નર્કમાંથી ઉડાન ભરીને આવ્યું એક પ્લેન, ફોટાઓ જોઇને દુનિયા પણ રહી ગઈ દંગ, જાણો રહસ્યમય વાત…

297

૧૯૨ લોકો માટે આ ઘટના કોઈ દુ:સ્વપ્ન જેવી બની ગઈ. હવે કદાચ જ ક્યારેક આમના મનમાંથી એની છાપ મીટી શકશે. જી હા, અમે વાત કરી રહ્યા છીએ એક પ્લેન દુર્ઘટનાની. દુનિયા સામે જ્યારે આ પ્લેનના ફોટાઓ આવ્યા તો કોઈને પણ જોઇને વિશ્વાસ નહતો થઇ રહ્યો. બધા માટે આ સમજી શકવું ખુબજ મુશ્કેલ થઇ રહ્યું હતું કે આ ઘટના ખરેખર થઇ કેવી રીતે.

જી હા, પ્લેનની હાલત ચોકાવનારી હતી. જેમ કે તમે ફોટાઓમાં પણ જોઈ શકો છો કે પ્લેનમાં ચારેબાજુ સામાન વિખરાયેલો હતો અને યાત્રી તેમજ આ જ વિખારેયલ સામાન વચ્ચે પોતાની સીટ પર હેરાન કરનારી મુદ્રામાં બેઠેલા જોવા મળી રહ્યા છે. આ ફોટાઓને જોયા પછી લોકોએ કહ્યું કે પ્લેન કોઈ નરક યાત્રામાંથી વળ્યું છે.

ડેલીમેલની રીપોર્ટનું માનીએ તો આર્જેન્ટીના એયરલાઇનના એક પ્લેન એયરબસ એ ૩૩૦ જેમાં ૧૯૨ યાત્રી બેઠા હતા, મિયામીથી બ્યૂનસ આયર્સ માટે ઉડાન ભરી હતી. બધું બરાબર ચાલી રહ્યું હતું, પરંતુ જ્યાં પ્લેન બ્રાઝિલ પહોચ્યું તો પાયલોટને ભયંકર પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો. આ દરમ્યાન પ્લેનમાં ખુબજ ઝટકા આવવા લાગ્યા.

તમને જણાવી દઈએ કે આજથી પહેલા પ્લેનના એવા ફોટાઓ દુનિયા સામે નથી આવ્યા. આ ખરેખર આશ્ચર્યચકિત કરનારો  મામલો છે. હાલત જોઇને તો કોઈપણ એવું જ વિચારવા લાગશે. હકીકતમાં, પ્લેન જ્યારે બ્રાઝિલ ઉપરથી નીકળી રહ્યું હતું તો એને ભયંકર ટ્રબ્યૂલેંસનો સામનો કરવો પડ્યો. જે સમયે આ ઘટના થઇ પ્લેનમાં ચીખો નીકળી ગઈ.

જોતા જ જોતા પ્લેનના કેબિન સહીત આખા પ્લેનની હાલત ખરાબ થઇ ગઈ. ચારે બાજુ કિચનનો સામાન વિખરાય ગયો. પછી જ્યારે ક્રૂ મેમ્બર યાત્રીઓની તપાસ લેવા પહોંચી તો ત્યાનો નજારો અને વધારે હેરાન કરનારો હતો. હકીકતમાં, પ્લેનમાં ચારેબાજુ યાત્રીઓના બેગ વિખરાયેલા પડ્યા હતા. ટ્રબ્યૂલેંસ દરમ્યાન પ્લેનમાં એટલા જોરથી ઝટકા લાગ્યા કે લગેજ બોક્સમાં રાખેલા યાત્રીઓના બેગ જાતે જ બહાર નીકળીને પડવા લાગ્યા.

આની વચ્ચે ઘણા લોકો કેટલાય બેગ યાત્રીઓના માથા પર ખુલીને પડી ગયા. લગભગ પંદર યાત્રી આની વચ્ચે ઘાયલ પણ થયા. યાત્રીઓએ આ ઘટનાનો ગુસ્સો સોશિયલ મીડિયા દ્વારા પ્રકટ કર્યો છે. એમણે પ્લેન સેવા કંપની પર ગુસ્સો જાહેર કરતાં અર્જેટીના એયરલાઈન્સના આ પ્લેનના અમુક ફોટાઓ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી દીધા છે. ફોટાઓ સામે આવ્યા પછી ટ્વીટર પર બધા લોકોએ આના પર પોતાની પ્રતિક્રિયા આપી છે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment