માત્ર 2 વર્ષની ઉંમરમાં દરરોજ પીવા લાગ્યો હતો 40 સિગરેટ, હવે આ બાળકને ઓળખવો પણ થઇ જશે મુશ્કેલ…

21

સોસીયલ મીડિયા પર થોડાક વર્ષ પહેલા આ નાના બાળકનો ફોટાએ ખુબ ધમાલ મચાવી હતી. ૨ વર્ષનું આ બાળક એક દિવસમાં ૪૦ સિગરેટ પીધા પછી દુનિયાભરમાં પ્રખ્યાત થઇ ગયો છે. હવે આ બાળક મોટું થઇ ગયું છે, પરંતુ તમે આ બાળકની ફોટો જોઈને ખરેખર વિશ્વાસ નઈ કરી શકો.

આ છોકરો હવે ઘણો બદલાઈ ચુક્યો છે અને તેણે પોતાનો વજન પણ ઘટાડી લીધો છે. તે પ્રાઈમરી સ્કુલમાં વિજેતા બનીને ઉભરી આવ્યો છે. સુમાત્રાના એક નાના ગામનો રહેનાર અલ્દી રીજાલ વર્ષ ૨૦૧૦ માં પ્રખ્યાત થયો હતો. તે પોતાની ટ્રાઈસાયકલ પર રાઈડ કરતા જ એક દિવસમાં ૪૦ સિગરેટ પી જતો હતો.

હવે છેલ્લા બે વર્ષથી તે સામાન્ય થઇ ગયો છે. સિગરેટની લતથી તેણે છુટકારો મેળવી લીધો છે પરંતુ હવે  તેને નવી લત લાગી ગઈ છે અને તે છે ખાવાનું ખાવાની. ઇન્ડોનેશિયાની સરકારે તેની સ્થિતિ પર ધ્યાન આપતા તેનું પુનર્વસન તો કર્યું પરંતુ હવે સ્મોકિંગને છોડીને તેને વધુ ખાવાની આદત લાગી ગઈ છે.

વધુ ખાવાનું ખાવાથી ટેનો વજન ઝડપથી વધી રહ્યો છે. આ બાબતમાં ઇન્ડોનેશિયાની સરકારે હવે બાળકોમાં સ્મોકિંગની લત સામે લડવા માટે અભિયાન શરુ કરી દીધું છે. જકાર્તામાં તેને થેરાપી સેશનમાં મોકલવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે તેના જીવન પર એક ડોક્યુંમેટ્રી પણ બનાવામાં આવી હતી જેમાં બતાવામાં આવ્યું કે કઈ રીતે આ બાળક સિગરેટથી દુર થઇ ગયું પરંતુ અત્યારે પણ સ્વાસ્થ્ય ખતરામાં છે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment