મહિલાઓ પુરુષોની આ હરકતો બિલકુલ સહન નથી કરી શકતી, જાણો રસપ્રદ માહિતી…

43

મહિલા પાર્ટનર પોતાના પુરુષ પાર્ટનરને ખુબ જ પ્રેમ કરે છે અને ખુબ ખ્યાલ પણ રાખે છે. પણ પોતાના પુરુષ પાર્ટનરની કેટલીક વાતો તે બિલકુલ પસંદ નથી કરતી. જેનાથી તે વારે વારે ગુસ્સો થતી રહે છે. આવો જાણીએ કે આખરે તે કઈ વાતો છે જે મહિલાઓ પોતાના પુરુષ પાર્ટનરને બિલકુલ પસંદ નથી કરતા.

મોડેથી ઘરે આવવું

આખો દિવસ ઘરના કામમાં વ્યસ્ત રહેવા બાદ પત્ની ઈચ્છે છે કે તે થોડોક સમય પોતાના પતિની સાથે વિતાવે. પણ પુરુષો મોડા ઘર આવવાના કારણે તેની આ ઈચ્છા પૂરી થઇ શકતી નથી. કારણ કે કેટલાક પુરુષોમાં આદત હોય છે મોડી રાત્રે ઘરે આવવું જયારે તેની પત્ની ખાવાના ટેબલ પર તેની રાહ જોતી રહે છે. એવામાં ભૂખ્યા સુઈ જવા પર પત્ની હંમેશા પોતાના પતિ મોડી રાત્રે આવવાની આદતથી પરેશાન રહે છે.

ભીનો ટુવાલ પથારી પર

ઘણી વાર પુરુષો નાહ્યા બાદ પોતાનો ભીનો ટુવાલ પથારી પર જ છોડી દે છે, જેને મહિલાઓ ઉઠાવીને સાચી જગ્યા પર રાખે છે. આવું કરવાથી બીસ્તરમાંથી દુર્ગંધ આવવાની સાથે પથારી ભીની પણ થઇ જાય છે. પુરુષોની આ આદત પણ મહિલાઓને પસંદ નથી હોતી અને તે તેના માટે વારે વારે ટોકે છે તેથી તેની આ ખરાબ આદત છુટી જાય.

ઘરની આખી જવાબદારી નાખી દેવી

મોટા ભાગના પુરુષો ઘર ગૃહસ્થીની બધી જ જવાબદારી મહિલાઓનું કર્તવ્ય સમજીને તેના પર જ નાખી દે છે. મહિલાઓને પુરુષોની આ આદત બિલકુલ પસંદ નથી હોતી. મહિલાઓની સાથે સાથે પુરુષોએ ઘરનું પણ ધ્યાન રાખવું જોઈએ.

કામ કરવાની મશીન સમજવા લાગે છે પતિ

કેટલાક પતિ પોતાની પત્નીને કામ કરવાની મશીન સમજવા લાગે છે. પતિઓને એવું લાગે છે કે તે ઓફીસ જાય છે અને પત્નીઓ ઘર પર રહે છે તો તે આરામ કરે છે અને આના કારણે તે નાના કામ પણ પત્નીના આધાર પર છોડીને જાય છે. કારણ કે ઘરમાં રહીને પણ સ્ત્રીઓને ઘણા પ્રકારના કામ કરવાના હોય છે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment