મકર સંક્રાંતિ ૨૦૧૯ ભારતના અલગ અલગ રાજ્યોમાં ક્યા ક્યા નામથી ઓળખાય છે ?

84

ભારતના જુદા જુદા રાજ્યોમાં મકર સંક્રાંતિનો તહેવાર અલગ અલગ નામથી ઓળખવામાં આવે છે. જેમ કે કર્ણાટકમાંતેને સંક્રાંતિ તરીકે, તામિલનાડુમાં અને કેરળમાં પોંગલ તરીકે, પંજાબ અને હરિયાણામાં માઘી તરીકે, ગુજરાત અને રાજસ્થાનમાં ઉત્તરાયણ અને ઉત્તરાખંડમાં ઉત્તરાયણીના નામથી આ મકર સંક્રાંતિનો તહેવાર મશહુર છે. તો ચાલો આજે અમે તમને જણાવીએ કે ભારતમાં ક્યાં કેવી રીતે મકર સંક્રાંતિ ઉજવવામાં આવે છે અને શું છે તેની પાછળનું રહસ્ય ?

ગુજરાત અને રાજસ્થાન

રાજસ્થાન અને ગુજરાતમાં મકર સંક્રાંતિના દિવસે પતંગ ચગાવવાની પરંપરા છે. જેના કારણે ગુજરાતમાં “પતંગ મહોત્સવ” ને પણ ખુબજ આનંદ અને ઉલ્લાસથી મનાવવામાં આવે છે. પતંગ ચગાવવાની સાથે તે દિવસે મોટા ભાગે દરેકના ઘરમાં સૂર્ય નારાયણની પૂજા કરવા માટે ધેવર, ફેની તલના લાડુ બનાવવામાં આવે છે. આ ખાસ મકર સંક્રંતના દિવસે અહીના લોકો ઘરની મહિલાઓને લગ્નનો સુહાગનો સામાન આપવાનું શુભ માને છે.

ઉત્તર પ્રદેશ

મકરસંક્રાંતિનો તહેવાર ઉત્તરપ્રદેશમાં ખુબજ ધામધૂમથી ઉજવવામાં આવે છે. આ દિવસે ઘરમાં ખીચડી બનાવીને ખાવાનું શુભ માનવામાં આવે છે. આ ઉપરાંત લોકો મકર સંક્રાંતિના દિવસે તલનાલાડુ, તલની ચીકી અને મગફળીના સ્વાદનો આનંદ માણતા નજરે પડે છે.

તામીલનાડુ

તામિલનાડુમાં મકર સંક્રાંતિના તહેવારને પોંગલના નામથી ઓળખવામાં આવે છે. જેમ ગુજરાતના લોકો દિવાળીના તહેવારમાં ઘરની સાફ સફાઈ કરીને દિવાળીના દિવસે ઘરના આંગણામાં રંગોળી બનાવે છે તેમ તામીલનાડુના લોકો મકર સંક્રાંતિના દિવસે ઘરમાં સાફ સફાઈ કર્યા પછી ઘરના આંગણામાં ચોખાના લોટની રંગોળી બનાવે છે. ત્યાર પછી માટીના વાસણમાં ખીર બનાવે છે. અને આ ખીરનો સૌ પ્રથમ ભોગ સૂર્યદેવને અર્પણ કરવામાં આવે છે. તામીલનાડુના લોકો મકર સંક્રાંતિનો તહેવાર 4 દિવસ સુધી મનાવે છે.

બિહાર અને ઝારખંડ

મકર સંક્રાંતિના તહેવારના દિવસે બિહાર અને ઝારખંડમાં ખીચડીની સાથે દહીં ચુડા બનાવવાની પ્રથા છે. આ ઉપરાંત અહીના સ્થાનિક રહેવાસીઓ રાત્રીના ભોજનમાં તલમાંથી બનાવેલ કોઇપણ ખાદ્ય પદાર્થનો ઉપયોગ કરે છે.

મહારાષ્ટ્ર

મકર સંક્રાંતિનો તહેવાર મહારાષ્ટ્રમાં ૩ દિવસ સુધી મનાવવામાં આવે છે. આ દરમ્યાન મહારાષ્ટ્રના સ્થાનિક રહેવાસીઓના દરેકના ઘરમાં પરંપરાગત પૂરણપોળી બનાવીને ખાવાનો રીવાજ છે. તેની સાથે તલમાંથી બનાવેલ કોઇપણ ખાદ્ય પદાર્થને દરેક લોકોની વચ્ચે સરખા ભાગે વહેંચીને જુના મન દુ:ખો ભૂલવાની પહેલ કરીને ખાવાની પ્રથા છે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment