મોદી સાહેબની શપથ ગ્રહણ વિધિમાં 8 દેશના મહાનુભાવો આપશે હાજરી, જુઓ કોણ કોણ છે મહાનુભાવો…

17

ભારતના શહેનશાહ અને ભારતીય જનતા પાર્ટીના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજી સાહેબના૩૦ મે ૨૦૧૯ નારોજવડાપ્રધાન પદના સપથ ગ્રહણ સમારોહમાં બીમ્સટેક સહીત ૮ દેશના મહાનુભાવો નેતા હાજરી આપશે. બીમ્સટેકમાં ભારત ઉપરાંત ભૂતાન, શ્રીલંકા, થાઈલેન્ડ, મ્યાનમાર, નેપાળ અને બાંગ્લાદેશનો સમાવેશ થાય છે. આ ઉપરાંત કિર્ગીસ્તાનના રાષ્ટ્રપતિ અને મોરેશ્યસના વડાપ્રધાનને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે.

બાંગ્લાદેશના પ્રધાનમંત્રી શેખ હસીના ત્રણ દેશોની વિદેશયાત્રા પર હોવાથી નરેન્દ્ર મોદીજી સાહેબના૩૦ મે ૨૦૧૯ નારોજવડાપ્રધાન પદના સપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપી શકશે નહિ. જયારે પાકિસ્તાનના પ્રમુખ વજીરેઆજમ ઈમારાનખાનનેસપથ ગ્રહણ સમારોહમાં શરીફ થવા માટે આમંત્રણ આપવામાં આવેલ નથી. એમ માનવામાં આવે છે કે પાડોશી દેશ પાકિસ્તાનને સપથ ગ્રહણ સમારોહમાંથી બાકાત રાખવા માટે કે દુર રાખવા માટે સાર્ક પરિષદના નેતાઓને આમંત્રણ આપવામાં આવેલ નથી.

વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજી સાહેબે ૨૦૧૪ માં પાકિસ્તાનના પ્રધાનમંત્રી શ્રી નવાઝ શરીફ સહીત સાર્કના નેતાઓને આમંત્રણ આપીને બોલાવ્યા હતા. પરંતુ આ વખતે આમંત્રણ દ્વારા સ્પષ્ટ સંકેત આપવામાં આવ્યો છે કે, “ભારતસરકાર બીજા કાર્યકાળ દરમ્યાન પાકિસ્તાનથી અંતર જાળવી રાખશે. જ્યારેભારતનાબાકીનાપડોશી દેશો સાથે સંબંધો વધારવામાં આવશે.”

સુત્રોના જણાવ્યા મુજબ, ભારતમાં ભારતીય જનતા પાર્ટીએહાલમાં લોકસભાની ચૂટણીમાં સ્પષ્ટ બહુમતીથી વિજયપ્રાપ્ત કર્યો ત્યારે પાકિસ્તાનના પ્રમુખ વજીરેહાજમ શ્રી ઈમરાનખાનેજયારે ફોન પર ભારતીય જનતા પાર્ટીના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજી સાહેબનેઅભિનંદન આપ્યા ત્યારે ન તો તેમને ભારત તરફથી આમંત્રણ આપવામાં આવ્યું કે ન તો તેમને સામેથી આવવાની ઈચ્છા પ્રગટ કરી.

કુટનીતિક-રાજદ્વારી વિશ્લેષકોનું એવું માનવુંછે કે, આએક્શન લઈને ભારતે પાકિસ્તાનને કડક અનેમજબૂત સંદેશ પહોંચાડવાનો પ્રયાસ કર્યો છેઅથવા તો ગર્ભિત સંદેશો આપવાની કોશિશ કરી છે. આ સંદેશો એવો છે કે, નવા કાર્યાલયમાં ભારતના પાકિસ્તાનસાથે કેવા પ્રકારના સંબંધો રહેશે. જો કે આની પહેલા ૨૦૧૪ નાવડાપ્રધાન પદના સપથ ગ્રહણ સમારોહમાં દક્ષીણએશિયા ક્ષેત્રીય સહયોગ સંગઠન (દક્ષિણ એશિયા પ્રાદેશિક સહકાર સંગઠન)એટલે કે સાર્કના દરેક સભ્ય દેશોને આમંત્રણ આપીને બોલાવવામાં આવ્યા હતા.તે સમયે પાકિસ્તાનના તત્કાલીન પ્રધાનમંત્રી નવાજ શરીફેપણહાજરી આપી હતી.

વર્ષ ૨૦૧૬ પછીથી સાર્કની જગ્યાએ ભારતહવે બીમ્સટેકનેપ્રોત્સાહન આપી રહ્યું છે. આ વખતના આમંત્રણથી એ વાત પણ સ્પષ્ટ થઇ ગઈ છે કે ભારત સરકારના હવે પછીના નવા કાર્યાલયમાં પણ આ જ નીતિ ચાલુ રહેશે.

રાષ્ટ્રપતિશ્રી રામનાથ કોવિદજી ૩૦ મે ૨૦૧૯ ગુરુવારના રોજ રાષ્ટ્રપતિ ભવનમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજી સાહેબને વડાપ્રધાન પદના અને તેની ગોપનીયતાના સોગંદ લેવડાવશે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજી સાહેબનો આ બીજો વડાપ્રધાન તરીકેનો કાર્યકાળ રહેશે. મંત્રી પરિષદના અન્યસભ્યો પણપીએમ મોદીજીની સાથે તેમના પદના અને ગોપનીયતાનાસોગંદ લેશે.

આ બીમ્સટેક શું છે ?

૬ જુન ૧૯૯૭ ના રોજ દક્ષીણ એશિયા અને દક્ષીણ પૂર્વના દેશો એટલે કે બાંગ્લાદેશ,ભારત, શ્રીલંકા, અને થાઈલેન્ડ ઇન કોમિક કોર્પોરેશન નામથી એક ક્ષેત્રીય સમુહની સ્થાપના કરવામાં આવી છે. ૨૨ ડીસેમ્બર ૧૯૯૭માં મ્યાનમાર દેશ પણ કાયમી સભ્ય બની ગયું છે.આ ક્ષેત્રીય સમુહનું નામ BIMSTEC “બીમ્સટેક”રાખવામાં આવ્યું છે. ત્યારબાદ વર્ષ ૨૦૦૪ માં નેપાળ અને ભૂતાન પણ આ બીમ્સટેકના સભ્ય બની ગયા. ૩૧ જુલાઈ ૨૦૦૪ ના રોજ તેનું નામ બદલાવીને “વે ઓફ બંગાળ ઈનીશીએટીવફોરમલ્ટીસેક્ટરલ ટેકનીકલ & ઇકોનોમિક કો-ઓપરેશન”કરવામાં આવ્યું છે.તેનો મુખ્યએજન્ડા અરસ પરસઆર્થિક અને તકનીકી સહકાર વધારવાનો છે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment