માણસના કાનમાં કરોળિયો કઈક આવું કરી રહ્યો તો, જોતા જ ડોક્ટરના હોંશ ઉડી ગયા…

19

શરીરમાં આંખ, કાન, નાક, ગળું સૌથી વધુ નાજુક અંગ માનવામાં આવે છે. આ અંગો સાથે થોડીક પર બેદરકારી રાખવામાં આવે તો જીવનો પણ જોખમ વધી શકે છે.

હકીકતમાં, ચીનથી એક એવા વ્યક્તિ વિશે જાણવા મળ્યું છે જેના કાનમાં ખુબ જ ખતરનાક સંક્રમણ ફેલાય ગયું છે. કાનના નિદાન માટે મેડીકલ પરીક્ષણનો વિડીયો સોસીયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. તેનો એક ભયાનક વિડીયો સામે આવ્યો છે.

મીડિયા રીપોર્ટ મુજબ, એક કરોળિયાએ એક વ્યક્તિના કાનમાં ઘૂસીને જાળા કરી નાખ્યા છે. ૬૦ વર્ષના આ વ્યક્તિએ ડોક્ટર પાસે જઈને ફરિયાદ કરી કે તેને સુતી વખતે કઈક અલગ ફિલ થાય છે અને તેને એવું લાગે છે કે તેના કાનમાં કોઈ ડ્રમ વગાડી રહ્યું હોય.

ચીની વ્યક્તિએ ડોક્ટરને જણાવ્યું કે તેના કાનમાં છેલ્લા ઘણા સમયથી ખંજવાળ આવી રહી છે. જયારે ડોકટરે તેના કાનની તપાસ કરી તો ભયાનક વાત સામે આવી.

ડોકટરોએ તપાસમાં જાણ્યું કે તેના કાનમાં એક જીવતો કરોળિયો પોતાનો ડેરો જમાવીને બેઠો છે. એટલું જ નહી તેણે ત્યાં પોતાના જાળા પણ બનવાનું શરુ કરી દીધું છે. આજ કારણ હતું કે તે વ્યક્તિને પોતાના કાનમાં દુખાવો થતો હતો.

સોસીયલ મીડિયા પર ડોકટરે વિડીયો પોસ્ટ કરતા લખ્યું કે ‘એક ઘરડો વ્યક્તિ અમારી પાસે ફરિયાદ લઈને આવ્યો કે તેના કાનમાં કોઈ જંતુ છે. અમે તપાસ કરી તો ખબર પડી કે કાનમાં કરોળિયો છે અને તેણે જાળા પણ કરી નાખ્યા છે.

વાયરલ વિડીયોમાં દેખાય રહ્યું છે કે એક દાણા જેવો કરોળિયો વ્યક્તિના કાનમાં બે ઇંચ અંદર છે. ત્યાં સુધી કે વિડીયોમાં દેખાય રહ્યું છે કે તેણે પોતાને બચાવવા માટે ઘણા જાળા પણ બનાવી રાખ્યા છે. ડોકટરે એ પણ જણાવ્યું કે કરોળિયા દ્વારા વ્યક્તિના કાનમાં કોઈ પણ પ્રકારનું નુકસાન કરવામાં આવ્યું નથી.

ડોક્ટરે પહેલા તો વ્યક્તિના કાનમાં કોઈ તકલીફ જેવું હોય તેવું ન જોયું. પરંતુ જયારે તેમણે માઈક્રોસ્કોપ લગાડીને અંદર જોયું તો આશ્ચર્યમાં પડી ગયા. તેમણે જોયું કે કાનની અંદર એક ગ્રે કલરનો કરોળિયો ચાલી રહી હતો, તે જાળા બનાવી રહ્યો હતો. ડોકટરે ખુબ જ સાવધાનીથી કરોળિયાને પાણી દ્વારા વ્યક્તિના કાનમાંથી બહાર કાઢી નાખ્યો છે.

ડોકટરે જણાવ્યું કે તેમણે ઘણા પ્રકારના ઉડી શકે તેવા જીવજંતુઓ માણસના કાનમાં જોયા છે. ત્યાં સુધી કે સૌથી વધુ કોકરોચ કાનમાં ઘુસી જાય છે, પરંતુ કોઈ કરોળિયાનું કાનમાં ઘૂસવાની આ પહેલી બાબત છે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment