મુકેશ અંબાણી નીતા અંબાણી માટે કરોડોની કાર મુકીને બસમાં મુસાફરી કરતા હતા, ટ્રાફિકમાં રોકીને પૂછ્યું હતું “લગ્ન કરીશ”….

28

દુનિયાના સૌથી અમીર લોકોમાં શામેલ ભારતીય ઉધોગપતિ મુકેશ અંબાણીને કોણ નહી ઓળખતું હોય. મુકેશ અંબાણીના વિશે તમે તેના ઘર, પરિવારથી લઈને ઘણું બધું જાણતા હશો, પરંતુ શું તમને આ ખબર છે કે નીતા સાથે તેમણે લવ મેરેજ કર્યા છે. એટલું જ નહિ બંનેની લવ સ્ટોરી કોઈ ફિલ્મની સ્ટોરીથી ઓછી નથી. લગ્ન માટે નીતા પાસેથી હા બોલાવવા માટે તેમણે ચાલુ ગાડી રોકીને ટ્રાફિક જામ પણ કરી નાખ્યો હતો.

મુકેશ અંબાણી અને નીતાના પ્રેમની શરૂઆત બહુજ ફિલ્મી રીતથી થઇ. હકીકતમાં, નીતાના પિતા બિડલા ગ્રુપમાં કામ કરતા હતા. એક દિવસ બિડલા પરિવારના અંગત ઘર બિરલા માતોશ્રીમાં એક પ્રોગ્રામ રાખવામાં આવ્યો, જ્યાં નીતાએ ભરતનાટ્યમ કર્યું હતું. આ પ્રોગ્રામમાં મુકેશના પિતા ધીરુભાઈ અંબાણીએ નીતાને પહેલીવાર જોય અને તે તેનાથી ઘણા પ્રભાવિત થયા. તેમણે ત્યારેજ નીતાને મનમાં જ પોતાના ઘરની વહુ બનાવાનો નિર્ણય લઇ લીધો હતો.

પ્રોગ્રામ પૂરો થયા પછી ધીરુભાઈએ શોના આયોજકો પાસેથી નીતાનો નંબર લીધો. તેના પછી તેઓ ઘરે ગયા અને સૌથી પહેલા તેમણે નીતાને ફોન લગાડ્યો અને કહ્યું કે હું ધીરુભાઈ અંબાણી બોલી રહ્યો છું. આ સાંભળતા જ નીતા અંબાણીને લાગ્યું કે કોઈ તેમની સાથે મજાક કરી રહ્યું  છે અને તેમણે ગુસ્સામાં ફોન કટ કરી નાખ્યો. ધીરુભાઈએ ફરી એકવાર નીતાને ફોન લગાવ્યો જેના પછી નીતાએ મજાકથી કહ્યું કે હું એલીજાબેથ ટેલર છું અને ફોન કટ કરી નાખ્યો.

ત્રીજીવાર નીતાના પિતાએ તેમનો ફોન ઉપાડી લીધો. નીતાના પિતાએ ધીરુભાઈનો અવાજ ઓળખીને નીતાને તેમની સાથે વાત કરવા માટે કહ્યું. ધીરુભાઈએ નીતાને પોતાની ઓફીસે બોલાવી. જયારે નીતા તેમને મળવા આવી તો ત્યાં તેમણે નીતાનું ભણતર, અને શોખ વિશે પૂછ્યું. તેમણે નીતાને ઘરે આવવાનું નિમંત્રણ પણ આપ્યું. મુકેશ અને નીતાના પરિવારે જયારે બંનેને એકબીજા માટે પસંદ કરી લીધા તો બંને વચ્ચે મુલાકાતોની શરૂઆત થઇ. મુકેશ ભલે આખો સમય બિજનેસમાં વ્યસ્ત રહેતા હોય, પરંતુ નીતાને મળવા માટે તે સમય કાઢી લેતા હતા.

નીતા અને મુકેશ ઘણીવાર એકબીજાને મળ્યા કરતા હતા. નીતાને ફરવા લઇ જવા માટે મુકેશ મર્સીડીજ કાર લઈને જતા હતા. એક દિવસે નીતાએ મુકેશ અંબાણીને બેસ્ટ બસની સૌથી આગળવાળી બસમાં મુસાફરી કરવા માટે કહ્યું. નીતાના પ્રેમ માટે મુકેશે ઘણીવાર તેમની સાથે મુંબઈની બસમાં મુસાફરી કરી.

એકવાર નીતા અને મુકેશ સાંજના સમયે કારથી મુંબઈના પેડર રોડથી નીકળી રહ્યા હતા. નીતા કારમાં બેઠી હતી, પરંતુ તેમનું ધ્યાન ક્યાંક બીજે હતું. તે પોતાનું ભણતર અને લગ્નને લઈને વિચારમાં હતી, ત્યારેજ અચાનક મુકેશ અંબાણીએ કાર ઉભી રાખી અને નીતાને કહ્યું કે “શું તુ મારી સાથે લગ્ન કરીશ?

મુકેશે નીતાને કહ્યું જ્યાં સુધી તુ મારા આ પ્રશ્નનો જવાબ નહિ આપે, ત્યાં સુધી હું ગાડી નહિ ચલાવું. વિચારો કેવું વાતાવરણ હશે મુકેશ જવાબની રાહ જોય રહ્યા છે, નીતાના ચેહરા પર આનંદ છવાયેલો અને પાછળ રેડ લાઈટ પર ઉભેલી ગાડીઓનો અવાજ.. તે સમયે નીતાએ પોતાનો જવાબ હા માં આપ્યો અને કહ્યું યસ… આઈ વિલ….આઈ વિલ

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment