નરેન્દ્ર મોદીનું આક્રામક રૂપ જુઓ, થર થર કંપે દુશ્મનોના જીવ…

54

હજીરા ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી L&T ના આર્મર્ડ સિસ્ટમ્સ કોમ્પલેક્સનું ઉદ્ઘાટન કરવા પહોચ્યા હતા. ત્યાં તેમનો લુક એક અલગ જ અંદાજમાં જોવા મળ્યા હતો અને તેના વિડીઓ પણ વાયરલ થયા હતા. ભારત અને પાકિસ્તાનની સરહદ પર છેલ્લાં ઘણા સમયથી પાકિસ્તાન બાજુથી સીઝ ફાયરીંગનું ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે. ત્યારે મેક ઇન ઇન્ડિયા દ્વારા બનાવામાં આવેલ આ તોપ ભારતની સરહદ પર સેનાની જવાનોની તાકાત વધારશે અને દુશ્મન દેશને જવાબ પણ આપી શકશે.

એકબાજુ કોલકત્તામાં વિપક્ષ એક જૂથ થઇ પોતાની શક્તિ પ્રદર્શન કરી રહ્યાં હતા અને એ જ સમયે દેશની બીજી દિશાએ એટલે કે ગુજરાતના હજીરામાં નરેન્દ્ર મોદીનો એક અલગ જ અંદાજ જોવા મળી આવ્યો હતો. અહ્યા લાર્સન એન્ડ ટુબ્રોની નવી આર્મર્ડ સિસ્ટમ્સ કોમ્પલેક્સનું ઉદ્ઘાટન કરવા આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાને એક કે9 હોવિત્ઝર તોપની સવારી કરી હતી.

નરેન્દ્ર મોદીએ ખુદ ટેન્ક પર સવાર થઈને પોતાના આ અંદાજ પોતાના ટ્વિટર એકાઉન્ટ પર શેર કર્યો હતો. નરેન્દ્ર મોદીના આ ટ્વીટને અંદાજે 55 મિનિટમાં અંદાજીત 2500 રીટ્વીટ અને 8500 લાઇક મળી હતી. જુઓ વીડિયો

તમને જણાવી દઈએ કે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી એ એન્ટી બીજેપી “યુનાઇટેડ ઇન્ડિયા રેલી” નું કોલકત્તામાં આયોજન કર્યું હતું જેમાં તમામ વિપક્ષ નેતાઓનો જમાવડો જામ્યો હતો. આ “સંયુકત વિપક્ષી રેલી” માં મંચ પર કુલ 22 પક્ષોના નેતા હાજર રહ્યા હતા અને તમામ પક્ષોના નેતાઓએ વારંવાર પોતાની વાત રજૂઆત કરી હતી.

L&T ના આ કોમ્પલેક્સમાં મેક ઇન ઇન્ડિયાના અંતર્ગત 100 કે9 સેલ્ફ પ્રોપેલ્ડ હોવિત્ઝર તોપ તૈયાર કરવામાં આવશે. ગયા વર્ષે જુલાઇમાં L&T એ જાહેરાત કરી હતી કે તેઓ દક્ષિણ કોરિયાની હનવા ટેકવિનની સાથે મળી દુનિયાને શ્રેષ્ઠ કે9 થંડર તોપના વર્ઝન કે9 વજ્ર ટીનું નિર્માણ કરશે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment