મુંબઈના આ છોકરાને મળી ગૂગલમાં નોકરી, દર વર્ષે મળશે 1.2 કરોડ રૂપિયા, ગૂગલના જોબ ઇન્ટરવ્યૂમાં પૂછવામાં આવે છે આવા આવા પ્રશ્ન…

50

મુંબઈના રહેનારા ૨૧ વર્ષના અબ્દુલ્લા ખાનને ગૂગલે નોકરી ઓફર કરી છે. તેઓ આ જ વર્ષે સપ્ટેમ્બર મહિનામાં ૧.૨ કરોડ રૂપિયાના વાર્ષિક પેકેજ પર ગૂગલના લંડન ઓફિસને જોઈન કરશે. અબ્દુલ્લા ઈન્જીનીયરીંગ સ્ટુડન્ટ છે અને મુંબઈના મીરા રોડ પર આવેલ શ્રી એલઆર તિવારી ઇન્જિનીયરીંગ કોલેજમાંથી સ્ટડી પૂરું કરી રહ્યા છે. જો કે, અબ્દુલ્લાનું કહેવું છે કે એમણે ક્યારેય ગૂગલમાં જોબ માટે એપ્લાઇ નથી કર્યું. કંપનીએ કોમ્પીટીટીવ પ્રોગ્રામિંગ ચેલેન્જીસને હોસ્ટ કરનારી વેબસાઈટ પર એમની પ્રોફાઈલ જોઈ, જેના પછી ગૂગલમાંથી કોલ આવ્યો હતો.

એમ તો, ગૂગલ જેવી કંપનીમાં નોકરી કરવાનું સપનું ઘણા લોકો જુવે છે. જો કે, એમને એ વાતની જાણકારી નથી હોતી કે આ કંપનીમાં જોબ માટે કેવી રીતે અપ્લાય કરવામાં આવે અને અહિયાં કેવા પ્રકારના પ્રશ્ન પૂછવામાં આવે છે. અમુક વેબસાઈટસ અનુસાર ગૂગલમાં ઇન્ટરવ્યૂ દરમ્યાન મોટાભાગે મનોવૈજ્ઞાનીક પ્રશ્ન પૂછવામાં આવે છે. જેથી એ કેન્ડીદેટના મગજને યોગ્ય રીતે જાણી શકે.

એક્સપર્ટ અનુસાર

સાઇકોલોજિસ્ટ પ્રીતિ સાધૂસેએ જણાવ્યું કે આ પ્રકારના પ્રશ્ન ઇન્ટરવ્યૂ આપનારની સ્ટ્રેસ સહન કરવાની શક્તિ ટેસ્ટ કરવા માટે પૂછવામાં આવે છે. કોઈ નવી સ્ટ્રેસ ભરેલી સ્થિતિમાં કેવીરીતે કોઈ માણસ પોતાના મગજનો ઉપયોગ કરે છે, આ ટેસ્ટ કરવા માટે જ મનોવૈજ્ઞાનિક પ્રશ્ન પૂછવામાં આવે છે.

સોફ્ટવેર ઈંજીનિયરની પોસ્ટ સાથે જોડાયેલા પ્રશ્ન

તમારે શોધવાનું છે કે તમારા મિત્ર બોબ પાસે તમારો સાચો નંબર છે કે નહિ, પરંતુ તમે આ વાત સીધા નહિ પૂછી શકો. તમે એક કાર્ડ પર એક પ્રશ્ન લખીને પોતાના બીજા મિત્ર ઈવને આપશો. ઈવ એ કાર્ડ બોબ પાસે લઇ જશે અને બોબના જવાબ સાથે કાર્ડ પાછું લઇ આવશે. તમારે કહેવાનું છે કે તમે કાર્ડ પર એવું શું લખશો કે બોબ તમારા પ્રશ્નનો જવાબ આપી દે અને ઈવ કાર્ડને વાંચે તો એને તમારો ફોન નંબર ખબર ન પડે?

આવા ઇન્ટરવ્યૂમાં ધ્યાન રાખો આ વાતો

કોઈપણ પ્રશ્ન પર ગુસ્સો ન બતાવવો. એવું ન વિચારો કે શું બચકાનો પ્રશ્ન છે અને ના તો નર્વસ થાવ કે આ મને નથી આવડતું હવે શું કરું. જવાબ આપતા પહેલા એ વિચારો કે જે કંપનીમાં તમે કામ કરવા જઈ રહ્યા છો ત્યાં ક્યાં પ્રકારની ક્રિએટીવિટી બતાવામાં આવે છે. જો ગૂગલની વાત કરીએ તો પ્રશ્ન જેટલો ફની અને ગોટાળાવાળો હશે. જવાબને પણ એટલો જ ગોતાળાવાળો અને ફની હોવો જોઈએ.

દરેક પ્રકારના પ્રશ્ન માટે તૈયાર રહો અને એક વખતમાં પ્રશ્ન સાંભળો. જો તમે પ્રશ્ન નથી સાંભળ્યો તો ફરીથી પૂછો, પ્રશ્નનો જવાબ આપતા પહેલા પ્રશ્ન સમજવો બહુ જરૂરી હોય છે. આ એ વાતને બતાવે છે કે કેવીરીતે કોઈ પ્રોજેક્ટ પર કામ કરનાર લોકો એને હેન્ડલ કરી શકશે.

ક્વિક રિસ્પોન્સ ખુબજ મહત્વ રાખે છે. કોઈપણ પ્રશ્નનો જવાબ જેટલો જલ્દી ને હ્મ્યૂરસ હશે એટલો જ સટીક હશે. જેમ કે ઇન્ટરવ્યૂમાં પૂછવામાં આવે કે તમારા માથા પર કેટલા વાળ છે અથવા દુનિયામાં કેટલા પિયાનો છે તો જવાબ હોય શકે છે, જેટલા આકાશમાં તારા છે એનાથી ૧૦૦૦૦ ઓછા.

કોઈપણ પ્રશ્નને સાંભળીને એના વિશે વિચારવા માટે નીચે અથવા ઉપર ન જુઓ. આ કોન્ફીડન્સમાં ઘટાડો બતાવે છે. જે સમજાય રહ્યું છે એને યોગ્ય રીતે કહી દો.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment