“મકાઈના લચ્છા પરોઠા” કેવી રીતે બનાવશો ?

76

સામગ્રી :

મકાઈનો લોટ ૧ કપ (૧૫૦ ગ્રામ), ઘવનો લોટ ૧ કપ (૧૫૦ ગ્રામ), લીલી કોથમીર બારીક કાપેલી, ઘી ૨ ચમચી, લીલું મરચું ૧ બારીક કાપેલ, જીરું ૧/૨ ચમચી, નમક સ્વાદ અનુસાર, તેલ ૨ ચમચી

બનાવવાની રીત :

સૌથી પહેલા મકાઈનો લોટ અને ઘવનો લોટ મિક્ષ કરો. પછી તેમાં સ્વાદ પ્રમાણે નમક, ૧ ચમચી જીરું ૧ ચમચી લીલું મરચું બારીક કાપેલું, બારીક કાપેલ કોથમીર, ૨ ચમચી તેલ નાખીને સારી રીતે મિક્ષ કરો. અને પછી તે લોટમાં થોડું થોડું પાણી નાખીને લોટને બાંધો. પછી લોટ સારી રીતે બંધાય જાય પછી તેને 15 કે ૨૦ મિનીટ સુધી ઢાંકીને રાખી દયો

૨૦ મિનીટ પછી હાથમાં થોડું ઘી લગાવીને લોટને મસળી લ્યો. બાંધેલો લોટને થોડો હાથમાં લઈને તેને ગોળ ગોળ લુવા બનાવી લ્યો. પછી તેને થોડા કોરો લોટ લગાવીને તેને પરાઠા જેવું વણી લો. પછી વણેલા પરોઠા પર ચારે બાજુ ઘી લગાવો. પછી તેના પર ચારે બાજુ કોરો લોટ નાખો. હવે પછી પરાઠાને પાતળા પાતળા ભાગમાં કાપો. પછી કાપેલા ટુકડા એક પર એક રાખીને એને રોલ જેવું બનાવી લ્યો. પછી તેને પાટલી પર ગોળ વણી લો.

હવે પરાઠા છેકવા માટે લોઢીને ગરમ કરો. થોડું ઘી નાખીને ચારે બાજુ ફેરવી નાખો. લોઢી ગરમ થઇ જાય પછી પરાઠાને તે લોઢી પર મુકો. પરાઠાને ધીમા આંચ પર છેકવા દયો. હવે પરાઠાને બીજી બાજુ ફેરવીને સારી રીતે ચેકો પરાઠા પર દાજ ન પડે તેવી રીતે છેકાવા દયો. પરોઠાને સારી રીતે બંને બાજુ ચેકી લો પરાઠા ચેકાય જાય પછી લોઢી પરથી નીચે ઉતારી પ્લેટમાં રાખો. બીજા પરોઠા પણ આવી જ રીતે ચેકી લ્યો. આટલા લોટમાં ૪ પરાઠા બની શકે છે.

ગરમા ગરમ મકાઈના લચ્છા પરોઠા તૈયાર છે. પરોઠાને ચટણી, દહીં કે શાક સાથે તમે પીરચો શકો છો. ગરમા ગરમ પરોઠા ખાવાની પણ મજા આવે છે અને જમ્યા પછી પરોઠા વધે તો તમે તે બીજા દિવસે પણ ખાઈ શકો છો તે તેવા જ સ્વાદિષ્ટ રહે છે

સુચન :

મરચાનો ઉપયોગ તમે ન કરવા માંગતા હોય તો તે પણ ચાલે છે. પરોઠા તેલથી પણ બની શકે છે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment