મળો પ્રાણીઓના આ જબરા ફેન ને, પહેરાવે છે સોના ચાંદીના આભુષણો, સંભાળ માટે રાખ્યા છે 50 લોકો…

46

આજ સુધીમાં તમે વિવિધ પ્રકારના પશુ પ્રેમીઓને જોયા હશે પરંતુ આજે અમે તમને જેના વિશે જણાવવા જઈરહ્યા છીએ તેનો પશુ પ્રાણી પ્રેમ જાણીને તમે હેરાન થઇ જશો. કોઇપણ વ્યક્તિ પોતાના પાલતું પ્રાણીઓને 70 થી 75 લાખનું સોનું પહેરાવે એ વાત હકીકતમાં આશ્ચર્યજનકછે. વિદેશી હેટ, કાળા ચશ્માં અને આન બાન અને શાનની સાથે બિહારના બાહુબલી વિધાયક અનંતસિંહપશુ મેળામાં પોતાની પશુ શિબિરમાં હાથી, ઘોડા અને ભેંસની સાથે પહોંચી જાય છે. આ પશુ મેળામાં દેશના અને વિદેશના પ્રવાસીઓ પણ પોતાની શિબિરને જોવા માટે આવે છે.

હકીકતમાં, વિશ્વનો સૌથી મોટો પશુ મેળો સોનપુર મેળો શરૂ થઇ ચુક્યો છે. આ મેળામાં બિહારના બાહુબલી વિધાયક અનંતસિંહ પણવિદેશી હેટ, કાળા ચશ્માં અને આન બાન અને શાનની સાથે પોતાનાહાથી, ઘોડા અને ભેંસના રસાલાની સાથે આવી પહોંચે છે. અનંતસિંહના લોકો તેની પાછળ પાછળ તેમના પશુઓને ખેંચીને શિબિરમાં લઇ આવે છે. ક્યારેક દોઢ કરોડની મોટર તો ક્યારેક 20 લાખની બગીનો શોખ રાખનાર બિહારના બાહુબલી વિધાયક અનંતસિંહનો અંદાઝ કંઇક અલગ પ્રકારનો અને બધાથી જુદો છે.તેમનો શોખ અનેએશો આરામ હંમેશા લોકો માટે ચર્ચાનો વિષય રહ્યો છે.

જો કે આ વખતે વિધાયક અનંતસિંહ એટલા માટે ચર્ચામાં છે કારણ કે લોકો લગ્નમાં જેટલા સોના ચાંદીના ઘરેણા પોતાની બહેન દીકરી કે વહુ માટે નહિ બનાવતા હોય એટલા સોનાના દાગીના તો આ બાહુબલી મહાશય પોતાના પાલતું પ્રાણીઓના ગળામાં પહેરાવે છે. અનંતસિંહે પોતાના દરેક પાલતું પ્રાણીઓના ગાળામાં મીનીમમ 200 થી 250 ગ્રામ વજનની સોનાની ચેન પહેરાવી છે. સોનપુર પશુ મેળામાં આખું ઘોડા બઝાર આ બાબુ મોશાયના શોખ અને તેના સોનાના દાગીના પહેરેલા પ્રાણીઓને જોવા માટે અધીરા થતા હોય છે.

બાહુબલી વિધાયક અનંતસિંહના10 પ્રાણીઓના ગળામાં લગભગ 70 લાખ રૂપિયાની કિંમતના ઘરેણા પહેરાવવામાં આવે છે. વિધાયક અનંતસિંહ તેમના ત્રણ ઘોડા, એક હાથી અને ગાયોની સાથે પશુઓના સોનપુર મેળામાં લોકોના આકર્ષણનું કેન્દ્ર બની જાય છે. તેના દરેક પ્રાણીઓના ગાળામાં પહેરાવેલ સોનાના દાગીનાનું કુલ વજન લગભગ અઢી કિલોની આસપાસ થાય છે. આમ જુઓ તો અઢી કિલો સોનાની કિંમત આજના બઝાર ભાવે લગભગ 80 લાખ 83 લાખ રૂપિયાની આસપાસ થાય છે.

આ બાહુબલી વિધાયકની શિબિરમાં પશુઓના ખોરાક માટે વિશેષ ધ્યાન આપવામાં આવે છે. તેના સહયોગી રાજુ મુખિયા જણાવે છે કે તેના હાથી પૂર્વીની સાથે બીજા દરેક પ્રાણી ખોરાક સિવાય સારા પ્રમાણમાં ફળની સાથે દૂધ પીવે છે. પૂર્વી દરરોજ લગભગ 20 કિલો સફરજન ખાય છે. પૂર્વી ઉપરાંત ગાય અને બીજા પશુઓને પણ સફરજન ખવડાવવામાં આવે છે. ઘોડાને સારા પ્રમાણમાં દૂધ પીવડાવવામાં આવે છે. રાજુ મુખીયાના કહેવા મુજબ દરરોજ લગભગ 50 હજાર રૂપિયાનો ખર્ચ આ પશુઓના ખોરાક પર કરવામાં આવે છે.

આ બાહુબલી વિધાયકે પોતાના પશુઓની સુરક્ષા માટે અને તેનું ધ્યાન રાખવા માટે 50 થી વધારે લોકો રાખ્યા છે. આમાંથી અમુક લોકો પશુઓનું ધ્યાન રાખે છે અનેઅમુક લોકો રસોઈ બનાવે છે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment