માતાજીના આ મંદિરમાં ભોગ તરીકે ચઢે છે અઢી પ્યાલાનો શરાબ, જાણો તેના ચમત્કાર વિશે…

14

મોટા ભાગના લોકોના ઘરમાં માતાજીની પૂજા થતી હશે. માતાજીનાઅનેકભક્તજનો માં ના દર્શન માટે માતાજીના મંદિરે જતા હોય છે. અને ત્યાં માતાજીને પ્રસાદ ચઢાવે છે. તોચાલોઆજે અમે તમને માતાજીના એક એવા મંદિર વિશે જણાવીએ કે જ્યાં માતાજીને પ્રસાદ રૂપે લાડવા, ફળ, કે પછી પેંડા ધરવામાં આવતા નથી પણ અઢી પ્યાલા શરાબ ચઢાવવામાં આવે છે.

માતાજીનું આ મંદિર રાજસ્થાનના નાગૌર જીલ્લામાં આવેલું છે. નવરાત્રીમાં અહિયાં ભક્તોની ભારી ભીડ જમા થાય છે. લોકો દુર દુરથી અહિયાં આ ચમત્કારિક મંદિરની મુલાકાતે અને દર્શન કરવા આવે છે.

આ માતાજીને અઢી પ્યાલા શરાબ પ્રસાદ રૂપે ચઢાવવામાં આવે છે.

રાજસ્થાનના નાગૌર જીલ્લામાં આવેલું માં ભુવાલ કાળી માતાનું મંદિર આવેલું છે. આ મંદિર વિશે એવી માન્યતા છે કે અહિયાં માતાજી અઢી પ્યાલા શરાબ ગ્રહણ કરે છે. અને શરાબને ભૈરવ પર ચઢાવવામાં આવે છે. એમ કહેવામાં આવે છે કે આ મંદિરનું નિર્માણ તે સમયના ડાકુઓએ કર્યું હતું.

1380 ના વર્ષમાં આ મંદિરનું નિર્માણકાર્ય થયું હતું.

આ મંદિરના શિલાલેખ પરથી ખ્યાલ આવે છે કે આ મંદિરનું નિર્માણ કાર્ય વિક્રમ સંવત 1380ના વર્ષમાંમાં થયું હતું. મંદિરની ચારે બાજુ દેવી દેવતાઓની સુંદર મૂર્તિઓની કારીગરી કરવામાં આવેલ છે. મંદિરના ઉપરના ભાગમાં એક ગુપ્ત રૂમ પણ બનાવવામાં આવ્યો છે. જેને ગુફા પણ કહેવામાં આવે છે.

અહિયાં માતાજી બે સ્વરૂપમાં રહેલા છે.

અહિયાં માતાજી એક સ્વરૂપે કાલી અને બીજા બ્રહ્માણી સ્વરૂપે પૂજાય છે. માતાજીના મંદિરમાં આવતા ભક્તજનો બ્રહ્માણી દેવીનેમીઠાઈ અને કાલી માતાને શરાબનો ભોગ ચઢાવે છે. અહીના સ્થાનિક રહેવાસી લોકોનું કહેવું એમ છે કે માતાજીનુંઆ મંદિર ખુબજ ચમત્કારિક છે.અહિયાથી કોઈ ભક્ત ખાલી હાથે પાછો જતો નથી.

ડાકુઓએ કર્યું હતુંઆ મંદિરનું નિર્માણ.

એમ માનવામાં આવે છે કે ભુવાલ માતા એક ખેજડીના વૃક્ષની નીચેથી પૃથ્વીમાંથી સ્વયં પ્રગટ થયા હતા . આ સ્થાન પર ડાકુઓની એકફોજને રાજાઓના સિપાઈઓની ફૌજે ચારે બાજુથી ઘેરી લીધી હસતી. ત્યારે આ ડાકુઓએ મૃત્યુને સામે જ જોઇને તેમણે માતાજીનું સ્માણ કર્યું હતું. માં એ પોતાની દિવ્ય શક્તિથી આ ડાકુઓને ઘેટા બકરાના ઝુન્ડમાં ફેરવી નાખ્યા હતા. આવી રીતે ડાકુઓના પ્રાણની રક્ષા કરી હતી.પછીત્યાં ડાકુઓએ માતાજીનું સ્થાપન કર્યું. અને મંદિરનું નિર્માણ કાર્ય પણ કરાવ્યું.

માતાજીના મુખ સામે જોવું વર્જિત માનવામાં આવે છે.

માતાજીના ભક્તો આ મંદિરમાં શરાબ લઈને આવે છે ત્યારે પૂજારી તેમાંથી ચાંદીના અઢી પ્યાલા શરાબ ભરે છે. પછી પૂજારી દેવી માતાના હોઠ સુધી શરાબનોતે પ્યાલોલઇ જાય છે. તે સમયે ભક્તોએ માતાજીની સન્મુખ ઉભા રહેવું કે તેની સામે જોવું વર્જિત માનવામાં આવે છે. માતાજી તેના ભક્તથી પ્રસન્ન થઈનેતુર્તજ તે શરાબનો સ્વીકાર કરે છે. પ્યાલામાં શરાબનું એક ટીપું પણ બાકી બચતું નથી.

માતાજીને શરાબ ચઢાવવાનો નિયમ.

માતાજીને શરાબ ચઢાવવાનો એક ખાસ નિયમ પણ છે.શ્રદ્ધાળુએ જેટલો પ્રસાદ ચઢાવવાની માનતા માની હોય છે માતાજીને તેટલી જ કિંમતનો પ્રસાદ ચઢાવવાનો હોય છે. તેનાથી ઓછો પણ નહિ અને તેનાથી વધારે પણ નહિ. નવરાત્રી દરમ્યાન અહિયાં દેશ વિદેશમાંથી કેટલાય લોકો આવે છે. અને માતાજીને શરાબનો ભોગ ધરાતો જોઈ આશ્ચર્ય પામે છે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment