રિલાયંસ ઇન્ડસ્ટ્રીઝ ગુજરાતમાં આવતા 10 વર્ષમાં ત્રણ લાખ કરોડ રૂપિયાનું રોકાણ કરશે, જાણો માહિતી…

16

દેશના સૌથી ધની માણસ તેમજ રિલાયંસ ઇન્ડસ્ટ્રીઝના પ્રમુખ મુકેશ અંબાણીએ શુક્રવારએ ગુજરાતમાં આગલા ૧૦ વર્ષમાં ત્રણ લાખ કરોડ રૂપિયા નિવેશ કરવાની પ્રતિબદ્ધતા જતાવી. એમણે કહ્યું કે તેઓ ઉર્જા, પેટ્રોરસાયણ, નવી ટેકનીકથી લઈને ડીઝીટલ માર્કેટ સહિત ઘણા પ્રોજેક્ટોમાં આ રોકાણ કરશે. ગુજરાતના જામનગરમાં રિલાયંસ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ દુનિયાની સૌથી મોટી રીફાઈનરી ચલાવે છે. સાથે જ રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં એની પેટ્રોરસાયણ એકમો છે. મુકેશ અંબાણીએ અહિયાં નૌવે વાઈબ્રેટ ગુજરાત શિખર સમ્મેલનને અહિયાં સંબોધિત કરતા કહ્યું, “ગુજરાત રિલાયંસની જન્મભૂમિ અને કર્મભૂમિ છે. ગુજરાત હંમેશાથી અમારી પહેલી પસંદ રહ્યું છે અને રહેશે.” રિલાયંસ સમૂહએ રિલાયંસ જીઓના માધ્યમથી કોમ્યુનિકેશન ફિલ્ડમાં અરબો ડોલરનું રોકાણ કર્યું છે. એમણે કહ્યું, “અમે ગુજરાત રાજ્યમાં હજુસુધી લગભગ ત્રણ લાખ કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે અને અહિયાં અંદાજે ૧૦ લાખ લોકો માટે રોજગારીની તકો ઉભી કરી છે. ગયા દશકની સરખામણીમાં રિલાયંસ આવનારા દસ વર્ષમાં પોતાના રોકાણ અને રોજગારની સંખ્યા ડબલ કરશે.”

અંબાણીએ કહ્યું કે જીઓનું નેટવર્ક 5G સેવાઓ માટે તૈયાર છે. એટલા માટે હવે તેણી ટેલીકોમ યુનિટ અને રિટેલ બિઝનેસ એકમ નવું વ્યાપારી મંચ બનાવશે અને જે નાના છૂટક વેચાણકારો, દુકાનદારો અને ગ્રાહકોને એકબીજા સાથે જોડશે. એમણે કહ્યું કે જામનગર સ્થિત કંપનીની બંને રીફાઈનરીઓ હવે ફ્યૂલનું ઓછું અને પેટ્રોકેમિકલ જેવા મૂલ્ય વર્ધિત ઉત્પાદકોનું વધારે ઉત્પાદન કરશે કેમકે દુનિયા હવે ઇલેક્ટ્રિક વાહનો તરફ વધી રહી છે.

જો કે, એમણે એ નથી જણાવ્યું કે જીઓ 5G સેવાઓ ક્યારે શરૂ કરશે. જીઓએ કમ્યૂનિકેશન સર્વિસની શરૂઆત સપ્ટેમ્બર ૨૦૧૬માં કરી હતી. એમણે ક્ખ્યું, “આજની તારીખમાં ગુજરાત, જીઓની 4G બ્રોડબેન્ડ સેવા માટે એક આદર્શ છે અને જીઓનું નેટવર્ક 5G માટે પૂર્ણ રીતે તૈયાર છે. એનો મતલબ આવનારા વર્ષોમાં પણ ગુજરાત ડીઝીટલ કનેક્ટીવિટીની બાબતે સૌથી આગળ રહેશે.”

જો કે, સમયમર્યાદાની ઘોષણા કર્યા વિના, તેમણે જણાવ્યું હતું કે જીઓ અને રિલાયન્સ રિટેલ સંયુક્ત રીતે એક નવું વાણિજ્ય પ્લેટફોર્મ લોન્ચ કરશે જે ગુજરાતમાં ૧૨ લાખ નાના દુકાનદારોને સશક્ત બનાવશે અને તે ભારતનાં ત્રણ કરોડ ધંધાકીય લોકોના સમુદાયનો હિસ્સો છે. આ ઉપરાંત, રિલાયન્સ ફાઉન્ડેશન ગુજરાતમાં આંતરરાષ્ટ્રીય સ્તરે પંડિત દીનદયાલ યુનિવર્સિટી બનાવવા રૂ. 150 કરોડનું રોકાણ પણ કરશે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment