નશામાં ચુર મલાઈકાએ મનીષ મલ્હોત્રાની પાર્ટીમાં કરી આ શરમજનક હરકત… સામે આવ્યો તેનો અલગ જ ચહેરો…

240

અભિનેત્રી મલાઈકા અરોડાના અંગત લોકો બતાવે છે કે તેને પીવાનો ખુબ જ શોખ છે. આજ આદતના કારણે તેને અરબાઝ સાથે હંમેશા ઝઘડો થતો રહેતો. પણ કહેવાય છે કે જ્યારથી મલાઈકા, અરબાઝથી અલગ થઇ જવાનો નિર્ણય કર્યો છે, ત્યારથી તેની પીવાની આદત ખુબ વધી ગઈ છે અને જયારે મલાઈકા નશામાં ચુર થઇ જાય છે, ત્યારે તે સૂઝ બુઝ ખોઈ બેસે છે. તે શું કરી રહી છે, શું નથી કરી રહી… શું બોલી રહી છે, કોના વિશે બોલી રહી છે, તેનો તેને થોડો પણ અંદાઝ નથી હોતો. આનું એક ઉદાહરણ હાલમા જ ફેશન ડિઝાઈનર મનીષ મલ્હોત્રાની બર્થડે પાર્ટીમાં જોવા મળ્યું. જી હા, પાછલા દિવસોમાં લગભગ આખું બોલિવુડ એક સાથે મનીષના બર્થડે ઉજવણીમાં સાથે દેખાયા.

વાત એમ છે કે, મનીષના નજીકના દોસ્તોમાંથી એક ફિલ્મકાર કારણ જોહરે તેના દોસ્તના જન્મદિન નિમિતે એક શાનદાર દાવત દીધી. આમા બોલિવૂડના ઘણા દિગ્ગજો આ પાર્ટીની શાન બન્યા અને ખુબ જ મસ્તી કરી. સિતારોની આ મહેફિલમાં મલાઈકા અરોડા પણ હાજર હતી. બોલિવુડમાં કોઈ સ્ટારની પાર્ટી થાય અને તેમાં સમા સાથે શરાબ ન હોય તેવું કેમ હોય શકે. મલાઈકા તો આમ પણ પીવાની શોખીન. પરિણામે, પેગ ઉપર પેગ પીતી રહી. પણ મામલો તે સમયે બગડી ગયો, જયારે તે હોશ ખોઈ બેઠી.

જાણવામાં આવે છે કે મલાઈકાએ એટલો દારૂ પીધો કે તે લડખડાવા લાગી હતી. તેની આવી હાલત કેટલાક લોકોની સામે થઇ ગઈ. આવામાં એક્ટ્રેસ સોનમ કપૂર પણ ત્યાં હાજર હતી. સોનમે મલાઈકાને આવી હાલતમાં જોયા, તો તે તેના મદદ માટે આગળ વધી, પણ જેવી સોનમે મલાઈકાની મદદ કરવાનો પ્રયત્ન કર્યો કે ત્યારે મલાઈકા તેના પર ગુસ્સે થઇ ગઈ.

મલાઈકાએ સોનમનો હાથ ઝટકો મારીને કહ્યું, ‘મારાથી આઘા રહો. હું પોતાને સંભાળી શકું છુ .’ વાત હવે આગળ ન વધે, તેથી સોનમે ત્યાંથી પોતાને અલગ કરી દીધી. આ પછી પણ મલાઈકા ચુપ ન રહી અને આડા અવળું બોલતી રહી. કરણ અને મનીષને લાગ્યું કે મલાઈકાના કારણે પાર્ટીનો રંગ ફીકો પડી શકે છે, એવામાં બંનેએ મલાઈકાને બીજી બાજુ લઈને શાંત કરી. મલાઈકા એ આવું પેલી વાર નહિ, આના પહેલા પણ તે નશામાં ગડબડ કરતી આવી છે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment