માત્ર એક ફોન કરવાનો છે, ૫૦ રૂપિયાનો ખર્ચો અને ઘરે બેઠા બની જશે ડ્રાઈવિંગ લાઇસન્સ, તમે પણ અજમાવી જુઓ…

74

હજુ સુધી તમે ડ્રાઈવિંગ લાઇસન્સ બનાવવા માટે આરટીઓ ઓફિસના ચક્કર કાપ્યા હશે પરંતુ હવે તમને ઘરે બેઠા લાઈસન્સ બનાવડાવી શકશો એ પણ માત્ર ૫૦ રૂપિયામાં તમને વિશ્વાસ નહિ થતો હોયને આ વાત પર ? હકીકતમાં, આ સેવા પ્રમાણે સામાન્ય માણસની મુશ્કેલીને પૂર્ણ કરવાનો રસ્તો જણાવામાં આવી રહ્યો છે. આની સાથે જ એ દલાલોની પણ છુટ્ટી થઇ જશે જે વધારે પૈસા લઈને તમારું લાઈસન્સ બનાવડાવતા હતા. ખુબજ ઝડપથી જ પરિવહન  વિભાગ આ સેવાને શરૂ કરવા જઈ રહ્યું છે.

મીડિયા રિપોર્ટોની માનીએ તો નવા લાઇસન્સ સેવાનો લાભ ઉઠાવવા માટે ઈચ્છુક લોકોને સૌથી પહેલા એક હેલ્પલાઈન નંબર પર ફોન કરવો પડશે અને તમારા કાગળો માટે અરજી પણ આપવી પડશે. એના પછી પરિવહન વિભાગનો એક સહકાર ઘરે આવશે અને ફોર્મ ભરવામાં તમારી મદદ કરશે. બધા દસ્તાવેજો ડિવાઈસ પર લોડ કર્યા પછી ડ્રાઈવિંગ ટેસ્ટ હશે જેમાં એને પાસ થવું પડશે. ત્યારે જ ડ્રાઈવિંગ લાઇસન્સ આપવામાં આવશે.

હજી પણ તમારે ડ્રાઈવિંગ ટેસ્ટ માટે આરટીઓ ઓફિસમાં જવું પડશે, આ પ્રક્રિયા જટિલ હોવાના કારણે ડ્રાઈવિંગ લાઇસન્સ આવેદક દલાલોની મદદ લે છે. આની વચ્ચે તે દોડી દોડીને થાકી જાય છે અને દલાલોના હાથે લુંટાય ચુક્યો હોય છે. હવે નવી વ્યવસ્થામાં ટેસ્ટ પાસ કર્યા વગર કોઈને પણ ડ્રાઈવિંગ લાઈસન્સ નહિ મળે. નવી વ્યવસ્થામાં દરરોજ (રજાના દિવસો છોડતા) સવારે ૮થી બપોરના ૨ વાગ્યાની વચ્ચે ડ્રાઈવિંગ લાઇસન્સ આપવું પડશે.

ટેસ્ટ આપવા માટે લોકોની પાસે પોતાની સુવિધાનુસાર તારીખ અને સમય પસંદ કરવાની તક હશે. ટેસ્ટ પાસ કર્યા બાદ ૧૫ દિવસની અંદર ડીએલને આવેદકને ઘરે મોકલી દેવામાં આવશે. એવું એટલા માટે છે કેમકે લાઇસન્સ બનાવવાનું કાર્યમાં બધી પ્રોસેસ ઓનલાઈન થવાની છે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment