મકર સંક્રાંતિના દિવસે રાશી મુજબ કઈ ચીજોનું દાન કરવાથી દૂર થાય છે બધી જ મુશ્કેલીઓ…

85

હિંદુ ધર્મના શાસ્ત્રો અનુસાર મકર સંક્રાંતિના તહેવારનું ખુબજ મહત્વ છે. મકર સંક્રાંતિનો તહેવાર ખાસ કરીને સૂર્ય દેવને સમર્પિત થયેલ છે. સૂર્યનું મકર રાશિમાં સંક્રમણ થવું એટલે કે મકર રાશિમાં પ્રવેશ કરવો એટલે મકર સંક્રાંત. મકરને ઠંડીની મોસમના અંતની શરૂઆત માનવામાં આવે છે. આ ઉપરાંત ઠંડીની તુલનામાં તે દિવસ પછીથી લાંબા દિવસની અને ટૂંકી રાત્રીની શરૂઆત થઇ જાય છે. આ દિવસે લોકો સૂર્યદેવને ખુશ કરવા માટે તેને અર્ધ્ય ચડાવીને સૂર્યદેવની પ્રાર્થના કરે છે. આ ઉપરાંત હિંદુ ધર્મના શાસ્ત્રો અનુસાર મકર સંક્રાંતિના દિવસે દાન પૂણ્ય કરવાથી તેને સો ગણા પૂણ્યનું ફળ મળે છે.

મકર સંક્રાંતિના દિવસે ભગવાન સૂર્યદેવ ધન રાશી છોડીને મકર રાશિમાં પ્રવેશ કરે છે. જો ધર્મ શાસ્ત્રો ઉપરાંત જયોતિષીઓનું માનીએ તો મકર સંક્રાંતિનો તહેવાર આ વખતે 14 જાન્યુઆરીના દિવસને બદલે 15 મી જાન્યુઆરી મંગળવારે મનાવવામાં આવશે. એમ માનવામાં આવે છે કે મકર સંક્રાંતિના દિવસે તલનું દાન અથવા તલમાંથી બનાવેલ કોઇપણ સામગ્રીનું દાન કરવાથી કષ્ટદાયક ગ્રહોથી રાહત મુક્તિ મળે છે. મકર સંક્રાંતિના દિવસે ગંગા સ્નાન કરવાથી અશ્વમેઘ યજ્ઞ કરવા જેટલું પૂણ્ય મળે છે. આ દિવસે દાન કરવાનું વિશેષ મહત્વ છે. તો ચાલો આજે અમે તમને જણાવીએ કે કઈ રાશિના લોકોએ તેમના સર્વે દુ:ખ દુર કરવા માટે કઈ ખાસ ચીજોનું દાન કરવું જોઈએ

મેષ

તાંબાની લોટી કે લોટામાં સ્વચ્છ પાણી ભરી તેમાં પીળા પુષ્પો, હળદર અને તલ નાખીને સૂર્યને અર્ધ્ય ચડાવવું. આ ઉપરાંત તલ અને ગોળનું દાન કરવું.

વૃષભ

તાંબાની લોટી કે લોટામાં સ્વચ્છ પાણી ભરી તેમાં સફેદચંદન, દૂધ, સફેદ પુષ્પ અને તલ નાખીને સૂર્યને અર્ધ્ય ચડાવવું.

મિથુન

તાંબાની લોટી કે લોટામાં સ્વચ્છ પાણી ભરી તેમાં તલ, દૂર્વા અને સફેદ પુષ્પ નાખીને સૂર્યને અર્ધ્ય ચડાવવું. અને ગાયને સ્વ હસ્તે લીલું ખવડાવવું.

કર્ક

તાંબાની લોટી કે લોટામાં સ્વચ્છ પાણી ભરી તેમાં દૂધ, ચોખા અને તલ નાખીને સૂર્યને અર્ધ્ય ચડાવવું. સંકટમાંથી મુક્તિ મળે.

સિંહ

તાંબાની લોટી કે લોટામાં સ્વચ્છ પાણી ભરી તેમાં કંકુ, લાલ રંગનું પુષ્પ અને તલ નાખીને સૂર્યને અર્ધ્ય ચડાવવું.

કન્યા

તાંબાની લોટી કે લોટામાં સ્વચ્છ પાણી ભરી તેમાં દૂધ, ચોખા,તલ, પુષ્પ અને દૂર્વા નાખીને સૂર્યને અર્ધ્ય ચડાવવું.  મગની દાળની ખીચડી બનાવીને તેનું દાન કરવું. અને ગાયને સ્વ હસ્તે લીલું ખવડાવવું.

તુલા

મકર સંક્રાંતિના દિવસે દૂધ, સફેદ ચંદન અને ચોખાનું દાન કરવું.

વૃશ્ચિક

તાંબાની લોટી કે લોટામાં સ્વચ્છ પાણી ભરી તેમાં કંકુ, લાલ રંગનું પુષ્પ અને તલ નાખીને સૂર્યને અર્ધ્ય ચડાવવું. ગોળનું દાન કરવું.

ધન

તાંબાની લોટી કે લોટામાં સ્વચ્છ પાણી ભરી તેમાં હળદર, કેસર અને પીળા રંગનું પુષ્પ નાખીને સૂર્યને અર્ધ્ય ચડાવવું.

મકર

તાંબાની લોટી કે લોટામાં સ્વચ્છ પાણી ભરી તેમાં કાળું આસમાની પુષ્પ અને તલ નાખીને સૂર્યને અર્ધ્ય ચડાવવું.

કુંભ

કાળા અડદ અને તલના તેલનું દાન કરવું. સાથે કોઇપણ પાત્રમાં સ્વચ્છ પાણી ભરી તેમાં કાળું આસમાની પુષ્પ નાખી તેનું પણ દાન કરવું.

મીન

તાંબાની લોટી કે લોટામાં સ્વચ્છ પાણી ભરી તેમાં હળદર, કેસર તલ અને પીળા રંગનું પુષ્પ નાખીને સૂર્યને અર્ધ્ય ચડાવવું.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

 

Leave a comment