આ રસ્તા પર જતાં જ પૂરી થઇ જાય છે દુનિયા, તમે પણ જઈ શકો છો ફરવા પણ એકલા નહિ

59

નોર્થ પોલ અથવા ઉત્તરી ધ્રુવ વિશે તો તમે સાંભળ્યું જ હશે. જો નથી સાંભળ્યું તો અમે જણાવી દઈએ કે આ દુનિયાનો છેલ્લો રસ્તો છે, જેના પછી કોઈ રોડ જ નથી. આ ધરતીનું સૌથી દુર ઉત્તરી બિંદુ છે. આ ધરી પર આપણી પૃથ્વી ફરે છે. આર્કિટક સમુદ્રમાં આવેલ આ સ્થળ પર હંમેશા બરફનું મોટું પડ જામેલ રહે છે.

આ નોર્વેનો છેલ્લો છેડો છે. અહિયાથી આગળ જતા માર્ગને દુનિયાનો છેલ્લો રસ્તો માનવામાં આવે છે. પૃથ્વીના આ છેડાને અને નોર્વેને જે રોડ જોડે છે એને ઈ ૬૯ ના નામે ઓળખવામાં આવે છે. આને દુનિયાનો છેલ્લો રસ્તો પણ માનવામાં આવે છે કેમકે આનાથી આગળ કોઈ રોડ જ નથી.

ઈ ૬૯ લગભગ ૧૪ કિલોમીટર લાંબો એક હાઈવે છે. આ રોડ પર હંમેશા લોકો સાથે જવાની સલાહ આપવામાં આવે છે. જો કોઈ અહિયાં એકલું જાય છે તો એના ગુમ થવાની સંભાવના બની રહે છે. ઉત્તરી ધ્રુવની પાસે હોવાના કારણે અહિયાં ઠંડીની ઋતુમાં રાત પૂરી જ નથી થતી અને ગરમીની ઋતુમાં સુરજ ડૂબતો જ નથી.

ખુબજ ઠંડીવાળી આ જગ્યા પર લોકો માછલીનો વ્યાપાર કરી જીવન ગુજારે છે. વર્ષ ૧૯૩૦માં આ વિસ્તારમાં ધીરે ધીરે વિકાસ થવા લાગ્યો અને ત્યારે વર્ષ ૧૯૩૪માં સ્થાનિક લોકોએ મળીને એ નિર્ણય લીધો કે અહિયાં દુનિયાભરના પ્રવાસીઓને આવકાર આપવામાં આવે જેથી રોજગારની તકોમાં વધારો થાય.

હવે દુનિયાના ખૂણે ખૂણેથી લોકો નોર્થ પોલ ફરવા માટે આવે છે. અહિયાં ફરવું એટલે જન્નતમાં ફરવા જેવું છે. અહિયાં મિડનાઈટ અને પોલર લાઈટનું દ્રશ્ય જોઇને લોકો આશ્ચર્યચકિત થઇ જાય છે. અહિયાં પર્યટકો વર્ષના અંતમાં આવવું વધારે પસંદ કરે છે. નોર્થ પોલની હજીપણ એક વિશિષ્ટતા છે કે લોકો અહિયાં એકલું રહેવાનું વધારે પસંદ કરે છે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment