માણસે આંગળી દ્વારા આવી રીતે કાઢ્યા ATM માંથી 1.5 લાખ રૂપિયા, પોલીસે ધરપકડ કરી તો સામે આવ્યું કઈક આવું રાજ…

32

ગુજરાતના એક માણસે એવું કર્યું જેની ચર્ચા દરેક જગ્યાએ થઇ રહી છે. માણસે એક ટ્રિકથી એટીએમમાંથી લાખો રૂપિયા કાઢી લીધા. સૂરતના રહેવાસી હરેશ પટેલએ એટીએમમાંથી એક ટ્રીકથી ૧.૫૪ લાખ રૂપિયા કાઢી લીધા. બેંકએ જ્યારે આ ટ્રીકને પકડી તો એ પણ આશ્ચર્યમાં પડી ગયા. તે આંગળી દ્વારા ATM માંથી પૈસા કાઢતો હતો. એનો રેકોર્ડ એકાઉન્ટમાં થતો ન હતો.

એક સમાચાર પત્ર અનુસાર, સૂરતના ઉતરણમાં રહેનારા હરેશ પટેલને યૂનિયન બેંક ઓફ ઇન્ડિયાના મેનેજરની ફરિયાદ પછી ગિરફ્તાર કરવામાં આવ્યા. યૂનિયન બેંક ઓફ ઇન્ડિયાના મેનેજર અનૂપ સિંહએ ચંદ્રખેડા થાણામાં ફરિયાદ નોંધાવી હતી. જેના પછી કાર્યવાહી કરવામાં આવી. મેનેજર અનૂપએ જણાવ્યું જ્યારે હું સાંજે નાખેલા રૂપિયા અને કાઢેલા રૂપિયાઓની ગણતરી કરી રહ્યો હતો તો ગડબડ લાગી રહી હતી. કઈ પણ મેચ થતું ન હતું. જ્યારે મેં રેકોર્ડ્સ ચેક કર્યા તો એક કસ્ટમર પર શંકા થઇ.

હરેશ પટેલનું એકાઉન્ટ યુબીઆઈના હરિપુરા બ્રાંચમાં છે. હરીશ પટેલ જુલાઈથી લઈને નવેમ્બર સુધી ફરિયાદ કરતો હતો કે તે જે પૈસા કાઢવાની કોશિશ કરી રહ્યો છે એ નીકળી રહ્યા નથી. તે એ સમયે ૯ થી ૧૫ હજાર રૂપિયા સુધી કાઢતો હતો. જેથી કોઈને શંકા ન થાય.

હરીશ પટેલએ બેંકને જણાવ્યું કે જ્યારે પણ તે રૂપિયા કાઢવા જાય છે તે નીકળતા નથી. એણે એટીએમમાં ખરાબી જણાવી હતી. પરંતુ જ્યારે ઇન્જિનીયર ચેક કરવા પહોંચ્યો તો બધું બરાબર હતું. બેંક ઓફિસરોએ સીસીટીવી ચેક કર્યા તો એના હોશ ઉડી ગયા. સબ ઇન્સ્પેકટર વીઆર દેસાઈએ જણાવ્યું કે હરેશ પટેલ ‘પૈસા કાઢતી વખતે કૈશ ડિસ્પેંસર ટ્રેમાં આંગળી ફસાવી દેતો હતો. પૈસા આવતા હતા તે ટ્રેને બ્લોક કરી દેતો હતો. એવામાં જો પૈસા કાઢી લો છો તો સ્લિપ પર ટ્રાન્જેકશન ફેલ બતાવતું હતું અને એકાઉન્ટમાંથી પૈસા કપાતા ન હતા. એવામાં તે સ્લિપ લઈને બેંક જતો હતો અને ફરિયાદ નોંધાવી દેતો હતો. “સબ ઇન્સ્પેકટર દેસાઈએ કહ્યું” “આ ટ્રીક પહેલા પણ ઘણી ગેંગ કરી ચુકી છે. હવે અમે એની પાસેથી પુછતાછ કરી રહ્યા છીએ કે આ કામ તેમણે ક્યા એટીએમમાં કર્યું છે.”

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment