હવે નહિ ખરીદી શકો ચોકલેટ, કારણ જાણીને ખસી જશે તમારું મગજ…

16

૨૦૫૦ પછી ચોકલેટ નહિ મળે! આ શંકાએ દુનિયાભરના ચોકલેટ પ્રેમીઓને ચિંતામાં નાખી દીધા છે. એના વિશે હજારો ખબરો અને લાંબા લાંબા લેખો છપાઈ ચુક્યા છે કે આપણે ચોકલેટ સંકટની તરફ જઈ રહ્યા છીએ. ચોકલેટનું ગ્લોબલ બજાર વધતું જઈ રહ્યું છે. અનુમાન છે કે ૨૦૨૫ સુધીમાં ચોકલેટ બજાર ૨૦૧૫ ની સરખામણીમાં બેગણું થઇ જશે.

ચોકલેટની માંગ વધવાની પાછળ માત્ર સ્વાદ જ નથી. તેની પાછળ થોડીક ધારણાઓ પણ છે. માનવામાં આવે છે કે ચોકલેટ ખાવાથી વૃદ્ધત્વ મોડું આવે છે. આ એન્ટી-ઓક્સીડેંટનું કામ કરે છે, તણાવ ઓછો કરે છે અને બ્લડ પ્રેશરને નિયંત્રિત કરે છે. તેના સિવાય ચોકલેટના બીજા પણ ઘણા ફાયદા ગણાવવામાં આવે છે.

ચોકલેટ બધાને પસંદ છે, પરંતુ ચોકલેટના સૌથી વધુ ચાહક ક્યાં રહે છે? દુનિયાભરમાં જેટલું ચોકલેટનું ઉત્પાદન થાય છે, તેનો અડધો ભાગ પશ્ચિમી યુરોપ અને ઉત્તરી અમેરિકામાં ચટ કરી નાખવામાં આવે છે. સ્વીઝરલેન્ડના લોકો ચોકલેટની સ્મેલ અને તેની મીઠાસના સૌથી મોટા ચાહક છે. ૨૦૧૭ માં અહિયાં વ્યક્તિદીઠ ૮ કિલો ચોકલેટનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

 ચોકલેટના નવા બજારો

ચોકલેટ પ્રેમની બાબતમાં આજે પણ વિકસિત દેશ આગળ છે, પરંતુ ભવિષ્યમાં વિકાસની સંભાવના ઘણી વધુ છે. એક એક અરબથી વધુ વસ્તી ધરાવતા દેશો ભારત અને ચીનમાં ચોકલેટની બજારો છે અને તે વધી રહી છે. જડપથી થતું શહેરીકરણ, ઉછો આવતો મધ્યમ વર્ગ અને ઉપભોક્તાની બદલતી પસંદગીએ આ બંને દેશોમાં ચોકલેટ માટે ભૂખ વધારી છે.

ભારત ચોકલેટનું સૌથી જડપથી ઉચું આવતા બજારોમાંનું એક છે. પાછળના ઘણા વર્ષોથી અહિયાં ચોકલેટની માંગ એકએક વધી રહી છે. ૨૦૧૬ માં ભારતમાં ૨ લાખ ૨૮ હાજર ટન ચોકલેટનો ઉપયોગ થયો જે ૨૦૧૧ ની સરખામણીમાં ૫૦ ટકા વધુ છે. મીઠા ની પ્રત્યે ભારતની દીવાનગી કોઈનાથી છુપાએલી નથી. ચોકલેટનો સ્વાદ તેમને પસંદ આવી ગયો છે. થોડાક લોકો તેને સ્વાસ્થ્ય માટે સારું સમજે છે.

ચીનમાં ૮૦ ના દશકામાં થયેલા આર્થિક સુધારા પહેલા ચોકલેટ એક દુર્લભ વસ્તુ હતી. ઉપયોગની બાબતમાં ચીન આજે પણ ઘણો પાછાળ છે. અહિયાં ચોકલેટ વ્યક્તિદીઠ ઉપયોગમાં વાર્ષિક એક કિલો છે. ચીનમાં નવા કોફી કલ્ચરે ચોકલેટના બજારને બદલી નાખ્યું છે. લાખો સમૃદ્ધ લોકો સારી ગુણવત્તાવાળી વિદેશી ચોકલેટની ઓનલાઈન શોપિંગ કરે છે. આ ટ્રેન્ડએ અલીબાબા જેવા રીટેલરને પણ પોતાનો બિજનેસ મોડલ બદલવા પર મજબુર કરી નાખ્યા છે.

જોખમમાં છે ચોકલેટ

ચોકલેટ બનાવવા માટે જરૂરી છે કોકો. કોકોનું જાડ ઉષ્ણકટિબંધીય ભેજવાળી આબોહવામાં થાય છે. તેને વર્ષા વનના જાડના છાયાની જરૂર હોય છે. એટલા માટે તેનો કૃષિક્ષેત્ર સીમિત છે. કોકોનું ઉત્પાદન મુખ્ય રૂપથી પશ્ચિમી આફ્રિકામાં થાય છે. તેના કુલ ઉત્પાદનનું અડધાથી વધુ આઈવરી કોસ્ટ અને ઘાનામાં છે.

ગોબલ વોર્મિંગની અસરોથી કોકોનું કૃષિક્ષેત્ર સમેટાઈ રહ્યું છે. તેના માટે જરૂરી ભેજ અને છાયો બનાવી રાખવો ખેડૂતો માટે અઘરું થઇ રહ્યું છે. જે ભૌગોલિક ભૂ-ભાગોમાં કોકો માટેનું અનુકુળ વાતાવરણ છે, તેમાંથી ઘણા વિસ્તારમાં ખેતી પર પ્રતિબંધ છે. તેનાથી કોકોનું ક્ષેત્ર વધુ સમેટાઈ રહ્યું છે.

છોડને સંક્રમણ રોગ

કોકોનું દુશ્મન માત્ર વાતાવરણ જ નથી. થોડીક બીમારીઓ અને જીવજંતુ પણ તેને નષ્ટ કરે છે. એક અનુમાન મુજબ છોડને લાગવાવાળી બીમારીના કારણે દર વર્ષે ૩૦ થી ૪૦ ટકા કોકો ખરાબ થઇ જાય છે. આઈવરી કોસ્ટે જાહેરાત કરી છે કે તે એક લાખ હેક્ટર ક્ષેત્રમાં ઉગાડેલા કોકોના છોડને નષ્ટ કરશે, કેમ કે તેમાં વાયરસ લાગી ગયા છે. આ વિસ્તારમાં ફરીવાર છોડ ઉગાડવામાં ઓછામાં ઓછા પાંચ વર્ષ લાગી જશે.

કોકોમાં લાગેલા વાયરસ તેની શાખાઓને ફુલાવી દે છે. તેનાથી ઉપજ ઘટી જાય છે અને પાક પણ ખરાબ થતા જાય છે. કીમતોમાં થનારો ફેરફાર પણ કોકોના ખેડૂતોને ભારે પડી રહ્યો છે. તે બીજા પાક તરફ વળી રહ્યા છે, જેની ખેતી લાભદાયક છે અને સહેલી છે. ઇન્ડોનેશિયા દુનિયાનો સૌથી મોટો કોકો ઉત્પાદન કરતો દેશ છે. અહિયાં પણ ૨૦૧૦ થી ઉત્પાદન ઓછું થતું જાય છે. વાતાવરણ અનુકુળ નથી. કોકોના જાડ જુના થતા જાય છે. પરિણામે, ખેડૂત મકાઈ, રબર અને પામ ઓયલની ખેતી કરવા લાગ્યા છે.

કોકો સાથે નવો પ્રેમ

નવા બજારની વધતી માંગ અને ઘટતા ઉત્પાદનના જોખમે ઉત્પાદક દેશોને સાવચેત કરી દીધા છે. ઘાના કોકોનું બીજુ સૌથી મોટો નિકાસકાર દેશ છે. આ એશિયા, ખાસ કરીને ચીનને એક મોટા મોકાના રૂપથી જુએ છે. ઉત્પાદન વધારવા માટે ઘાનાએ ચીનના એક્જીમ બેંક પાસેથી દોઢ અરબ ડોલર લોન લીધી છે.

મધ્ય પૂર્વ અને આફ્રિકા પણ ચોકલેટ ઉત્પાદકો માટે મહત્વના થઇ રહ્યા છે. સંયુક્ત અરબ અમીરાત અને સાઉદી અરબમાં ચોકલેટ પર વ્યક્તિદીઠ ખર્ચ ક્ષેત્રીય સરેરાશથી બહુજ વધુ છે. આ બજારોના ઉપભોક્તા ચોકલેટને સ્ટેટસ સિમ્બલ તરીકે જુએ છે, એટલા માટે અહિયાં પ્રીમીયમ બ્રાંડની માંગ વધી રહી છે. અલ્જીરિયા આ બાબતમાં સૌથી અલગ છે. યુંરોમોનીટરના મુજબ અલ્જીરિયાના લોકો ચોકલેટને એનર્જી બુસ્ટરના રૂપમાં ખાય છે. યુવાઓમાં તેનો ભરપુર ઉપયોગ થાય છે, પરંતુ અહિયાં ચોકલેટને ગીફ્ટમાં આપવાનું ચલન ઓછું છે.

ચોકલેટને બચાવવી સંભવ છે

ચોકલેટના મોટા ઉત્પાદક તેને બચાવવા માટે એક થઇ રહ્યા છે. તે રેન ફોરેસ્ટ અલાયંસ, યુતીજેડ અને ફેયરટ્રેડ જેવી પહેલ કરી રહ્યા છે. અમેરિકાના સૌથી મોટા ચોકલેટ નિર્માતા માર્સ રીગ્લે કન્ફેક્શનરીએ ગરમીમાં પણ ઉગી સકે તેવા કોકો છોડના વિકાસ માટે એક અરબ ડોલરનું ફંડ બનાવ્યું છે.

મોન્ડેલેજ ઈંટરનેશનલ પણ કોકોને બચાવવા ઈચ્છે છે. ખેડૂતોની મદદ માટે ૨૦૧૨ માં ‘કોકો લાઈફ’ કૈપેન શરુ કરવામાં આવ્યું હતું, જેમાં હવે મીલ્કા બ્રાંડ પણ શામેલ થઇ ગયું છે. થોડીક સફળતા જરૂર મળી છે, પરંતુ કોકો ખેડૂતોને ગરીબીમાંથી કાઢી શકે એટલું નથી.

આઈવરી કોસ્ટમાં યુટીજેડથી માન્ય ખેડૂત વાર્ષિક ૮૪ યુરોથી લઈને ૧૩૪ યુરો સુધી વધુ કમાઈ રહ્યા છે. આ અમાન્ય ખેડૂતોની કમાણીથી ૧૬ ટકા વધુ છે, પરંતુ એટલું જરૂરી નથી. ખેડૂતોને માન્ય કરવા પણ એકી સમસ્યા છે. તેનો લાભ લેવા માટે ખેડૂતોને કો-ઓપરેટીવના મેમ્બર થવું પડશે. આઈવરી કોસ્ટમાં ૩૦ ટકા કોકો ખેડૂતની કો-ઓપરેટીવના સભ્યો છે.

એક અજી શરત છે કે આખી સપ્લાઈ ચેનમાં ક્યાય પણ બાળ મજૂરનો ઉપયોગ ન થવો જોઈએ. તેને નિયંત્રિત કરવું લગભગ અસંભવ છે. આફ્રિકાના સ્થાનીય કોકો ઉત્પાદકોની પોતાની યોજના છે. તેમણે ઓપેક જેવી પહેલની જાહેરાત કરી છે.

કોકો ઉત્પાદક કીમત પર પોતાનું નિયંત્રણ ચાહે છે. તેના માટે તે ઉત્પાદક અને વેચાણમાં સારી તાલમેળ પર ભાર આપી રહ્યા છે. જેનાથી કોકો ખેડૂતના હિતોની રક્ષા થઇ શકશે, જે આતંરાષ્ટ્રીય બજારમાં કીમતમાં થનારા ફેરફારથી બહુજ પ્રભાવિત થાય છે.

આ બધા ઉપાયોથી ચોકલેટના અસ્તિવ પર આવી રહેલા સંકટને ટાળવાના દાવા થઇ રહ્યા છે, પરંતુ ધ્યાન રાખવું પડશે કે કોકો પર સંકટ રહેશે તો ચોકલેટ પણ બચશે નહી. ચોકલેટ ઉત્પાદકોનું ખેડૂતોને મદદ કરવા માટે આગળ આવવું આશા જગાડે છે કે ચોકલેટના ભવિષ્યને બચાવી શકશે, આ ભવિષ્ય જણાવશે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment