માલિકના મૃત્યુ પછી ૮૦ દિવસથી રાહ જુવે છે આ કુતરો, જાણો શું છે કારણ…

63

કહેવામાં આવે છે કે કુતરાથી વધારે વફાદાર કોઈ નથી હોતું. એવી જ એક બીજુ પણ ઉદાહરણ જોવા મળ્યું છે. માલિકનું મૃત્યુ જે વ્યસ્ત રસ્તા પર થયું હતું, એજ રસ્તા પર કુતરાએ ૮૦ દિવસોથી વધુ સમય સુધી તેમની રાહ જોય રહ્યું હતું. ચીનની ઓનલાઈન કમ્યુનીટીમાં આ દ્રશ્ય વાયરલ થઈ ગયું છે. ઘટના ઇનર મંગોલિયાના હોહોત શહેરની છે.

ટેક્સી ડ્રાઈવરએ જણાવ્યું કે, ”કુતરા અને માલિકનો સબંધ બહુજ ઊંડો હતો. તેમના મરી ગયા પછી આ કુતરો ગાર્ડ ની જેમ ઉભો રહે છે. હું તેને હંમેશા જોવ છું, તે દરરોજ આ રોડ પર હોય છે. કુતરા અને માણસોની વચ્ચે સંબંધ બહુજ સાચો હોય છે.”

સોસીયલ મીડિયા પર એક અન્ય વ્યક્તિનું કહેવું છે કે, ”આ નાનો એવો કુતરો બહુજ વફાદાર છે. મારા પરિવાર પાસે એક કુતરો હતો જે સ્કુલેથી આવું ત્યાં સુધી મારી દરરોજ રાહ જોતો હતો.” એક અન્ય યુજર્સ જાનવરોની ભલાઈ માટે ચિંતા વ્યક્ત કરી રહ્યો છે. તેમનું કહેવું છે, “રસ્તાની વચોવચ ઉભું રહેવું કુતરા માટે ખતરનાક છે. મને લાગે છે કે થોડાક સારા લોકો તેને અપનાવીને કોઈક સુરક્ષિત જગ્યા પર લઇ જઈ શકે છે.”

એમ તો ચીનના સોસીયલ પ્લેટફોર્મ પર એવો પહેલો કુતરો નથી જેને લોકોનું દિલ જીત્યું હોય. આ વર્ષની શરૂઆતમાં સોસીયલ મીડિયા યુજર્સ એક ઘરડા કુતરા પર ફિદા થઇ ગયા હતા જયારે તે સ્ટેશનની બહાર પોતાના માલિકની રાહ જોઈ રહ્યો હતો.

જાપાનમાં ૧૯૨૦ ના દશકની ઘટના પર આધારિત ફિલ્મ ‘હચીકો: દ અકિતા’ ઘણી ફેમસ થઇ હતી. આ એ સ્વામિભક્ત કૂતરાની વાર્તા છે જે પોતાના માલિકને દરરોજ રેલવે સ્ટેશન પર મળતો હતો. પરંતુ માલિકના મૃત્યુ પછી આવું તેને નવ વર્ષ સુધી ચાલુ રાખ્યું.

આ વિડીઓને ચીનમાં લગભગ ૧૬ લાખ વાર જોવામાં આવી ચુક્યો છે. એક સ્થાનીય ટેક્સી ડ્રાઈવરના મત મુજબ, લોકો આ કુતરાની મદદ કરવા ઈચ્છે છે

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment