મૈનહટ્ટનની 54 માળની બિલ્ડીંગ પર લેન્ડ કરતા હેલિકોપ્ટર થયું ક્રેશ…

40

મૈનહટ્ટનની ૫૪ માળની બિલ્ડીંગની અગાસી પર ઉતરી રહેલું હેલિકોપ્ટર સોમવારે ક્રેશ થઇ ગયું. અકસ્માતમાં હેલિકોપ્ટરના પાયલટનું મૃત્યુ થઇ ગયું. ન્યુયોર્કના ગર્વનર એન્ડ્યું કુઓમોએ જણાવ્યું કે હેલિકોપ્ટર કટોકટીની સ્થિતિમાં, મજબૂરીમાં અગાસી પર ઉતર્યું. સીએનએનની જાણકારી મુજબ, તેમણે કહ્યું કે પહેલા માહિતી મળી હતી કે હેલિકોપ્ટર કટોકટીની સ્થિતિમાં અથવા તો મજબૂરીમાં અગાસી પર ઉતર્યું. તેમણે કહ્યું કે, ‘બિલ્ડીંગમાં રહેલા લોકોને, જટકાનો અહેસાસ થયો.

ન્યુયોર્ક ફાયર બ્રિગેડનું કહેવું છે કે હેલિકોપ્ટરના પાયલટનું મૃત્યુ થઇ ગયું છે. ઘટનામાં બિલ્ડીંગમાં રહેલો કોઈ વ્યક્તિ ઘાયલ થયો નથી.

તેમણે કહ્યું કે અમુક લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે. હેલિકોપ્ટરનું અગાસી પર ઉતરવા દરમિયાન તેમાં આગ લાગી ગઈ, છતાં પણ ફાયર બ્રિગેડે તેના પર જલ્દી કાબુ મેળવી લીધો. વ્હાઈટ હાઉસ પ્રવક્તા હોગન ગીડલેએ કહ્યું કે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને હેલિકોપ્ટર દુરઘટનાની જાણકારી આપી દીધી છે. સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment