ના સીમકાર્ડની જરૂર ના રીચાર્જની, છતાં પણ 2 ફોન વચ્ચે જિંદગીભર થઇ શકે છે ફ્રી કોલિંગ, બસ કરવું પડશે આ નાનું એવું કામ…

30

કોઈપણ ટૈરિફ પ્લાન વગર, ત્યાં સુધી કે ના કોઈ સીમ વગર પણ યુઝર પોતાના સ્માર્ટફોનથી લાઈફટાઈમ ફ્રી કોલિંગ કરી શકે છે. હકીકતમાં, ગૂગલ પ્લે સ્ટોર પર ઘણી એવી Walkie Talkie  એપ્સ છે, જે બ્લૂટૂથની મદદથી ફ્રી કોલિંગ કરવાનું એક્સેસ આપે છે. એટલે કે આ એપની મદદથી યુઝર બે સ્માર્ટફોનને વોકી ટોકીમાં બદલી શકે છે.

બ્લૂટૂથની રેંજમાં હોવું જરૂરી

બ્લૂટૂથની ફિક્સ રેંજ હોય છે. આ અધિકતમ ૧૦૦ મીટરના વિસ્તારમાં કામ કરે છે. એવામાં જ્યારે તમે બ્લૂટૂથથી કોલિંગ કરશો ત્યારે એની રેંજમાં રહેવું જરૂરી છે. સાથે જ, બ્લૂટૂથ કોલિંગ માટે આ એપ બંને સ્માર્ટફોનમાં હોવી જરૂરી છે. એનાથી વાત કરવા પર કોઈ ચાર્જ આપવાનો હોતો નથી. કુલ મળીને તમે આ એપથી બે સ્માર્ટફોનને વોકી ટોકીમાં કન્વર્ટ કરી શકો છો.

એપનું ટેસ્ટિંગ

અમે આ એપને બે સ્માર્ટફોનમાં ઇન્સ્ટોલ કરીને ટેસ્ટિંગ કરી. આ દરમ્યાન કોલ તરત કનેક્ટ થઇ ગયો અને ૫૦ મીટર સુધી અવાજ પણ ચોખ્ખો આવી રહ્યો હતો. એના પછી જેમ જેમ ડિસ્ટન્સ વધતું ગયું અવાજમાં ડીસ્ટરબેંસ આવવા લાગ્યું. આ દરમ્યાન એક યુઝર હોલની અંદર અને એક બહાર હતો.

પ્લે સ્ટોર પર Walkie Talkie એપ્સ

Zello PTT Walkie Talkie

Online Walkie Talkie Pro

Police walkie-talkie radio sim

Walkie Talkie Free calls 2018

Walkie-talkie

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment