માત્ર જુવાનીમાં જ નહિ પરંતુ આ ઉંમરમાં પણ તમે રહો છો સૌથી વધારે ખુશ, જાણો રસપ્રદ માહિતી…

33

સુખ-સમૃદ્ધિના સૌથી મોટા પરિબળમાં સારું સ્વાસ્થ્ય, નોકરી અને એક જીવનસાથીનું હોવું છે. પરંતુ સુખ-સમૃદ્ધિનું આ સ્તર ઉંમર, આવકનું સ્તર, આડોસ-પાડોસ, પોતાના ઘરમાં રહેવું વગેરેના હિસાબથી દરેક વ્યક્તિમાં અલગ અલગ હોય છે.

ખુશ રહેવા માટે મોકો નહિ પરંતુ ઉંમર જવાબદાર હોય છે. આ વાતનો ખુલાસો એક રિસર્ચમાં થયો છે. અમેરિકી થીંક ટેંકના એક નવા અભ્યાસ મુજબ લોકો સૌથી વધુ ખુશ ૧૬ વર્ષની ઉંમરમાં અને પછી ૭૦ ની ઉંમરમાં હોય છે. ‘રેજોલ્યુશન ફાઉન્ડેશન’ એ સૌથી વધુ અને સૌથી ઓછા સુખનું સંકલન કરવા માટે અધિકારીએ દેતા વિશ્લેષણ કર્યું. તેમાં જાણવા મળ્યું કે સુખનું સ્તર કોઈની ઉંમર, આવકનું સ્તર, ઘર હોવું અને જ્યાં તે રહે છે એ વાત પર વધુ નિર્ભર કરે છે અને તેના હિસાબથી દરેકમાં તેનું સ્તર અલગ અલગ હોય છે.

થીંક ટેંકે કહ્યું કે , “રીપોર્ટમાં જાણવા મળ્યું કે સુખ-સમૃદ્ધિનું સ્તર સામાન્ય રીતે ૨૫-૨૬ વર્ષની ઉંમરથી શરુ થઈને ૫૦ વર્ષની ઉંમર થાય તે પહેલા ઓછું થઇ જાય છે અને ૭૦ વર્ષની ઉંમર સુધી આ સ્તર ફરી એકવાર વધવાનું શરુ થઇ જાય છે. સુખ-સમૃદ્ધિના આ સ્તરમાં ખુશી, જીવન સંતુષ્ટિ, પોતાની અહેમિયત અને ચિંતામુક્ત જીવન શામેલ થાય છે. માત્ર ઉંમરને આધાર માનીને જોવામાં આવે તો ૧૬ અથવા ૭૦ ની ઉંમરમાં માણસ સૌથી વધુ ખુશ રહે છે.”

‘હેપ્પી નાઉ?’ શીર્ષકવાળા આ રીપોર્ટમાં જાણવા મળ્યું કે સુખ-સમૃદ્ધિના સૌથી મોટા પરિબળમાં સારું સ્વાસ્થ્ય, નોકરી અને એક જીવનસાથીનું હોવું છે. પરંતુ સુખ-સમૃદ્ધિનું આ સ્તર ઉંમર, આવકનું સ્તર, આડોસ-પાડોસ, પોતાના ઘરમાં રહેવું વગેરેના હિસાબથી દરેક વ્યક્તિમાં અલગ અલગ હોય છે. આ રીપોર્ટમાં દ્વારા નીતિ-નિર્માતાને અપીલ કરવામાં આવી છે કે તે લોકો સુખ-સમૃદ્ધિના ભાવ વધારવા માટે ઊંડાણથી આ પરિબળો પણ ધ્યાન આપે અને પછી પ્રાથમિકતાથી આ દિશામાં કામ કરે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment