MIT ની 29 વર્ષની વિદ્યાર્થીની “કૈથરીન બૂમૈન”એ દુનિયાને બતાવ્યો બ્લેક હોલનો ફોટો, જુઓ તમે પણ…

12

દુનિયાને પહેલી વખત બ્લેક હોલના ફોટો જોવાની તક મળી છે. આ અભિયાનમાં તમામ વૈજ્ઞાનિક લાગેલા હતા, પરંતુ આ બધાની વચ્ચે સૌથી વધુ ચર્ચા કૈથરીન બૂમૈનની થઇ રહી છે. રિસર્ચર બૂમૈનએ બ્લેક હોલનો ફોટો તૈયાર કરવામાં મહત્વનો ભાગ ભજવ્યો છે, જે વચ્ચે ઘાટો લાલ અને આજુબાજુમાં પીળા રંગનો દેખાય રહ્યો છે. ધ ઈન્ડીપેન્ડન્ટની રીપોર્ટ અનુસાર મૈસાચુસેટસ ઇન્સ્ટીટયુટ ઓફ ટેકનોલોજીની ૨૯ વર્ષની ગ્રેજ્યુએટ બૂમૈન જણાવ્યું છે કે એમણે કઈ રીતે અલગોરિધમ દ્વારા ફોટાને તૈયાર કરવાનું કામ કર્યું.

ફેસબુક પર એમણે એક ફોટો મૂક્યો છે, જેમાં તેણી કમ્પ્યુટરની સામે બેઠી છે અને આ ચર્ચિત ફોટાને એસેમ્બલ કરી રહી છે. ખાસ વાત એ છે કે આ મોટી ખગોળીય શોધને અંજામ આપનારી કૈથરીનને એસ્ટ્રોનોમર તરીકે કોઈ કરિયર નથી. તેણી કમ્પ્યુટર અલગોરિધમની જાણકાર રહી છે. પરંતુ, અંતરિક્ષ વિજ્ઞાનીઓ તરફથી મેળવેલા ડેટાને એમણે એક ઉપયોગી ફોટામાં ઢાળવાનું કામ કર્યું.

આ પહેલી તક છે, જ્યારે બ્લેક હોલનો સાચો ફોટો સામે આવ્યો છે. બ્રહ્માડમાં આ સૌથી વધારે શક્તિશાળી કહેવામાં આવે છે. આ ઓબ્જેક્ટ વિશે હજુસુધી ખગોળ વૈજ્ઞાનિક માત્ર અંદાજો જ લગાવી શકતા હતા, પરંતુ હવે આપણી પાસે આનો ફોટો પણ ઉપલબ્ધ છે. આ રીયલ ફોટોમાં આ એક ડસ્ટ અને ગેસનું પ્રભામંડળ દેખાય રહ્યું છે, એની આજુબાજુ બ્લેક રંગમાં આઉટલાઈન દેખાય રહી છે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment