મુકેશ અંબાણીને ખાવામાં ખાસ પસંદ છે આ 5 ચીજો

69

દેશના સૌથી અમીર વ્યક્તિ મુકેશ અંબાણીનીપુત્રી ઈશા અંબાણીનીપ્રી વેડિંગ સેલિબ્રેશન દરેક સામાન્ય અને ખાસ વ્યક્તિઓ માટે ચર્ચાનો વિષય બની ગયો છે.ઈશા અંબાણીના લગ્નમાં સજાવટથી લઈને ખાવાની દરેક ચીજ વસ્તુઓ સુધીનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું હતું. ઈશાની સંગીત સેરેમનીને શાહરુખખાનની સાથે કરણ જો હરેહોસ્ટ કર્યું હતું. આ સમયે કરણ જોહરે મુકેશ અંબાણીની સાથે રૈપિડ ફાયર રાઉન્ડ પણ ખેલ્યો હતો. આરૈપિડ ફાયર રાઉન્ડમાં મુકેશ અંબાણીએ ખાવા બાબતે પોતાની પસંદગીના રાજ સાથે દિલના પણ કેટલાક રાજ સરળતાથી ખોલ્યા હતા. તો ચાલો આજે અમે તમને જણાવીએ મુકેશ અંબાણીના દિલની મનની કેટલીક અંગત વાતો.

કરણ જોહરે મુકેશ અંબાણીની સાથે રૈપિડ ફાયર રાઉન્ડ ખેલતી વખતે તેમને પૂછ્યું કે, “એક દિવસ જો તમે નીતા અંબાણીના સ્વરૂપે તેના સ્થાને સવારમાં જાગો તો તમે પહેલું કયું કામ કરો ?” આના જવાબમાં મુકેશ અંબાણીએ કહ્યું કે, “સૌથી પહેલા હું નીતા અંબાણીએ મારા પર ખાવાના જે પ્રતિબંધો બેન લગાવ્યા છે તેને દુર કરું.” તેમ છતાં ચાલો આજે હું તમને ખુલ્લા દિલથી અને મનથી કહું કે મને કઈ કઈ ચીજો ખાવામાં બેહદ પસંદ છે. અને મારી મનપસંદ ચીજોને રસ્તા પર જોઇને હું તેને ખાવાનું રોકી શકતો નથી.

મુકેશ અંબાણી દરરોજ સવારે વહેલા ઉઠીને સૌ પ્રથમ થોડો સમય યોગ કરે છે. આ વાત તો કદાચ સૌ કોઈ જાણે છે કે મુકેશ અંબાણી સંપૂર્ણ રીતે શાકાહારી છે. તે ખુબજ સાદું અને હળવું ખાવાનું પસંદ કરે છે. સવારે નાસ્તામાં તે પપૈયાનું જ્યુસ અને ડ્રાય ફ્રુટ લ્યે છે. અને હા, રવિવારના દિવસે નાસ્તામાં તે સાઉથ ઇન્ડીયનનો ઉપયોગ કરે છે.

મુકેશજી બપોરના ભોજનમાં દાળ, ભાત (ચોખા) લીલા શાકભાજી અને રોટલી ખાય છે. ઘણી વખત તે બાજરાના લોટમાંથી બનાવેલો રોટલો ખાવાનું પસંદ કરે છે. જો કે તેમની મનપસંદ ડીસ ઈડલી અને સાંભાર છે. એક વાત ખાસ જણાવી દઈએ કે મુકેશ અંબાણી હવાઈ મુસાફરી કરતી વખતે મોટાભાગે એરપોર્ટની કેન્ટીનમાં ઈડલી અને સાંભાર ખાય છે. મુંબઈમાં આવેલી સ્વાતી રેસ્ટોરન્ટનું જમવાનું મુકેશ અંબાણી ખુબજ પસંદ કરે છે. આ સ્વાતી રેસ્ટોરન્ટ ગુજરાતી રેસ્ટોરન્ટ છે અને મુકેશજીના ઘર એન્ટેલાથી દુર હોવા છતાં તે ત્યાંનું ગુજરાતી ભોજન ખાવાનું પસંદ કરે છે.

તેમના ઓળખીતાઓ અને નજીકની વ્યક્તિઓ એ વાત જાણે છે કે મુકેશજી ફાસ્ટ ફૂડના પણ ખુબજ શોખીન છે. મુકેશજીને જયારે પણ ફાસ્ટ ફૂડ ખાવાની ઈચ્છા થાય છે ત્યારે તે મુંબઈના કોલાબામાં આવેલ એક રેસ્ટોરન્ટમાં બનાવવામાં આવતું ચાટ ખાય છે. મુકેશ અંબાણીની બાબતમાં આ વાત કદાચ લોકોને ભાગ્યે જ ખબર હશે કે તેઓ જલેબી ખાવાના એટલા શોખીન છે કે તેમને ક્યારેક રસ્તા કે રોડ પર કોઈ જલેબીની દુકાન જોવામાં આવે તો તેના દિલને રોકી શકતા નથી અને ખુલ્લા મનથી જલેબી ખાય છે. આ છે મુકેશ અંબાણીની પોતાનીઅંદરની ખાસ વાતો.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment