મહુવામાં આંદોલન કરી રહેલા ખેડૂતો પર લાઠીચાર્જ, 30 લોકોને ગિરફ્તાર કર્યા…

4

સૌરાષ્ટ્રના મહુવાના સિમેન્ટ કંપની વિરુદ્ધ આંદોલન કરી રહેલા ખેડૂતો અને પોલીસ વચ્ચે ભીડી ગયા હતા. ઉગ્ર ખેડૂતોને કાબુ કરવા માટે પોલીસે લાઠીચાર્જ અને આંસુ ગેસના ગોળાઓ છોડ્યા. ભાવનગર પોલીસ અધ્યક્ષે બતાવ્યું કે આ ઘટનામાં ચાર પોલીસ કર્મી ઘાયલ થઇ ગયા. લોકોને તીતર બીતર કરવા માટે આંસુ ગેસના 35 ગોળાઓ છોડ્યા. ૩૦ ખેડૂતને પકડમાં લીધા છે.

સ્થાનીય લોકોના જણાવ્યા અનુસાર ઘટનામાં મહિલા અને છોકરાઓ મળી ઓછામાં ઓછા 15 લોકો ઘાયલ થયા છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ઘટનાની તપાસના આદેશ દીધા છે. કોંગ્રેસે ઘટનાની નિંદા કરી છે. ભાવનગરની તળાજા અને મહુવા તહસીલના દોઢ દર્જન ગામોની જમીન અલ્ટ્રાટેક કંપનીએ દસ વર્ષ પહેલા લીધી હતી. કંપનીએ હાલમાં જ જીલ્લા કલેકટરની મંજુરી લઈને ચુના પત્થરની ખોદવાનું શરુ કર્યું છે.

ખેડૂત પર્યાવરણ અને જમીન પર પ્રતિકુળ અસર પડવાની વાત કરતા રોકવાની મગ કરી રહ્યા છે. બુધવારે ખેડૂતો કંપનીને ઘેરાવ કરવા પહોચ્યા, પણ પોલીસે તેને રોકવાનો પ્રય્તન કર્યો, આ દરમિયાન ખેડૂતો અને પોલીસ વચ્ચે ભીડત થઇ. કોંગ્રેસ અધ્યક્ષ અમિત ચાવડાએ પોલીસની કાર્યવાહીને નિંદા કરતા સરકારને ખેડૂત વિરોધી કહી દીધા છે. કોંગ્રેસ વિધાયક લલિત કગથરાએ કહ્યું કે તે આ મુદ્દાને વિધાનસભામાં ઉઠાવશે.

હાલમાં જ મહુવામાં જ નિરમા કંપનીના સિમેન્ટ પ્લાન્ટને ખેડૂતોના વિરોધ બાદ બંધ કરી દેવી પડી હતી. ભાજપના હાલના જ વિધાયક ડો કનુભાઈ કલસરીયાએ ખેડૂતોના આંદોલનનું નેતૃત્વ કર્યું.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment