નાગા બાવા સાધુઓની જટાઓ સાથે જોડાયેલી આ રહસ્યમય વાત આજ સુધી તમે નહિ જાણતા હો…

55

આ મહિનાની 15 તારીખથી ઉતરપ્રદેશના પ્રયાગરાજમાં કુંભ મેળો શરુ થવાનો છે અને ઘણા મહિના પેલાથી આની તૈયારીઓ ચાલુ પણ થઇ ચુકી છે, તમને જણાવી દઈએ કે કુંભ મેળામાં દેશ અને આખી દુનિયામાંથી બધા લોકો આવે છે જે ગંગામાં શાહી સ્નાન કરે છે. કહેવામાં આવે છે કે કુંભ દરમિયાન ગંગામાં સ્નાન કરવાથી માણસના પાપ ધોવાઇ જાય છે. આ એ તક હોય છે જયારે લોકો લાખોની સંખ્યામાં ભેગા થાય છે. કુંભ દરમિયાન અહિયાં એક બીજું પણ આકર્ષણ હોઈ છે અને એ છે નાગા સાધુ જેને જોવા માટે વિદેશ ટુરિસ્ટ પણ અહિયાં આવે છે. હકીકતમાં નાગા સાધુઓની દુનિયા રહસ્યોથી ભરેલી હોય છે એવામાં અમે આજે તમને આ રહસ્યો વિશે જણાવવા જઈ રહ્યા છીએ.

સાધુઓનું બહારી દુનિયા સાથે કઈજ લેવું દેવું નથી હોતું અને આ અલગ અલગ જ પોતાનું જીવન વ્યતિત કરે છે. નાગા સાધુઓની જિંદગી મુશ્કેલીઓથી ભરેલી હોય છે. અને સામાન્ય માણસ આવી જિંદગીની કલ્પના પણ નથી કરી શકતો, છતાં પણ નાગા સાધુને ક્યારેય પણ કોઈ વાતથી મતલબ નથી હોતો સાથે જ સુખ દુઃખ આ લોકો માટે સરખું હોઈ છે. નાગા સાધુઓની હંમેશા લાંબી જટા હોઈ છે અને મોઢા પર ભભુત લગાવીને નીકળે છે.

જટા પર લગાવે છે આ વસ્તુ

જાણકારી પ્રમાણે અખાડાના વીર શૈવ નાગા સન્યાસીઓને પોતાની લાંબી જટાઓને વગર એક પણ ભૌતિક સામગ્રીના ઉપયોગ વગર રેતી અને ભસ્મથી તૈયાર કરવી પડે છે. તમને જણાવી દઈએ કે આ સાધુઓની જટા ૧૦ ફૂટ સુધી લાંબી હોઈ છે અને આટલી લાંબી જટાઓ વધારવામાં એક માણસને ૩૦ થી ૪૦ વર્ષ સુધીનો સમય લાગે છે. જટાઓને સંભળાવી એ ખુબ જ મુશ્કેલ કામ હોઈ છે પરંતુ નાગા સાધુઓ ખુબ જ સહેલાઈથી આ કામ કરે છે. નાગા સાધુઓ સાથે સત્રહ શણગારમાં પંચ કેશનું ખુબ મહત્વ છે. એમાં વાળની ૫ વખત ઘુમાવીને લપેટવામાં આવે છે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment