મોડેલને ફોટોશૂટ કરાવવા માટે ઉતારી પાણીમાં, અચાનક જ પાછળથી આવી ગઈ શાર્ક અને ઘટી એક ઘટના…

32

પાણીમાં ફોટોશુટ દરમ્યાન એક મોડલની સાથે થયું કૈક આવું જેને જોઇને કોઈના પણ હોશ ઉડી જશે. હકીકતમાં અમેરિકાના કેલીફોર્નીયાની મોડલ કટરીના એલે જારુત્સકી શાર્ક માછલીની સાથે સ્વિમિંગ કરતા ફોટોશૂટ કરાવી રહી હતી. કટરીના એક નામી ઈંસ્ટાગ્રામ મોડેલ છે. બહામાસમાં ફોટોશુટ દરમ્યાન તેની સાથે જે થયું તે ઘણું અજીબો ગરીબ હતું.

જયારે કટરીના શાર્કની સાથે પાણીમાં ફોટોશુટ કરાવી રહી હતી તો તે સમયે એક શાર્કે પાછળથી આવીને તેના હાથોને કાપી લીધા. આ ઘટના સ્ટેનીયલમાં થઇ હતી. ફોટોશુટ કટરીનાના બોયફ્રેન્ડના પપ્પા કરી રહ્યા હતા. કટરીના એલે જારુત્સકી પોતાના બોયફ્રેન્ડ સાથે તેના પરીવારની સાથે રજાઓ મનાવવા ગઈ હતી. તે વિસ્તારમાં શાર્કની સાથે સ્વિમિંગ કરવામાં મજા જ અલગ જ હતી તે કદાચ સાઈન બોર્ડને જોવાનું ભૂલી ગઈ હતી કે આ શાર્ક કાપી પણ શકે છે.

કટરીના એ એક ઇન્ટરવ્યુ માં જણાવ્યું કે  “મારું કાંડું શાર્કના મુખમાં હતું. મને અહેસાસ થઇ રહ્યો હતો કે તેના દાંત મારા હાથને પકડી રહ્યા છે. જેવો જ તેને મારો હાથ પકડ્યો” તે જ સમયે મેં શર્કના મોઢા માંથી હાથ છોડાવવાનો પ્રયત્ન કર્યો. શાર્કના મુખમાં હાથ કાઢ્યા પછી કટરીનાએ પોતાની કાંડું જોરથી પકડ્યું અને બહારની તરફ આવવા લાગી.

જો તે કાંડું ન પકડત તો લોહીની સુગંધ બીજી શાર્ક સુધી પહોચી જાય જેનાથી બધા શાર્ક તેના પર અટેક કરી દેત. મીડિયા રીપોર્ટના મતલબે હાદસા થયા પછી કટરીનાને કલીનીક લઇ જવામાં આવી અને સારવાર કરવામાં આવી. પછી તે ફ્લોરીડા ચાલી ગઈ. ત્યાં યુનિવર્સીટી ઓફ મિયમીમા અભ્યાસ કરે છે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment