો છે જે તમારી બિલકુલ સમજમાં નથી આવતું પણ તમારા માટે તે વાત સમજવી જરૂરી હોય. એવામાં ફક્ત વાતનો અંદાજો લગાવી શકાય છે. ચીનની એક નર્શને અંગ્રેજી આવડવાના કારણે વિદેશી દર્દીને એક એવો મેસેજ લખીને આપ્યો. જેનાથી દર્દી બેભાન થઇ ગયો અને કદાચ તમે થઇ જાઓ.

હકીકતમાં, ચીનમાં ભણવા ગયો એક વિદેશી વિદ્યાર્થી બીમાર થવાના કારણે ચીનના જ બીજા હોસ્પીટલમાં દાખલ હતો. મજેદાર વાત તો એ છે કે તેની દેખરેખ એક એવી નર્સ કરી રહી હતી, જેને અંગ્રેજી ભાષા આવડતી ન હતી. હા પણ નર્સને એ વાતનો અંદાજો હતો કે વિદેશી દર્દીને તેની બીમારી અને દવ્ફા સંબંધિત જાણકારી દેવી આવશ્યક છે.

નર્સ આનો ઉપાય ગોતવા માટે પોતાની બુદ્ધિનો ઉપયોગ કર્યો અને પોતાની કળાનો ઉપયોગ કરીને દર્દીને ચિત્ર દ્વારા મેસેજ કર્યો. જેના પછી આ ચિત્રના મેસેજને સોશ્યલ મીડિયા પર શેર કરવામાં આવ્યો અને ત્યારબાદ તો ઈન્ટરનેટ પર નર્સની ભાષાની અંદાજો લગાવવાડાવ નો ભૂકંપ આવી ગયો.

જો નર્સની ભાષામાં સમજવામાં આવે તો તેનો કહેવાનો મતલબ સાફ હતો. દર્દીની આગલી સવારે સર્જરી હતી અને તેને રાત્રે ખાવા પીવાની મનાઈ હતી. પણ ચિત્રો દ્વારા બનાવવામાં આવેલો મેસેજ એટલો મજેદાર હતો કે લોકો આના પર તેની પ્રતિક્રિયા દેવાથી પોતાને રોકી શક્યા નહિ.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment